સતત ચાર દિવસના યુદ્ધ બાદ પણ રશિયા અને યુક્રેન વચ્ચે સમાધાનની કોઇ શક્યતા દેખાાતી નથી. એક તરફ યુક્રેન દ્વારા રશિયાના આક્રમણનો યુદ્ધના મેદાનમાં જોરદાર જવાબ આપવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ યુક્રેન હવે રશિયા સામે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર પણ અવાજ ઉઠાવી રહ્યું છે. આ જ કડીમાં યુક્રેન દ્વારા એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. યુક્રેને પોતાની સંપ્રભુતા અને અખંડતા ઉપર હુમલો કરવા બદલ રશિયા વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય કોર્ટ (International Court of Justice)ના દરવાજા ખઠખડાવ્યા છે.Ukraine has submitted its application against Russia to the ICJ. Russia must be held accountable for manipulating the notion of genocide to justify aggression. We request an urgent decision ordering Russia to cease military activity now and expect trials to start next week.— Володимир Зеленський (@ZelenskyyUa) February 27, 2022 ‘રશિયા દ્વારા યુક્રનમાં નરસંહાર’યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કી દ્વારા ટ્વિટ વડે આ વાતની માહિતિ આપવામાં આવી છે. તેમણે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે ‘યુક્રેને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં રશિયા વિરુદ્ધ અરજી કરી છે. રશિયાને તેણે કરેલા નરસંહાર માટે જવાબદાર ગણવામાં આવે. ઉપરાંત રશિયા સતત પોતના હુમલાઓને વ્યજબી ગણાવવા માટે વિવિધ તર્કો આપી રહ્યું છે. અમે વિનંતી કરીએ છીએ કે આ અરજી પર તાત્કાલિક સુનવણી કરવામાં આવે અને રશિયાને અત્યારે પોતાની સૈન્ય કાર્યવાહી બંધ કરવાના આદેશ આપવામાં આવે.’‘રશિયાને યુએનની સુરક્ષા પરિષદમાંથી બહાર કરો’આ પહેલા જેલેંસ્કી દ્વારા રશિયાને સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાંથી બહાર કરવાની અપીલ કરાઇ હતી. રવિવારે જાહેર કરેલા એક વીડયોમાં તેમણે કહ્યું હતું કે ‘તેમના દેશ પર આક્રમણ માટે રશિયાને સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાંથી બહાર કરવું જોઇએ. યુક્રેન પર રશિયા દ્વારા કરાયેલો હુમલો નરસંહારની દિશામાં ભરાયેલ પગલું છે. રશિયાએ ખરાબ રસ્તાને પસંદ કર્યો છે અને દુનિયાએ તેને સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાંથી બહાર કરી દેવું જોઇએ.’અમેરિકા અને યુરોપિયન દેશોના રશિયા પર પ્રતિબંધોતો આ તરફ અમેરિકા અને યુરોપિયન દેશોએ રશિયા પર વિવિધ પ્રતિબંધો લગાવવાનું શરુ કરી દીધું છે. આ દેશોએ આંતરરાષ્ટ્રીય બેંકિંગ ઓપરેટિંગ સિસ્ટમ SWIFTમાંથી રશિયાને બહાર કરવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત અમેરિકાએ યુક્રેનને 350 મિલિયન ડોલરની સૈન્ય સહાય આપવાનો નિર્ણય કર્યો છે. જર્મની યુક્રેનને એક હજાર એન્ટી ટેન્ક હથિયાર અને 500 સ્ટિંગર મિસાઈલ આપશે. રશિયાએ પડોશી દેશ બેલારુસમાં યુક્રેનને સામાધાનની અને વાતચીતની પણ ઓફર કરી છે. જો કે યુક્રેનના રાષ્ટ્રપતિએ આ ઓફર ઠુકરાવી દીધી છે. તેમનું કહેવું છે કે જ્યાંથી તેમના દેશ પર હુમલો થયો છે ત્યાં તેઓ રશિયા સાથે વાત નહીં કરે.