Indo-Pak નું આગામી ઘર્ષણ હશે વધુ ખતરનાક, ટ્રમ્પના જશ ખાંટવાથી મુશ્કેલી વધી!
. મે-2025ના સંઘર્ષને 'નોન-કોન્ટેક્ટ' યુદ્ધ ગણાવવામાં આવ્યું, જેમાં મિસાઈલ અને ડ્રોનનો ઉપયોગ થયો હતો
. ટ્રમ્પના યુદ્ધવિરામના દાવાઓએ ભારતને અસહજ કર્યું છે, જે ભવિષ્યમાં અમેરિકાની મધ્યસ્થતા પર અસર કરી શકે છે
. સિંધુ જળ સંધિમાં ભારતના કડક વલણને પાકિસ્તાને યુદ્ધની કાર્યવાહી ગણાવી છે, જે આગામી ટકરાવનું મુખ્ય કારણ બની શકે છે
India Pakistan News: ભારત (India) ના ઓપરેશન સિંદૂર (Operation Sindoor) નું એક વર્ષ પૂર્ણ થયું છે. આ દિવસે ભારતે પાકિસ્તાન (Pakistan) અને પીઓકે (POK) માં આતંકવાદીઓ (Terrorists) ના 9 ઠેકાણાઓ પર ચોક્કસાઈપૂર્વક હુમલા કર્યા હતા. તેના પછી બંને દેશ લગભગ 4 દિવસ સુધી ઘર્ષણમાં રહ્યા હતા. તે દરમિયાન ભારતે પાકિસ્તાનના 11 એરબેઝ (Airbase) પર સટીક હુમલા કર્યા હતા.
પાકિસ્તાને આ દરમિયાન ભારત પર લગભગ 1000 ડ્રોન (Drones) અને મિસાઈલો (Missile) થી હુમલા કર્યા હતા, જેને ભારતની મલ્ટી લેયર્ડ એર ડિફેન્સ સિસ્ટમે રોકી દીધા હતા. આ ઘર્ષણના એક વર્ષ વીતવા પર ઘણાં પ્રકારના એક્સપર્ટ ઓપિનિયન લખાઈ રહ્યા છે. મંગળવારે વોશિંગ્ટન પોસ્ટમાં લખવામાં આવ્યું કે દુનિયા કદાચ ભારત અને પાકિસ્તાન વચ્ચે ગત વર્ષ થયેલા સંઘર્ષને ઓછો આંકી રહ્યું છે.
અખબારે લખ્યું છે કે તમે સમજી શકો છો કે દુનિયાનો માહોલ કેટલો અરાજક છે. જ્યારે આપણે બે વિરોધી પરમાણુ શક્તિઓનીવચ્ચે થયેલી એક સીધી લડાઈની પહેલી વરસીની નજીક પહોંચી રહ્યું છે અને ઘણાં ઓછા અમેરિકીઓને આ યાદ છે.
અખબારે આગળ કહ્યુ છે કે એક વધુ સંકટ કદાચ આ વાતનો સવાલ નથી કે આ થશે કે નહીં, પરંતુ એ વાતનો છે કે આ ક્યારે થશે. તંત્રીલેખમાં મે-2025ના ટકરાવને નોન-કોન્ટેક્ટ એટલે કે સીધા સંપર્ક વગરના યુદ્ધનું નવું સ્વરૂપ ગણાવ્યું છે, જેમાં જમીની હુમલા વગર મિસાઈલો, ડ્રોનો અને હવાઈ શક્તિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
#WATCH | Gandhinagar, Gujarat: On the occasion of one-year anniversary of Operation Sindoor, former Vice Chief of the Air Staff, Air Marshal Sujeet Pushpakar Dharkar (Retd), says, “Once the scope of the operation widened, the Pakistan Air Force also came into the game. There were… pic.twitter.com/XqvEzFQQGd
— ANI (@ANI) May 6, 2026
આ પણ વાંચો : Bengal - Assam ની મુસ્લિમ પટ્ટીમાં સમેટાઈ TMC - કૉંગ્રેસ, તુષ્ટિકરણ પોલિટિક્સનો નરેટિવ મજબૂત બન્યો
ભારત-પાકિસ્તાન (India - Pakistan) નું આગામી યુદ્ધ હશે ખતરનાક
વોશિંગ્ટન પોસ્ટ (Washington Post) એ ચેતવણી આપી છે કે હવે બંને પક્ષ એ માની શકે છે કે તેઓ પરમાણુ યુદ્ધ (Nuclear War) ભડકાવ્યા વગર એક મર્યાદીત પરંપરાગત યુદ્ધ લડી શકે છે અને આ એક એવો નિષ્કર્ષ હોઈ શકે છે જે ખતરનાકપણે ખોટો સાબિત થાય. તેના સિવાય વોશિંગ્ટન પોસ્ટે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ના તબક્કામાં બદલાતી કૂટનીતિક સ્થિતિઓ તરફ પણ ઈશારો કર્યો. તેમાં લખવામાં આવ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પે વારંવાર યુદ્ધવિરામમાં પોતાની ભૂમિકાને લઈને દાવા કર્યા છે, જ્યારે તેમના આ દાવાએ ભારતને અસહજ કર્યું છે. તંત્રીલેખમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય રાજનીતિક સંસ્કૃતિમાં સ્વતંત્રતા અને સાર્વભૌમતાની ઊંડી ભાવના બેહદ મહત્ત્વપૂર્ણ છે. તેમાં ચેતવણીઆપતા કહેવામાં આવ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પનો વારંવાર દાવો કરવો અને ભારતની સાથે તાજેતરના તણાવપૂર્ણ સંબંધ, ભવિષ્યા કોઈ સંકટમમાં મધ્યસ્થતા કરવાની વૉશિંગ્ટનની ક્ષમતાને પ્રભાવિત કરી શકે છે.
