વિશ્વના ફિલ્મ જગતને બિરદાવનાર શ્રેષ્ઠ એવોર્ડ એટલે કે ઓસ્કર એવોર્ડ માટે આજે નોમિનેશન્સની આજે જાહેરાત થશે. એકેડમી ઓફ મોશન પિકચર આર્ટ્સ એન્ડ સાયન્સ એટલે કે ઓસ્કરના 94 એવોર્ડ સેશન માટેની મુખ્ય કેટેગરીમાં ઓસ્કર(oscar)નોમિનેશનની જાહેરાત કરશે. સાંજે જાહેર થનાર ઓસ્કર નોમિનેશન્સ પર વિશ્વભરના ફિલ્મ રસીકોની નજર રહેશે.આ રીતે જોઈ શકાશે ઓસ્કર નોમિનેશનઓસ્કર નોમિનેશન 2022ની જાહેરાત આધિકારિક વેબસાઈટ પર લાઈવ સ્ટ્રીમિંગથી કરવામાં આવશે. Oscar.com અથવા Oscar.org બંને વેબસાઈટ પર તમે જોઈ શકશો. આ સાથે ટ્વીટર હેન્ડલ, ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયાના પેજ પર પણ જોઈ શકાશે. ટીવી પર કઈ રીતે જોઈ શકાશે ઓસ્કર નોમિનેશન?દર્શકો ઓસ્કર નોમિનેશનને 1.30 કલાકે ABC પર નિહાળી શકશે. અમેરિકાની ચેનલ ABC પર ગુડ મોર્નિંગ 'અમેરિકા' કાર્યક્રમમાં પ્રસારિત કરવામાં આવશે. બેસ્ટ ફિલ્મ નોમિનેશનની જાહેરાત સૌથી અંતમાં કરવામાં આવી શકે છે.આ યાદીમાં નોમિનેશનની થશે જાહેરાતબેસ્ટ એકટર ઈન અ સપોર્ટિંગ રોલબેસ્ટ એક્ટ્રેસ ઈન સપોર્ટિંગ રોલબેસ્ટ લાઈવ એકશન શોર્ટ ફિલ્મબેસ્ટ કોસ્ટ્યૂમ ડિઝાઈનબેસ્ટ મ્યૂઝિક બેસ્ટ સાઉન્ડબેસ્ટ ઓરિજનલ સ્ક્રીનપ્લેબેસ્ટ એડોપ્ટેડ સ્ક્રીનપ્લેબેસ્ટ એકટર બેસ્ટ એક્ટ્રેસબેસ્ટ ફિલ્મભારતની આ ફિલ્મો પર નજરઆ વર્ષે યોજાનાર ઓસ્કર એવોર્ડસ માટે ભારતની 14 ફિલ્મોને શોર્ટ લિસ્ટ કરવામાં આવી છે. વિદ્યા બાલનની શેરની અને વિકી કૌશલની સરદાર ઉદ્મસિંહ આ બંને હિન્દી ફિલ્મો ઓસ્કર નોમિનેશન્સમાં સામેલ છે. આ સિવાય કેટલીક સાઉથની ફિલ્મો પણ લિસ્ટમાં સામેલ છે. રિજનલ ફિલ્મોની વાત કરીએ તો યોગી બાબુ મંડેલાની મલયાલમફિલ્મ 'નયટ્ટૂ' લિસ્ટમાં સામેલ છે.