ચીન હંમેશાંથી દુનિયાને જોખમમાં મુકતું આવ્યું છે, આજે કરી રહ્યું છે પાણીના સંકટનો સામનો
ચીન એક એવો દેશ જેણે સમયાંતરે દુનિયાને જોખમમાં મુક્યું છે. તેના વિશે કહેવાય છે કે, તે વિસ્તારવાદમાં વધુ માને છે. તેણે તિબ્બત જેવા એક સ્વતંત્ર રાષ્ટ્રને પોતાના કબજામાં લઇ લીધું છે. ચીને 2020માં એક એવા વાયરસને જન્મ આપ્યો હતો, જેનાથી સમગ્ર દુનિયા આજે પણ ઝઝૂમી રહી છે. જોકે, આ પહેલીવાર નથી કે ચીને દુનિયાને તકલીફોમાં ધકેલ્યું હોય પરંતુ જ્યારથી ચીનમાં ઔધોગિક ક્રાંતિની શરૂઆત થઇ છે ત્યારથી લàª
Advertisement
ચીન એક એવો દેશ જેણે સમયાંતરે દુનિયાને જોખમમાં મુક્યું છે. તેના વિશે કહેવાય છે કે, તે વિસ્તારવાદમાં વધુ માને છે. તેણે તિબ્બત જેવા એક સ્વતંત્ર રાષ્ટ્રને પોતાના કબજામાં લઇ લીધું છે. ચીને 2020માં એક એવા વાયરસને જન્મ આપ્યો હતો, જેનાથી સમગ્ર દુનિયા આજે પણ ઝઝૂમી રહી છે. જોકે, આ પહેલીવાર નથી કે ચીને દુનિયાને તકલીફોમાં ધકેલ્યું હોય પરંતુ જ્યારથી ચીનમાં ઔધોગિક ક્રાંતિની શરૂઆત થઇ છે ત્યારથી લઇને અત્યાર સુધી ચીન ઘણા એવા પગલા લઇ ચુક્યું છે જે દુનિયાના તમામ દેશો માટે મુશ્કેલીથી ભરેલા રહ્યાં છે.
ચીનની રણનીતિ હંમેશા દુનિયા માટે ખતરનાક રહી છે
ચીનની લગભગ તમામ રણનીતિ દુનિયા માટે જોખમી રહી છે. આ દેશને સ્વાર્થી કહીએ તો નવાઇ નથી, કારણ કે આ દેશ પોતાને થતો ફાયદો સૌથી પહેલા જુએ છે પછી ભલે તેમા સામે કોઇને પણ નુકસાન થતું હોય. ચીને દુનિયાના ઘણા દેશોને લોન આપી તેમને પોતાની સફળતાની વાતો માનવા પર મજબૂર કરી દીધા છે. ચીનની રણનીતિ હંમેશા દુનિયા માટે ખતરનાક રહી છે. અને હા, ચીન ક્યારે પણ કોઇ મુસિબતમાં પણ ફસાઇ જાય છે તો તે એકલું જ આ મુસિબત નથી ફસાતું પણ તે ઘણા દેશોને સાથે લઇને ડૂબવામાં વિશ્વાસ રાખે છે. આજના સમયે ચીનમાં આવનારા તમામ સંકટ ગ્લોબલ સંકટ તરીકે જોવામાં આવે છે. હાલમાં વાત કરીએ તો છેલ્લા ઘણા દશકથી ચીનમાં પાણીનું સંકટ જોવા મળી રહ્યું છે. વોલ સ્ટ્રીટ જર્નલ જેવી ઘણી વેબસાઇટે ચીનમાં પાણીના સંકટને લઇ દુનિયાને ચેતવણી આપી છે. જેમાં સૌથી વધું સાવધાન એશિયાના દેશોને રહેવાની જરૂર છે. ભારતનું નામ પણ આ યાદીમાં છે. ચીનમાં પાણીનું સંકટ અન્ય દેશો માટે પણ ખતરાની ઘંટી સાબિત થઇ રહ્યું છે. એક દેશનું સંકટ અન્ય દેશને કેવી રીતે પ્રભાવિત કરી શકે છે અને કેમ ચીનમાં પાણીનું સંકટ સતત વધી રહ્યું છે આવો અહીં જાણીએ.