આ સિવાય અમેરિકન કૉંગ્રેસની રિસર્ચ વિંગ કોંગ્રેસનલ રિસર્ચ સર્વિસ (CRS) ના એક ગત રિપોર્ટમાં વધુ એક સંભવિત ટકરાવના બિંદુમાં સિંધુ જળ સંધિ તરફ પણ ધ્યાન દોરવામાં આવ્યું. CRS એ કહ્યુ છે કે ભારત સરકારે 1960ની સિંધુ જળ સંધિને સસ્પેન્ડ કરીને પાકિસ્તાનને જવાબ આપ્યો. ઈસ્લામાબાદ પાણીને અત્યંત મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રીય હિત માને છે અને તેણે ચેતવણી આપી છે કે પાણીના વહેણને રોકવાનો કોઈપણ પ્રયાસ યુદ્ધની કાર્યવાહી માનવામાં આવશે.
#WATCH | Delhi | On one year of Operation Sindoor, Air Marshal Dilip Kumar Patnaik (Retd.) says, “…It is a prime example of the Air Force’s training and capabilities given by the predecessors. It was a combination of political leadership and senior Armed Forces direction to the… pic.twitter.com/DYYypHsYVJ
— ANI (@ANI) May 6, 2026
આ પણ વાંચો : મહુઆ ભાભી માટે ઢાકામાં સાડીનો શૉ રુમ ખોલાવો: નિશિકાંત દુબેનો TMC MP પર કટાક્ષ
શું પાણીને લઈને થશે આગામી યુદ્ધ?
આશ્ચર્યની વાત એ છે કે મોટાભાગે અમેરિકન એક્સપર્ટ્સ પાકિસ્તાન તરફથી વર્ષોથી ફેલાયેલા આતંકવાદ (Terrorism) પર વાત કરી રહ્યા નથી. પાકિસ્તાન લગભગ 80 ટકા કૃષિ સિંધુ બેસિન (Sindhu Basin) પર નિર્ભર હોવાને કારણે વિશ્લેષકોનું કહેવું છે કે પાણીને લઈને તણાવ સૈન્ય ટકરાવના તણવાને વધારવાનો સમાંતર રસ્તો બની શકે છે. પર્યાવરણીય જોખમ પણ સેન્ટર ફોર સ્ટ્રેટજિક એન્ડ કન્ટેમ્પરરી રિસર્ચ (CSCR) ના તાજેતરના રિપોર્ટનો મુખ્ય વિષય હતો જેમાં એ તર્ક આપવામાં આવ્યો છે કે સંઘર્ષનું પરિણામ યુદ્ધના મેદાનથી ઘણે આગળ સુધી ફેલાય છે.
#WATCH | Delhi | On the first anniversary of Operation Sindoor, Maj. Gen. Dhruv C Katoch (Retd.) says, “...many significant changes have taken place since then. I think the most significant change is really in the way we look at terrorism and how we react to terrorist acts. I… pic.twitter.com/cPH2adSCe3
— ANI (@ANI) May 6, 2026
ફોરેન અફેર્સમાં અમેરિકાના સ્ટ્રેટજિસ્ટ એલિઝાબેથ થ્રેલકેલ્ડ (Elizabeth Threlkeld) એ લખ્યું છે કે ભારત અને પાકિસ્તાન ગત સંઘર્ષ બાદ પોતાની ખામીઓને ભરવા માટે સતત કામ કરી રહ્યા છે. તેમણે લખ્યું છે કે ભારત અને પાકિસ્તાન પહેલેથી જ ગત સંઘર્ષનો ઉપયોગ એ ખામીઓને ઓળખવા માટે કરી રહ્યા છે, જેને ભરવાનો છે અને ફરીથી લડાઈ થાય તેવી સ્થિતિમાં આ લાભને ખાંટવા માટે ઉપયોગ થઈ રહ્યો છે. તેમણે ચેતવણી આપી છે કે આગામી વખતે વોશિંગ્ટનને પ્રભાવીપણે પ્રતિક્રિયા આપવામાં મુશ્કેલી થઈ શકે છે, ખાસ કરીને નવી દિલ્હીની સાથે હાલના તણાવને જોતા આવી સ્થિતિ આવી શકે છે. તેમણે ચેતવણી આપી છે કે ઝડપથી બદલાતી અને અપરિચિત સંકટની સ્થિતિમાં વોશિંગ્ટનના તણાવને ઓછો કરવામાં સહાયતા પ્રદાન કરવામાં સંઘર્ષ કરવો પડે તેવી શક્યતા છે.
આ પણ વાંચો : ઈટાલીના PM Giorgia Meloni ની નકલી 'નગ્ન' તસ્વીરો વાયરલ!


