યુક્રેન અને રશિયા વચ્ચેના જંગમાં 9માં દિવસે રશિયાએ યુક્રેનના જેપોરીજીયા પરમાણુ પ્લાન્ટ પર કબજો કરી લેતાં ખળભળાટ મચી ગયો છે. યુક્રેને શુક્રવારે યુક્રન સ્થિત સૌથી મોટા જેપોરીજીયા પરમાણુ પ્લાન્ટ પર હુમલો કર્યો હતો. બીજી તરફ યુક્રેની સેના રશીયાને પણ મોટુ નુકશાન પહોંચાડયું હોવાનો દાવો કરી રહ્યું છે. પરમાણું પ્લાન્ટના પરિસરમાં ધુમાડો છવાયો ભારે બોંબ વર્ષા બાદ રશિયાએ જેપોરિજીયા પરમાણું પ્લાન્ટ પર હવે રશિયાનો કબજો થઇ ગયો છે. રશિયાએ કરેલી બોંબ વર્ષા બાદ પ્લાન્ટ પરિસરની બિલ્ડીંગને નુકશાન પહોંચ્યું હતું અને ધુમાડો છવાઇ ગયો હતો જેથી રેડીએશન ફેલાવાનો ડર પણ ફેલાઇ ગયો હતો. રશિયાએ પરમાણુ પ્લાન્ટ કબજે કરી લેતાં અમેરિકે અને બ્રિટને પણ ચિંતા પ્રદર્શીત કરી હતી. યુક્રેની રાશષ્ટ્રપતિ જેલેન્સ્કીએ પણ કહ્યુંહતું કે જો પરમાણુ વિસ્ફોટ થશે તો યુરોપ ખતમ થઇ જશે. આ પરમાણુ પ્લાન્ટમાં 6 પરમાણુ રીએકટર લગાવેલા છેઅને તે સૌથી મોટો પરમાણુ પ્લાન્ટ છે. બીજી તરફ રાજધાની કીવમાં રશિયાની સેના સતત વિસ્ફોટ કરી રહી છે અને મિસાઇલથી પણ હુમલો કરાયો હોવાના સમાચાર મળી રહ્યા છે. વડાપ્રધાનની ફરી હાઇલેવલ મિટીંગયુક્રેન રશિયાના જંગ વચ્ચે શુક્રવારે ફરી એક વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાઇ લેવલ મિટીંગ યોજાશે. ઉલ્લેખનિય છે કે યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને વતન પરત લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ઓપરેશન ગંગા પણ ચાલી રહ્યું છે, તો બીજી તરફ યુક્રેન રશિયાના જંગમાં ભારતે તટસ્થ વલણ અપનાવ્યું છે.