રશિયા યુક્રેન યુદ્ધને એક અઠવાડિયાનો સમય થઇ ચૂક્યો છે. જો કે હજુ સુધી રશિયા અને યુક્રેન વચ્ચેની લોહિયાળ જંગ થોભવાનું નામ નથી લઇ રહ્યો. યુક્રેન રશિયા યુદ્ધ વચ્ચે હવે જાણકારી સામે આવી રહ્યી છે કે યુક્રેની રાજનેતા વિક્ટર ફેડોરોવિચ યાનુકોવિચને પુતિન યુક્રેનના રાષ્ટ્રપતિ બનાવવા માંગે છે.વફાદાર નેતાને યુક્રેનના સર્વોચ્ચ પદ પર મૂકવા માંગે છે રશિયારશિયાના રાષ્ટ્રપતિ પુતિન યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સકીના કટ્ટર વિરોધી છે. યુક્રેનિયન મીડિયાનો દાવો છે કે પુતિન મોટો દાવ રમી રહ્યાં છે. રશિયાએ યુક્રેન સામે યુદ્ધ શરૂ કર્યાને હવે એક સપ્તાહ વીતી ગયું છે. તેમ છતાં, રશિયાને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર જેલેન્સકીને હટાવવામાં કોઈ સફળતા મળી નથી. આ દરમિયાન, રશિયા યુક્રેન સાથે યુદ્ધ સમાપ્ત કરવા માટે સમજૂતી કરવા માટે તૈયાર છે. જો કે, તે પોતાની એક માંગને વળગી રહેલું છે. તે જેલેન્સકીને રાષ્ટ્રપતિ પદ પરથી હટાવવાની માંગ કરી રહ્યું છે. રશિયા યુક્રેનની પશ્ચિમી દેશો તરફ જતું રોકવા માંગે છે અને આ માટે તે તેના વફાદાર નેતાને યુક્રેનના સર્વોચ્ચ પદ પર મૂકવા માંગે છે. આમાં પુતિનની પહેલી પસંદ તરીકે યુક્રેનના પૂર્વ રાષ્ટ્રપતિ રહી ચૂકેલા વિક્ટર યાનુકોવિચનું નામ સામે આવ્યું છે.કોણ છે વિક્ટર યાનુકોવિચ?યુક્રેનની પ્રાઇવેટ સમાચાર એજન્સી કિવ ઈન્ડિપેન્ડન્ટે દાવો કર્યો છે કે એક તરફ રશિયા સમજૂતી દ્વારા યુદ્ધ ખતમ કરવાની વાત કરી રહ્યું છે તો બીજી તરફ તે યુક્રેનની સત્તા બદલવાની કોશિશ કરી રહ્યું છે. આ માટે પુતિન સરકારે વિક્ટર યાનુકોવિચને ગાદી પર બેસાડવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. હાલમાં, યાનુકોવિચ રશિયન સરકારની રહેમ નજર હેઠળ બેલારુસમાં છુપાયેલો છે અને અહીંથી તેને યુક્રેનમાં શાસન કરવા માટે તૈયાર કરવામાં પણ આવી રહ્યો છે. વિક્ટર યાનુકોવિચ કદાચ વિશ્વના પ્રથમ રાજ્યના વડા છે, જેમને તેમની સામે એક નહીં પરંતુ બે વાર વિરોધનો સામનો કરવો પડ્યો હતો. અને ઘણું લોહી વહેવડાવ્યા પછી તેમને પદ પરથી હટાવવામાં આવ્યા હતા. યાનુકોવિચનો જન્મ જુલાઈ 1950 માં સોવિયેત શાસન દરમિયાન યુક્રેનના ઉત્તરીય શહેર યેનાકીવોમાં થયો હતો. પોતાની યુવાવસ્થા દરમ્યાન તેઓ હિંસા માટે બે વખત જેલમાં ગયા હતા. વર્ષ 2000 માં, 50 વર્ષની ઉંમરે, તેમણે અર્થશાસ્ત્રમાં પીએચડી કર્યું. તે પછી તે ડનિટ્સ્ક પ્રદેશના ગવર્નર બન્યા. નવેમ્બર 2002માં યુક્રેનના તત્કાલિન રાષ્ટ્રપતિ લિયોનીદ કુશમારે તેમને વડાપ્રધાન બનાવ્યા. જો કે, તેમની સરકાર પર ભ્રષ્ટાચાર અને આર્થિક કૌભાંડોના આરોપ હતાં.દેખાવોના કારણે બે વખત પદ છોડવું પડ્યુંવર્ષ 2004માં યાનુકોવિચે રાષ્ટ્રપતિ પદના નામાંકન માટે ચૂંટણી લડી અને જીતી પણ હતી, પરંતુ રાજધાની કિવમાં તેની વિરુદ્ધ જોરદાર પ્રદર્શનો શરૂ થયા. આ પ્રદર્શનોને પાછળથી ઓરેન્જ રિવોલ્યુશન નામ આપવામાં આવ્યું. બાદમાં, યાનુકોવિચની ચૂંટણીમાં છેતરપિંડી કરવા અંગે પણ પર્દાફાશ થયો અને પરિણામે તેમને પદ છોડવું પડ્યું. 