Zohran Mamdani ની ટીમના મહત્વના સભ્યનું રાજીનામું, જૂની કરતૂત ભારે પડી
- મમદાનીના એપોઇન્ટમેન્ટ ડિરેક્ટર તરીકે કેથરિન અલ્મોન્ટે દા કોસ્ટાની નિમણૂંક વિવાદમાં
- નિમણૂંક બાદ તેણીની જૂની સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થતા માહોલ ગરમાયો
- આખરે વિવાદ વકરતા તેણીએ રાજીનામું ધરી દીધું
Zohran Mamdani Director Of Appointment Resign : ન્યૂ યોર્કના મેયર ઝોહરાન મમદાનીની ટીમના મુખ્ય સભ્ય કેથરિન અલ્મોન્ટે દા કોસ્ટાએ તાજેતરમાં રાજીનામું આપ્યું છે. હાલમાં જ કેથરિનને ઝોહરાન મમદાનીના એપોઇન્ટમેન્ટ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમની નિયુક્તિના ગણતરીના કલાકોમાં જ તેમણે રાજીનામું ધરી દીધું છે. જેને પગલે અનેક ચર્ચાઓ ચાલી રહી છે.
સમુદાયને પૈસાના ભૂખ્યા તરીકે વર્ણવ્યો
કેથરિન અલ્મોન્ટે દા કોસ્ટાના રાજીનામાનું કારણ તેમની કેટલીક જૂની સોશિયલ મીડિયા પોસ્ટ્સ છે, તેઓ મમદાનીના એપોઇન્ટમેન્ટ ડિરેક્ટર બન્યા પછી સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ હતી. અગાઉ કેથરિન અલ્મોન્ટે દા કોસ્ટાએ યહૂદી સમુદાયને "પૈસાના ભૂખ્યા" અને "ડુક્કર" તરીકે ઉલ્લેખ કર્યો હતો. જે અંગે તેમની પોસ્ટ્સના કારણે ઓનલાઈન યહૂદી વિરોધી ટિપ્પણીઓની શ્રેણીબદ્ધ રીતે શરૂ થઈ હતી.
ADL એ મમદાનીની ટીમને પ્રશ્નો પૂછ્યા
કેથરિન અલ્મોન્ટે દા કોસ્ટાની જૂની સોશિયલ મીડિયા પોસ્ટ્સ ફરી સામે આવ્યા પછી, એન્ટિ-ડેફેમેશન લીગ ઓફ ન્યૂ યોર્ક એન્ડ ન્યુ જર્સી (ADL) એ ગુરુવારે નવા ચૂંટાયેલા મેયર મમદાનીની ટીમ પાસેથી માહિતી માંગતા પુછ્યું કે, શું તેઓ કેથરિન અલ્મોન્ટે દા કોસ્ટાની યહૂદી વિરોધી પોસ્ટ્સથી વાકેફ હતા, કે કેમ. આ પછી, કેથરિનએ પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું.
2011- 12 માં ટ્વીટ કરવામાં આવ્યા હતા
ADL એ ટ્વીટર X પરની પોસ્ટમાં ખુલાસો કર્યો કે, દા કોસ્ટાએ 2011 અને 2012 માં દ્વેષપૂર્ણ ઘણી પોસ્ટ્સ કરી હતી. જાન્યુઆરી 2011 માં કરેલી એક પોસ્ટમાં, દા કોસ્ટાએ યહૂદી સમુદાયને "પૈસાના ભૂખ્યા યહૂદીઓ" તરીકે ઓળખાવ્યા હતા. તે વર્ષના જૂનમાં, કોસ્ટાએ લખ્યું, "વાહ! આજે મને ટોચના કાર્યાલયમાં બઢતી મળી! આ શ્રીમંત યહૂદી લોકો સાથે કામ કરવાનું મળ્યું." જૂન 2012 માં, કોસ્ટાએ લખ્યું, "ધ ફાર રોકવે ટ્રેન એ યહૂદી ટ્રેન છે." આ પોસ્ટ્સ ગુરુવાર બપોર સુધી તેના એકાઉન્ટ પર રહી, ત્યારબાદ દા કોસ્ટાએ તેને ડિલીટ કરી દીધી હતી.
ટ્વીટર પર ADL ની પોસ્ટ
એકાઉન્ટ ડિલીટ કરતા પહેલા, ADL એ પૂછ્યું કે શું મામદાનીની ટીમ આરોપોથી વાકેફ છે, શું તેને માફ કરવામાં આવી છે, અને ભવિષ્યમાં તે આવા સંદેશાઓનો કેવી રીતે જવાબ આપશે. X પરની તેની પોસ્ટમાં, ADL એ લખ્યું, "તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાં એક દાયકા કરતાં વધુ જૂની પોસ્ટ્સ છે, જે તેમની યહૂદી વિરોધી માનસિકતા દર્શાવે છે. તેમની પોસ્ટ્સ યહૂદી સમુદાયને બદનામ કરે છે."
આ પણ વાંચો ------ દુબઈમાં વરસાદી માહોલ વચ્ચે બુર્જ ખલીફા પર પડી વીજળી, જુઓ Viral Video