ચીનની નદીઓ સતત પ્રદૂષિત થઇ રહી છે
ચીને વર્ષ 1970થી લઇને વર્ષ 2000 સુધીમાં જે રીતે પોતાના દેશનો વિકાસ કર્યો છે તે વિશે દુનિયા અજાણ નથી. અમેરિકા બાદ ચીનને જ દુનિયાની બીજી સૌથી મોટી મહાશક્તિ તરીકે જોવામાં આવે છે. માત્ર ચીનને જ નહીં પરંતુ 19-20મી સદી દરમિયાન ઘણા દેશોએ પોતાના નેચરલ રીસોર્સનો યોગ્ય ઉપયોગ કર્યો છે. 19મી સદીમાં યુકેએ પોતાના મોટા કોયલાના સંશાધનોને યોગ્ય રીતે કામમાં લઇ તે સમયે ક્રાતિની શરૂઆત કરી હતી. વળી 20મી સદી દરમિયાન અમેરિકા અને ગલ્ફ દેશોએ તેલ અને અન્ય નેચરલ ગેસ મારફતે ઘણા પૈસા કમાયા છે. ઠીક આ જ રીતે ચીને પણ પોતાના સંસાધનોનો ઉપયોગ કર્યો. ચીનમાં નાની-મોટી 1500 થી વધુ નદીઓ વહે છે. સાથે જ આ દેશમાં જગ્યાની કમી નથી. પહેલા તો ચીને કૃષિ પર પોતાનું ધ્યાન કેેન્દ્રીત કર્યું પરંતુ બાદમાં ઈન્ડસ્ટ્રિયાલિસ્ટની શરૂઆત થઇ. જેવું જ દેશમાં મોટા પાયે મેન્યુફેક્ચરિંગ શરૂ થયું કે દેશમાં ઘણી સમસ્યાઓ આવવાનું શરૂ થઇ ગયું. સમય જતા ચીનની નદીઓ ગંદી થવા લાગી. ઔધોગિત ક્રાતિના કારણે અહીં પ્રદૂષણની માત્રમાં પણ વધારો થવા લાગ્યો.
ઈન્ડસ્ટ્રીયલ વેસ્ટના કારણે જમીની જળસ્તરનું પાણી પણ હવે પીવા લાયક રહ્યું નથી
જોકે, આ તમામ સમસ્યાઓ શરૂઆતમાં મામૂલી લાગતી હતી પરંતુ એક સમયે એવો આવ્યો કે આ સમસ્યા આખી દેશ માટે વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી છે, આ જ કારણ છે કે, ચીનમાં આજે પીવા માટે યોગ્ય પાણી નથી મળી રહ્યું. ચીનની નદીઓ સતત સુકવા લાગી છે. અને જે નદીઓ બચી છે તેમાં અડધાથી ઉપર નદીઓનું પાણી પીવા લાયક નથી. નદીઓમાં કેમિકલ વેસ્ટ અને અન્ય ગંદકી નાખી સ્ત્રોતને પ્રદૂષિત કરવામાં આવે છે. દેશમાં 1/4 નદીઓનું પાણી ઝેરી થઇ ગયું છે. નદીઓની સાથે ચીને ગ્રાઉન્ડ વોટરનો પણ ખૂબ ઉપયોગ કર્યો છે. પરંતુ ઈન્ડસ્ટ્રીયલ વેસ્ટના કારણે જમીની જળસ્તરનું પાણી પણ હવે પીવા લાયક રહ્યું નથી. મોટા પ્રમાણમાં ગ્રાઉન્ડ વોટર ખતમ થઇ ગયું છે અને બાકીનું પાણી હવે પીવા લાયક રહ્યું નથી. આજે દુનિયાની 20 ટકા જનસંખ્યા માત્ર ચીનમાં જ રહે છે પરંતુ ચીન પાસે પીવા માટે યોગ્ય પાણી માત્ર 7 ટકા છે. એટલે કે, ચીનની અડધાથી ઉપરની જનસંખ્યા જળ સંકટનો સામનો કરી રહી છે. ચીનની મુખ્ય નદીઓમાં Yangtze અને Yellow River સામેલ છે. પરંતુ આ બંને નદીઓ ચીનના પ્રદૂષણથી ક્યા સુધી બચી શકશે તે વિચારવા જેવી બાબત છે.