2006 થી 2007 સુધી યાનુકોવિચ ફરી એકવાર વડા પ્રધાન બન્યા.બીજી વખત વિરોધ થયો ત્યારે તેને દેશ છોડીને ભાગવું પડ્યું હતું. તેના પર યુક્રેનમાં નિર્દોષ લોકોની હત્યા કરવાનો આરોપ યાનુકોવિચે 2010માં પહેલીવાર સ્પષ્ટ બહુમતી સાથે ચૂંટણી જીતી હતી અને આ ચૂંટણીઓમાં કોઈ ગેરરીતિ જોવા મળી નથી. અહીંથી યાનુકોવિચનો ભ્રષ્ટાચાર ફરી શરૂ થયો. વિરોધ પક્ષના નેતા, તિમોશેન્કોને તેમના શાસન હેઠળ કેદ કરવામાં આવ્યા હતા. યાનુકોવિચે પ્રમુખ હતા ત્યારે યુરોપ સાથે સારા સંબંધો સ્થાપ્યા હતા. પરંતુ જ્યારે યુક્રેનને યુરોપમાં સામેલ કરવાની વાત આવી ત્યારે 2013માં તેણે આ ઓફર ઠુકરાવી દીધી હતી. આ પગલા સામે, યુક્રેનની શેરીઓમાં લોકજુવાળની આગ ફાટી નીકળી હતી. યાનુકોવિચ સામે વિરોધ પ્રદર્શનો 18-22 ફેબ્રુઆરી 2014 ની વચ્ચે થયા હતા, જે દરમિયાન તેમના આદેશ પર વિરોધીઓના જૂથ પર ગોળીબાર પણ કરવામાં આવ્યો હતો, જેમાં 88 લોકો માર્યા ગયા હતા. આ મોતથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો હતો. બાદમાં, યુરોપના દબાણમાં, યાનુકોવિચે વહેલી ચૂંટણી યોજવાનું નક્કી કર્યું, પરંતુ તે દરમિયાન, તેમની વિરુદ્ધ વધી રહેલા પ્રદર્શનોને જોતા તેઓ પોતે જ દેશ છોડીને ભાગી ગયા. હાલમાં, તેના પર યુક્રેનમાં નિર્દોષ લોકોની હત્યા કરવાનો આરોપ છે અને તે યુક્રેનની ધરતી પર પ્રવેશતાની સાથે જ તેની ધરપકડ કરવાનો આદેશ છે.યાનુકોવિચનો રશિયા સાથે શું સંબંધ છે?2014માં વિરોધ પ્રદર્શનો વચ્ચે પણ યાનુકોવિચ કિવમાંથી કેવી રીતે ભાગી ગયો તે આજ સુધી સ્પષ્ટ નથી. પરંતુ કેટલાક અહેવાલોને પરથી જાણવા મળ્યું છે કે તે પહેલા ખાર્કીવ પહોંચ્યો હતો અને ત્યાર બાદ એક વીડિયો મેસેજ રેકોર્ડ કર્યો હતો. જેમાં તેણે યુક્રેનના લોકોને ડાકુ ગણાવ્યાં હતા. બાદમાં તે કોઈ અન્ય દેશની મદદથી હેલિકોપ્ટરમાં ડનેટ્સક ભાગી ગયો હતો. પરંતુ રશિયા જવાનો તેમનો પ્લાન નિષ્ફળ ગયો.આ પછી, યાનુકોવિચ પ્રથમ ક્રિમિયન દ્વીપકલ્પમાં દેખાયા. અહીંથી એવા અહેવાલો બહાર આવ્યાં હતા કે તેમને રશિયા તરફથી રક્ષણ મળ્યું છે.આશ્રય અપાવવામાં રશિયાની સરકારે મહત્વની ભૂમિકા ભજવી અહીંથી જ તેના રશિયાના સમર્થનનું સમગ્ર સત્ય સામે આવ્યું. તે યુક્રેનની રશિયન ભાષી વસ્તીમાં પણ ખૂબ લોકપ્રિય છે અને પુતિન સાથે સારા સંબંધ ધરાવે છે .જ્યારે તેઓ પ્રથમ વખત 2004માં યુક્રેનના પ્રમુખપદ માટે ચૂંટણી લડ્યા હતાં ત્યારે પુતિને તેમને ખુલ્લેઆમ સમર્થન આપ્યું હતું. યુક્રેન છોડ્યા બાદ તેમને બેલારુસ મોકલવામાં અને ત્યાં તેમને આશ્રય અપાવવામાં રશિયાની સરકારે મહત્વની ભૂમિકા ભજવી હોવાનું પણ કહેવાય છે. તેઓ 2010 થી ફેબ્રુઆરી 2014 સુધી પ્રમુખ હતા. પરંતુ તેમને આ પદ પરથી હટાવી દેવામાં આવતાં તે તે રશિયા ભાગી ગયો હતો.