યુક્રેનની રાજધાની કીવના નાગરિકોને ચેતવણીતો બીજી તરફ રશિયા દ્વારા યુક્રેનની રાજધાની કીવના નાગરિકોને શહેર છોડી દેવા માટેની ચેતવણી આપવામાં આવી છે. જેનો અર્થ એવો થાય છે કે આજે રાત્રે રશિયા દ્વારા યુક્રેન પર વધાારે આક્રમક હુમલાઓ કરવામાં આવી શકે છે.ખારકીવમાં રશિયાનો મિસાઇલ એટેક, અનેક લોકોના મોતરશિયાએ ફરી એક વખત યુક્રેનના બીજા નંબરના મોટા શહેર ખારકીવ પર હુમલો કર્યો છે. રશિયાએ કરેલા મિસાઇલ એટેકમા એક હોસ્પિટલ તબાહ થઇ છે. આ સાથે જ અનેક લોકોના મોત અને અનેક લોકો ઘાયલ થયાની શક્યતા પણ છે. રશિયા દ્વારા હવે યુક્રેનના રહેણાંક વિસ્તારો પર હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. EUના સભ્યપદ માટેની યુક્રેનની અરજી સ્વીકારાઇયુરોપિયન સંસદે યુક્રેનને યુરોપિયન યુનિયનમાં જોડાવા માટેની મંજૂરી આપી છે. યુરોપિયન યુનિયને સભ્યપદ માટે યુક્રેન દ્વારા કરાયેલી અરજી સ્વીકારી લીધી છે.હવે આ પ્રસ્તાવ ઉપર વોટિંગ કરવામાં આવશે.રશિયાને યુએનએસસીમાંથી બહાર કાઢવામાં આવી શકે છેયુક્રેન પર હુમલાને કારણે પશ્ચિમી દેશોના સતત પ્રતિબંધોનો સામનો કરી રહેલા રશિયાને ટૂંક સમયમાં વધુ એક મોટો ઝટકો લાગી શકે છે. બ્રિટને કહ્યું છે કે રશિયાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માંથી બહાર કરવામાં આવે તે મોટો વિકલ્પ હોઇ શકે.યુરોપિયન સંસદમાં જેલેંસ્કીનું સંબોધનયુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સકીએ યુરોપિયન સંસદમાં કહ્યું કે, અમે અમારા શ્રેષ્ઠ અને મજબૂત લોકોને ગુમાવી રહ્યા છીએ. યુક્રેનના લોકો તેમની માતૃભૂમિ અને તેમની આઝાદી માટે લડી રહ્યા છે. આપણા દેશ અને આપણી સ્વતંત્રતામાં કોઈ દખલ નહીં કરે. અમે યુક્રેનિયવાસી છીએ, અમે મજબૂત છીએ. જેલેન્સકીએ કહ્યું કે યુરોપિયન સંસદે દરેક કિંમતે સાબિત કરવું પડશે કે તે યુક્રેન સાથે છે. તેણે કહ્યું કે તમારા વિના યુક્રેન એકલું પડી જશે. અમે અમારી તાકાત સાબિત કરી છે. અમે તમારા જેવા જ છીએ. તો સાબિત કરો કે તમે અમારી સાથે છો. સાબિત કરો કે તમે અમને એકલા નહીં છોડો. સાબિત કરો કે તમે ખરેખર યુરોપિયન છો અને મૃત્યુ પર જીવનનો અને અંધકાર પર પ્રકાશનો વિજય થશે. જેલેન્સકીએ યુરોપિયન સંસદમાં પોતાના સંબોધનમાં કહ્યું કે હું કોઈ સ્ક્રિપ્ટ નથી વાંચી રહ્યો કારણ કે યુક્રેન માટે સ્ક્રિપ્ટનો તબક્કો પૂરો થઈ ગયો છે. હવે અમે જીવન અને મૃત્યુનો સામનો કરી રહ્યા છીએ. અમે અમારા બાળકોને જીવતા જોવા માંગીએ છીએ. અમે અમારી જાતને બચાવવા માટે લડી રહ્યા છીએ. અમે યુરોપના સભ્ય બનવા માટે લડી રહ્યા છીએ. સંબોધન પૂરું થયા બાદ યુરોપિયન સંસદના સભ્યોએ તેમને સ્ટેન્ડિંગ ઓવેએશન આપ્યું હતું.