ચીનને વાર્ષિક 100 બિલિયન ડોલરનું નુકસાન
ચીનના બે મોટા શહેર Gunghzhou અને Shenzhen માં પાણી ખતમ થઇ ગયું છે. આવી જ પરિસ્થિતિ ચીનના ઘણા મોટા શહેર અને વિસ્તારોની છે. વર્તમાન સમયમાં ચીનમાં પાણીનું સંકટ ગલ્ફ દેશોની સરખામણી વધુ ગંભીર જોવા મળી રહ્યું છે. ગલ્ફ દેશોની પાસે ડીસેલિનેશન પ્રસેસ છે જે મારફતે તે મીઠાયુક્ત પાણી સાફ કરીને ઉપયોગમાં લે છે. પરંતુ ચીન પાસે આવા કોઇ જ પ્લાન્ટ નથી. એક રીપોર્ટ અનુસાર, પાણીની સમસ્યાના કારણે ચીનને વાર્ષિક 100 બિલિયન ડોલરનું નુકસાન થઇ રહ્યું છે. ચીનમાં ઘણા મિનિસ્ટર અને એક્સપર્સ્ટ જળ સંકટની વાત કરી ચુક્યા છે. થોડા સમય પહેલા ચીનના ફોર્મર પ્રીમીયર વેન જિઆબાઉએ કહ્યું હતું કે, ચીને પાણીની એક-એક બુંદ માટે લડવું પડશે. ચીનથી નીકળતી નદીઓમાંથી લગભગ 18 એશિયાના દેશોને પાણી મળે છે. ચીન અન્ય દેશોને મળતા પાણીને રોકવા માટે નદીઓ પર ડેમ બનાવી રહ્યું છે. આ ડેમ મારફતે તે અન્ય દેશોનું પાણી બાધિત કરી રહ્યું છે અથવા તો તેને પોતાના જ દેશમાં ડાયવર્ટ કરી રહ્યું છે. ચીનની આ રણનીતિ એશિયાના ઘણા દેશો માટે ઘણી ખતરનાક સાબિત થઇ શકે છે.
થાઇલેન્ડ, લાઉસ, કમ્બોડિયા અને વીયતનામ જેવા દેશોમાં ખતરો
મહત્વનું છે કે, ચીન છેલ્લાં ઘણા સમયથી મેકોન્ગ નદી પર ડેમ બનાવી રહ્યું છે. આ નદી મારફતે થાઇલેન્ડ, લાઉસ, કમ્બોડિયા અને વીયતનામ જેવા દેશોમાં પાણીની આપૂર્તિ થઇ રહી છે. ચીન આ નદી પર ડેમ બનાવી પાણીને પોતાના જ દેશમાં સુકા થઇ ગયેલા વિસ્તારો તરફ ડાયવર્ટ કરવાની તૈયારીઓ કરી રહ્યું છે. આમ કરવાથી સાઉથ એશિયાના ઘણા દેશોમાં દૂકાળ જેવી સમસ્યાઓનું સર્જન થઇ શકે છે. અને થોડા વર્ષોમાં જ આ દેશોને પાણીની એક બુંદ માટે ઘૂંટણીએ આવવું પડી શકે છે. જોકે ચીન આવું માત્ર એક જ નદી પર નથી કરી રહ્યું પરંતુ તે અન્ય ઘણી નદીઓ સાથે પણ આવું જ કરી રહ્યું છે.
24 કિમીના એરિયામાં ત્રણ ડેમ બનાવવા પાછળ ચીનની રણનિતિ
છેલ્લા ઘણા વર્ષોમાં ચીન બ્રહ્મપુત્રા નદી પર ડેમ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. બ્રહ્મપુત્ર નદી ચીનના કબજા હેઠળના તિબ્બતમાંથી પસાર થાય છે. જોકે, તેનો અર્થ એ પણ નથી કે પૂરી નદી પર માત્ર ચીનનો જ અધિકાર છે. બ્રહ્મપુત્રા નદી પર ચીન દ્વારા બનાવનારા ડેમનું ભારત પૂરી રીતે તાકત સાથે વિરોધ કરી રહ્યું છે. જોકે, ચીન પોતાની રણનીતિ સામે કોઇનું ક્યારે પણ સાંભળતું નથી. આ નદી પર ચીન એક નહીં પણ ત્રણ-ત્રણ ડેમ બનાવી રહ્યું છે અને તે પણ 24 કિમીના એરિયામાં. આટલા ઓછા ડિસ્ટન્સમાં ત્રણ ડેમ બનાવવા પાછળ ચીનની અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવે છે. ઘણા એક્સપર્ટનું એ કહેવું છે કે, તે બ્રહ્મપુત્રા નદીનું પાણી ભારત અને બાંગ્લાદેશને આપવા માટે પૈસા અથવા અન્ય કોઇ ડિમાન્ડ કરી શકે છે. લુચ્ચુ ચીન આવનાર સમયમાં પોતાને બચાવવા માટે કઇ હદ સુધી જઇ શકે તે તો આવનારો સમય જ બતાવશે.


