રશિય યુક્રેન વચ્ચે શરુ થયેલા યુદ્ધનો આજે નવમો દિવસ છે. સતત નવ દિવસથી રશિયા દ્વારા યુક્રેનને ધમરોળવામાં આવી રહ્યું છે. યુક્રેનના અનેક શહેરમાં રશિયન સેનાએ કબ્જો કર્યાના દાવા કરવામાં આવી રહ્યા છે. તો સામે પક્ષે યુકરેન દ્વારા પણ સેંકડો રશિયન સનિકો માર્યાનો દાવો કરાઇ રહ્યો છે. આ તમામ પરિસ્થિતિ વચ્ચે ભારત દ્વારા યુક્રેનમાં ફસાયેલા લોકોના રેસ્ક્યુ માટે ઓપરેશન ગંગા ચલાવવામાં આવી રહ્યું છે. એવા પણ સમાચાર છે કે રશિયન સેના દ્વારા યુક્રેનના પરમાણુ પ્લાન્ટ પર કબ્જો કરવામાં આવ્યો છે. ત્યારે જણો રશિયા યુક્રેન યુદ્ધ સાથે જોડાયેલી દરેક અપડેટ...પુતિને પાડોશી દેશોને ચેતવણી આપીરશિયાના રાષ્ટ્રપતિ પુતિને તેમના પડોશીઓને ચેતવણી આપી છે કે તેઓ રશિયા પર વધુ પ્રતિબંધો લાદીને પરિસ્થિતિને વધુ બગાડે નહીં. પુતિને કહ્યું કે અમારા પડોશીઓ પ્રત્યે અમારો કોઈ ખરાબ ઈરાદો નથી. હું તેમને સલાહ આપીશ કે પરિસ્થિતિ વધુ ન બગડે અને કોઈ નિયંત્રણો લાદવામાં ન આવે. ન્યૂક્લિઅર રિએક્ટર પર રશિયાના હુમલામાં ત્રણ યુક્રેની સૈનિકના મોતરશિયા દ્વારા ન્યુક્લિઅર રિએક્ટર પર કરાયેલા હુમલામાં ત્રણ યુક્રેની સૈનિકોના મોત થયા છે, જ્યારે બે સૈનિકો ઘાયલ થયા છે. આ માહિતિ યુક્રેનની પરમાણુ કંપની દ્વારા આપવામાં આવી છે. યુક્રેને દાવો કર્યો છે કે પરમાણુ પ્લાન્ટમાં આગ લાગી હતી અને રશિયન બોમ્બમારાથી વિસ્ફોટ પણ થયો હતો.ખારકીવમાં ફરી એક વખત રહેણાંક વિસ્તારમાં ગોળીબારીરશિયાએ ફરી એક વખત યુક્રેનના ખારકીવ શહેરમાં રહેણાંક વિસ્તાર પર ગોળીબાર કર્યો છે. યુક્રેનના બીજા નંબરના સોથી મોટા શહેર ખારકીવમાં આવેલી રહેણાંક ઇમારતો પર રશિયન સેના દ્વારા ગોળીબાર કરાયો છે. જેની તસવીરો પણ સામે આવી છે.બ્રિટનમાં યુક્રેનના શરણાર્થીઓની સંખ્યામાં સતત વધારોબ્રિટનના ઇમિગ્રેશન મિનિસ્ટર કેવિન ફોસ્ટરે યુક્રેનના શરણાર્થીઓની વધતા સંકટ અંગે સંસદીય સમિતિ સમક્ષ હાજર થવાનો ઇનકાર કર્યો છે. ગૃહ બાબતોની સમિતિએ તેમને પરિસ્થિતિની તાકીદને ધ્યાનમાં લઈને પુનર્વિચાર કરવા વિનંતી કરી છે. એક અંદાજ પ્રમાણે યુક્રેનમાં સંઘર્ષને કારણે લગભગ 10 લાખ લોકો વિસ્થાપિત થયા છે.અનેક આંતરરાષ્ટ્રીય મીડિયા પર રશિયાનો પ્રતિબંધરશિયાના કોમ્યુનિકેશન વોચડોગએ બીબીસી, વોઇસ ઓફ અમેરિકા, રેડિયો ફ્રી યુરોપ/રેડિયા લિબર્ટી સહિત અનેક વિદેશી સમાચાર સંસ્થાઓની વેબસાઈટપર પ્રતિબંધ મૂક્યો છે. રશિયાએ કહ્યું છે કે યુક્રેન પર રિપોર્ટિંગ વખતે આ સંગઠનો દ્વારા ખોટી માહિતી ફેલાવવામાં આવીી છે. જેથી આ નિર્ણય લેવામાંઆવ્યો છે. રશિયામાં સેના વિશે ખોટા સમાચર ફેલાવનારને સજાયુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે રશિયા દ્વારા નવો કાયદો પસાર કરવામાં આવ્યો છે. જે પ્રમાણે હવે જો સૈન્ય કાર્યવાહી કે પછી સેના વિશેના કોઇએ પણ ખોટા સમાચાર ફેલાવ્યા તો 15 વર્ષની સજા કરવામાં આવશે. આવું કરનાર વ્યક્તિએ 15 વર્ષ જેલમાં વિતાવવા પડશે.