યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા 7 દિવસથી યુદ્ધ શરુ થઇ ચૂક્યું છે ત્યારે યુક્રેનમાં ભારતીય નાગરિકો ફસાયા છે અને તે નાગરિકોને પરત લઇ આવવા ભારત સતત પ્રયત્નો કરી રહ્યું છે. ભારત અત્યાર સુધીમાં 8 ફ્લાઇટ મોકલી ચૂક્યું છે અને યુક્રેનની રાજધાની કીવમાં હવે એક પણ ભારતીય નાગરિક નથી. હવે ભારતીય વાયુસેના પણ ઓપેરશન ગંગામાં જોડાયું છે અને ભારતીય નાગરિકોને વતન પરત લાવવા મથી રહ્યું છે. ભારતીય વાયુસેના ફક્ત નાગરિકોને પરત લઇ આવવાની કામગીરી સાથે ફસાયેલા લોકો માટે રાહતસામગ્રી પણ મોકલી રહ્યું છે જેમાં પાણી, ફૂડ પેકેટ અને ધાબળા લઇ અને ત્યાં ફસાયેલા નાગરિકોને સહાયતા પૂરી પડી રહ્યું છે. ભારત સરકારે સોમવારે કીવને દવાઓ સહિત રાહતસામગ્રી સહાય સાથે મદદ કરવાની જાહેરાત કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમએ જાહેરાત કરી કે ભારત કીવને માનવતાવાદી સહાય આપશે, જે છેલ્લા અઠવાડિયાથી યુદ્ધનો સામનો કરી રહ્યું છે.C-17 એરક્રાફટ જોડ્યું ઓપેરશન ગંગામાં IAF તરફથી એક સત્તાવાર નિવેદનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે યુક્રેનથી ભારતીયોને પરત લાવવા માટે ભારતીય વાયુસેનાના ત્રણ વધુ વિમાન આજે પોલેન્ડ, હંગેરી અને રોમાનિયાની મુલાકાત લેવાના છે. ભારતીય વાયુસેના આજે સવારે ઓપરેશન ગંગામાં સામેલ થઈ ગઈ જ્યારે તેણે ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે લિફ્ટ C-17 પરિવહન વિમાન રોમાનિયા મોકલ્યું.ઓપરેશન ગંગામાં આજે C-17 ગ્લોબમાસ્ટર જોડાયું છે અને આજે સવારે એટલે કે બુધવારે 4 વાગ્યે રોમાનિયા માટે ઉડાન ભરી.યુક્રેનથી ભારતીય નાગરિકોને પરત લાવવા 46 ફ્લાઈટ મોકલાશે યુક્રેનમાં ભારતીય નાગરિકો ફસાયા છે ત્યારે 8 માર્ચ સુધીમાં બુડાપોસ્ટ સહિત અન્ય સ્થાનો પર ભારત સરકાર કુલ 46 ફ્લાઈટ્ મોકલશે અને ભારતીય નાગરિકોને પરત લઇ આવશે. રોમાનિયાના બુખારેસ્ટમાં કુલ 29 ફ્લાઈટ્સ જશે જેમાં 13 એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ , 8 એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ્સ , 5 ઈન્ડિગોની ફ્લાઈટ્સ , 2 સ્પાઈસજેટની ફ્લાઈટ્સ અને એક ઈન્ડિયન એરફોર્સનું એરક્રાફટ હશે. બુડાપોસ્ટમાં 10 ફ્લાઈટ જશે. તેમાંથી 7 ઈન્ડિગોની ફ્લાઈટ્સ , 2 એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ અને એક સ્પાઈસ જેટની ફ્લાઈટ્સ હશે. પોલેન્ડમાં ઈન્ડિગોની 6 ફ્લાઈટ્સ , કોસિસમાં સ્પાઈસ જેટની એક ફ્લાઈટ્સ જશે.