Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

વેનેઝુએલાના રાષ્ટ્રપતિ માદુરોએ ટ્રમ્પને આપેલી ચેલેન્જ ભારે પડી! વ્હાઇટ હાઉસે વીડિયો જાહેર કર્યો

વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને 'ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વ' હેઠળ યુએસ સ્પેશિયલ ફોર્સે કરાકાસમાં તેમના નિવાસસ્થાનેથી ઊંઘતા ઝડપી લીધા છે. ટ્રમ્પને 'હિંમત હોય તો પકડી જાવ' એવી ખુલ્લી ચેલેન્જ આપનારા માદુરોને હવે નાર્કો-ટેરરિઝમના આરોપસર ન્યૂયોર્કની જેલમાં રખાયા છે. વ્હાઇટ હાઉસે માદુરોની મજાક ઉડાવતો વીડિયો શેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થતા વૈશ્વિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
વેનેઝુએલાના રાષ્ટ્રપતિ  માદુરોએ ટ્રમ્પને આપેલી ચેલેન્જ ભારે પડી  વ્હાઇટ હાઉસે વીડિયો જાહેર કર્યો
Advertisement
  •  Maduro Challenge Trump :વેનેઝુએલાના રાષ્ટ્રપતિને ટ્રમ્પને આપેલી ધમકી ભારે પડી
  • રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ ડોનાલ્ડ ટ્રમ્પે આપી હતી ચેતવણી
  • ટ્રમ્પ હિંમત હોય તો મારા ઘરેથી પકડીને બતાવ : નિકોલસ માદુરો

વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને શનિવાર ના રોજ ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વના ભાગ રૂપે યુએસ સ્પેશિયલ ફોર્સ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. નિકોલસ માદુરોને ડ્રગ હેરફેરનો મોટો આરોપ લગાવીને તેમને ન્યૂ યોર્ક લઈ જવામાં આવ્યા હતા. જોકે, તેમની તાજેતરની ધરપકડના થોડા મહિના પહેલા વેનેઝુએલાના 63 વર્ષીય રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ ખુલ્લેઆમ (Maduro challenge to Donald Trump video) યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પડકાર ફેંક્યો હતો કે જો તેમની પાસે હિંમત હોય તો મીરાફ્લોરેસ રાષ્ટ્રપતિ મહેલમાં આવીને તેમને પકડો.આ ચેતવણી અમેરિકી રાષ્ટ્રપતિએ સ્વીકારી લીધી અને તેમના સુરક્ષા કવચમાંથી કાઢીને નિકોલસ માદુરોને અમેરિકાને લઇ ગયા છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

ટ્રમ્પને આ ધમકી આપી હતી

નોંધનીય છે કે અમેરિકાએ માદુરોની ધરપકડ તરફ દોરી જતી માહિતી માટે ઓફર કરાયેલા ઈનામમાં વધારો કર્યો હતો. ઓગસ્ટમાં માદુરોએ એક ભાષણમાં ટ્રમ્પ તરફ ઈશારો કરતા કહ્યું હતું કે, "જો તમારી પાસે હિંમત હોય તો આવો અને મને પકડો. હું અહીં મીરાફ્લોરેસમાં રાહ જોઈશ. મોડું ન કરો, કાયર.

Advertisement

વ્હાઇટ હાઉસે વીડિયો અપલોડ કર્યો

 Maduro Challenge Trump : રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર અમેરિકાના વ્હાઇટ હાઉસ દ્વારા એક સનસનાટીભર્યો વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ખુલ્લેઆમ મજાક ઉડાવવામાં આવી છે. 61 સેકન્ડની આ વીડિયો ક્લિપમાં માદુરોએ ભૂતકાળમાં અમેરિકાને આપેલા પડકારો અને સામે પક્ષે અમેરિકાએ તેમને તથા તેમની પત્ની સિલિયા ફ્લોરેસને પકડવા માટે કેવી રીતે ઓપરેશન પાર પાડ્યું તેના દ્રશ્યો વણી લેવાયા છે. આ વીડિયોમાં ડોનાલ્ડ ટ્રમ્પની પ્રેસ બ્રીફિંગના અંશો પણ સામેલ છે. ખાસ વાત એ છે કે, સંરક્ષણ સચિવ પીટ હેગસેથને એવું કહેતા સાંભળી શકાય છે કે, "માદુરો પાસે તક હતી, પણ તેમણે ગુમાવી દીધી." હેગસેથનું આ નિવેદન હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યું છે.

Advertisement

અમેરિકી સેનાની કાર્યવાહી

 Maduro Challenge Trump : કરાકાસમાં યુએસ સ્પેશિયલ ફોર્સિસે (US Special Forces raid Caracas)  મધ્યરાત્રિએ શનિવારે વેનેઝુએલાની રાજધાની કરાકાસમાં એક એવું ઓપરેશન પાર પાડવામાં આવ્યું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. યુએસ સ્પેશિયલ ફોર્સિસે અત્યંત ગુપ્ત રીતે 'ફોર્ટ ટિયુના' લશ્કરી કમ્પાઉન્ડમાં ત્રાટકીને રાષ્ટ્રપતિ માદુરો અને તેમની પત્નીની ધરપકડ કરી લીધી હતી. રિપોર્ટ અનુસાર, જ્યારે અમેરિકન કમાન્ડોઝ ત્યાં પહોંચ્યા ત્યારે માદુરો દંપતી ગાઢ નિદ્રામાં હતું. ધરપકડ બાદ બંનેને તાત્કાલિક અમેરિકા લઈ જવામાં આવ્યા છે.

ગંભીર આરોપો અને હાલની સ્થિતિ નિકોલસ માદુરો અને તેમની પત્ની સિલિયા પર નાર્કો-ટેરરિઝમ (નશીલા પદાર્થો દ્વારા આતંકવાદ), અમેરિકામાં મોટા પાયે કોકેઈનની દાણચોરી અને ગેરકાયદેસર હથિયારો રાખવા જેવા ગંભીર ગુનાઓ હેઠળ કેસ નોંધાયો છે. હાલમાં આ હાઈ-પ્રોફાઈલ દંપતીને ન્યૂ યોર્કના બ્રુકલિનમાં આવેલા મેટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટરમાં કડક સુરક્ષા વચ્ચે રાખવામાં આવ્યા છે. આ ઘટનાએ સમગ્ર વિશ્વમાં રાજદ્વારી ગરમાવો લાવી દીધો છે.

આ પણ વાંચો: India stand on Venezuela: અમેરિકાની વેનેઝુએલા પરની કાર્યવાહી પર ભારતે આપી પ્રતિક્રિયા

Tags :
Advertisement

.

×