રશિયા અને યુક્રેન વચ્ચેના જંગમાં હવે રશિયન સૈનિકો ક્લસ્ટર અને વેક્યુમ બોમ્બનો ઉપયોગ કરી રહ્યા હોવાના આરોપ લાગ્યા છે. આ બંને ખતરનાક હથિયાર છે અને માનવજાતના વિનાશનું કારણ બની શકે તેમ છે. સૌથી ખતરનાક છે આ બંને હથિયારનો ઉપયોગ યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ રશિયા પર યુદ્ધ અપરાધના આરોપ લગાવ્યા હતા. એવી જાણકારી મળી છે કે રશિયા દ્વારા ક્લસ્ટર અને વેક્યુમ બોમ્બનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સોમવારે મોડી રાતે તેમણે કહ્યું હતું કે તમામ નિયમોના ઉલ્લંઘનની તપાસ આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં થવી જોઇએ. તેમણે કહ્યું કે શાંતિપુર્ણ યુક્રેનિયોની હત્યા માટે વિશ્વમાં કોઇ પણ તમને માફ નહી કરે. રશિયાની સેનાએ ખારકીવ પર કબજો કરવા માટે ભીષણ હથિયારોનો ઉપયોગ કર્યો છે. યુક્રેનના અમેરિકા ખાતેના રાજદૂતે દાવો કર્યો હતો કે વિનાશકારી વેક્યુમ બોમ્બનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. શહેર રશિયા અને યુક્રેનની સરહદથી માત્ર 40 કિમી જ દુર છે અને તેની વસતી અંદાજે 15 લાખ છે. બોંમ્બ, રોકેટ અને મોર્ટારથી કરાયેલા હુમલામાં 11 લોકોના માર્યા જવાના સમાચાર છે જેમાં ત્રણ બાળકો પણ છે. વેક્યુમ બોમ્બ હવામાંથી ઓકસિજન ખેંચી લે છે. યુક્રેનમાં રશિયા મોટા પાયે ખાનાખરાબી કરવા માંગે છે અને તેમાં વેક્યુમ બોમ્બનો ઉપયોગ કરાઇ રહ્યો હોવાના આરોપ લાગ્યા છે. વેક્યુમ બોમ્બને થર્મોબેરીક હથિયારો તરીકે ઓળખવામાં આવે છે. આ બોમ્બનો ઉપયોગ કરાય અને તેનો ધડાકો થાય ત્યારે વધારે માત્રામાં ઉર્જા અને ગરમી નિકળે છે. તે હવામાંથી ઓક્સિજન ખેંચી લે છે . આ વાતાવરણમાં રહેલા ઓક્સિજનનો ઉપયોગ વધુ તાપમાનવાળા વિસ્ફોટ માટે કરે છે. વેક્યુમ બોમ્બ સૌથી ખતરનાક ગેર પરમાણું હથિયારમાંથી એક છે. ક્લસ્ટર બોમ્બ શું છેક્લસ્ટર બોમ્બ એક રીતે ઘણા બોમ્બનો ગુચ્છો હોય છે અને તેને ફાઇટર જેટની મદદથી ટાર્ગેટ પર છોડવામાં આવે છે. એક જ ક્લસ્ટર બોમ્બમાં ઘણા બોમ્બના ગુચ્છા હોય છે. તેની ખાસ વાત એ છે કે બોમ્બ ફેંકાયા બાદ ક્લસ્ટર બોમ્બ પોતાની અંદર રહેલા બોમ્બને ફેંકતી વખતે હવામાં માઇલો સુધી ઉડતા રહે છે. આ વિનાશકારી બોમ્બ જે સ્થળે ફેંકાય છે ત્યાં 25થી 30 મીટર સુધીના વિસ્તારમાં ભયાનક તબાહી મચાવી શકે છે. એક રિપોર્ટ મુજબ મલ્ટીપલ લોન્ચ રોકેટ સિસ્ટમનો ઉપયોગ કોઇ મોટા વિસ્તાર પર હુમલો કરવામાં થાય છે અન તેની મદદથી જ ક્લસ્ટર બોમ્બનો ઉપયોગ દુશ્મનના વિસ્તારમાં કરવામાં આવે છે. બંને બોમ્બનો ઉપયોગ યુદ્ધ અપરાધ મોટા ભાગે આ બોમ્બનો ઉપયોગ દુશ્મન સૈનિકો પર કરવામાં આવે છે. સામાન્ય લોકો પર તેનો ઉપયોગ ન માત્ર યુદ્ધ અપરાધ છે પણ તેનો હેતું રહેણાંક વિસ્તારોમાં આતંક અને ખોફ ફેલાવાનો છે. સોમવારે યુક્રેનના રાજદૂતે દાવો કર્યો હતો કે રશિયાએ યુક્રેન પર હુમલો કરવા માટે વેક્યુમ બોમ્બનો ઉપયોગ કર્યો છે. જે જીનિવા સંમેલનની વિરુદ્ધ છે.