યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી હવે રશિયા તરફના પોતાના વલણમાં નરમ પડયા છે. તેમણે કહ્યું હતું કેNATOમાં સામેલ થવાનો મુદ્દો તેમણે છોડ઼ી દીધો છે કારણ કે તેમાં સામેલ દેશો રશિયા સાથે અથડામણ કરતા ડરી રહ્યા છે. ઝેલેન્સ્કી રશિયા સામે નરમ પડયાયુક્રેન પર રશિયાએ કરેલા આક્રમણમાં એક મોટુ કારણ એ પણ છે કે યુક્રેનની યુરોપીય દેશોના સૈન્ય સંગઠ NATOમાં સામેલ હોવાની તીવ્ર ઇચ્છા હતી પણ હવે યુક્રેન હવે આ ઇચ્છા છોડી ચુકયું હોય તેવું લાગી રહ્યું છે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું છે કે તેઓ યુક્રેન NATOમાં સામેલ થાય તેના પર હવે વધુ ભાર આપી રહ્યા નથી. તેમણે એમ પણ કહ્યું કે, રશિયા દ્વારા માન્યતા અપાયેલા યુક્રેનના બે અલગાંવવાદી વિસ્તારો દોનેત્સ્ક અને લુંહાસ્ક પર પણ તે સમજૂતી કરવા તૈયાર છે. ઉલ્લેખનિય છે કે પુતિને આક્રમણ પહેલાં યુક્રેનના આ બે વિસ્તારોને સ્વતંત્ર જાહેર કર્યા હતા. ઝેલેન્સ્કીએ એક ઇન્ટરવ્યુમાં NATO, પુતિન અને રશિયા દ્વારા માન્યતા અપાયેલા બે વિસ્તારો સહિતના મુદ્દા પર વાત કરી હતી અને આ ઇન્ટરવ્યું જોતા લાગે છે કે ઝેલેન્સ્કી રશિયા સામે નરમ પડયા છે. NATO સંદર્ભે અપાયેલું નિવેદન ખુબ જ મહત્વનુંતેમણે સ્પષ્ટ કર્યું હતું કે તે હવે આ વાત પર બહું ધ્યાન આપતા નથી કે યુક્રેન NATOમાં સામેલ થાય. તેમણે NATO સામે નારાજગી પ્રગટ કરતાં કહ્યું હતું કે મને હવે સમજાયુ છે કે NATO તેમને ગઠબંધનમાં સામેલ કરવા માંગતું નથી. જયારે તેમને આ વાત સમજાઇ ત્યારે તેમણે હવે આ મુદ્દો છોડી દીધો છે. NATO વિવાદીત ચીજો અને અથડામણથી ખુબ જ ડરે છે. તેમણે એમ પણ કહ્યું કે, તેઓ એવા દેશના રાષ્ટ્રપતિ બનવા માંગતા નથી , જે ઘૂંટણો ટેકવી ભીખ માંગે છે. યુક્રેનના રાષ્ટ્રપતિનું NATO સંદર્ભે અપાયેલું નિવેદન ખુબ જ મહત્વનું માનવામાં આવે છે કારણ કે મોટી સમસ્યા યુક્રેન NATOમાં સામેલ થાય તે જ રહી છે.