પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોની પુત્રી અને પીપીપીની નેતા આસિફા ભુટ્ટોને અકસ્માત થયો છે. આસિફા ભુટ્ટો જયારે એક કાર્યકર્મમાં હાજર હતી ત્યારે તેમની સાથે ડ્રોન અથડાયુ હતું જેથી તેમને ઇજા પહોંચી હતી. ઇમરાન ખાન સરકારની વિરુદ્ધમાં કાર્યક્રમ હતો પાકિસ્તાનના ખાનેવાલ વિસ્તારમાં વર્તમાન ઇમરાન ખાન સરકારની વિરુદ્ધમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં પૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોના પુત્રી તથા પીપીપી પાર્ટીના નેતા આસિફા ભુટ્ટો સહિતના નેતાઓ હાજર હતા. કાર્યક્રમના કવરેજ માટે ઘણી ન્યુઝ ચેનલો પણ હાજર હતી. વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં આસિફા ભુટ્ટો તાળી વગાડી રહ્યા હતા ત્યારે જ કોઇ સ્થાનિક ચેનલનું ડ્રોન અચાનક ધસી આવ્યું હતું અને આસિફા ભુટ્ટો સાથે ટકરાયું હતું જેમાં આસિફા ભુટ્ટોની આંખ પાસે ઇજા પહોંચી હતી. જેથી તેમને સ્ટીચ લેવા પડયા હતા. ઘટનાના પગલે કાર્યક્રમમાં અફરા તફરી મચી ગઇ હતી જેથી પોલીસને સુરક્ષા વધારવા ભારે જહેમત કરવી પડી હતી. અકસ્માત કે સાજીશ?ઘટનાના પગલે બિલાવલ ભુટ્ટોએ કહ્યું કે અત્યારે એ જાણ થઇ નથી કે આ માત્ર અકસ્માત છે કે કોઇની સાજીશ છે. જો કે બિલાવલના સુરક્ષા કર્મીઓએ ડ્રોન ઓપરેટરને પકડી લીધો છે અને તેની તપાસ શરુ કરવામાં આવી છે.