Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Maduro Statement US Court : વેનેઝુએલાના પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ આપ્યું મોટું નિવેદન!

વેનેઝુએલાના પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને ભારે સુરક્ષા વચ્ચે ન્યૂયોર્કની ફેડરલ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. ધરપકડ બાદ પ્રથમવાર મૌન તોડતા માદુરોએ પોતાની અટકાયતને 'અપહરણ' ગણાવી હતી. તેમની સામે નાર્કો-ટેરરિઝમ અને ડ્રગ્સની હેરાફેરીના ગંભીર આરોપો છે.આજે જાહેરમાં માદુરોએ નિવેદન આપ્યું છે.
maduro statement us court    વેનેઝુએલાના પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ આપ્યું મોટું નિવેદન
Advertisement
  •  Maduro Statement US Court : નિકોલસ માદુરોએ આપ્યું મોટું નિવેદન
  • નિકોલસ માદુરોએ ધરપકડ પર ઉઠાવ્યા સવાલ
  • મારૂં અપહરણ કરવામાં આવ્યું : પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો

વેનેઝુએલાના પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને સોમવારે ભારે સુરક્ષા વચ્ચે ન્યૂયોર્કની ફેડરલ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. અમેરિકાના એક મોટા સૈન્ય ઓપરેશનમાં પકડાયા બાદ માદુરોએ પ્રથમ વખત જાહેરમાં મૌન તોડ્યું છે. કોર્ટમાં રજૂ થતાની સાથે જ માદુરોએ પોતાની ધરપકડ સામે સવાલો ઉઠાવતા કહ્યું કે, "મારું અપહરણ કરવામાં આવ્યું હતું, પરંતુ હું એક સભ્ય વ્યક્તિ છું." માદુરોનું આ નિવેદન અત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બન્યું છે.

નિકોલસ માદુરોએ ધરપકડ પર ઉઠાવ્યા સવાલ

 Maduro Statement US Court : નોંધનીય છે કે  ન્યૂયોર્ક સિટીની ફેડરલ કોર્ટમાં અત્યારે માદુરો વિરુદ્ધ ગંભીર ફોજદારી આરોપો હેઠળ સુનાવણી શરૂ થવાની તૈયારીમાં છે. તેમની સામે નાર્કો-ટેરરિઝમ કાવતરું અને મોટા પાયે કોકેનની આયાત કરવા જેવા સંગીન આરોપો મૂકવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, શનિવારે વેનેઝુએલામાં અમેરિકાએ કરેલા ભીષણ હુમલા બાદ માદુરો અને તેમની પત્ની સિલિયા ફ્લોરેસની ધરપકડ કરવામાં આવી હતી, જેમને હાલ અમેરિકાની કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે.

Advertisement

ડોનાલ્ડ ટ્રમ્પે આપી ધમકી 

 Maduro Statement US Court : ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, "જો જરૂર પડશે તો અમે બીજા અને તેનાથી પણ મોટા હુમલા માટે તૈયાર છીએ." આ સાથે જ તેમણે એવો દાવો પણ કર્યો છે કે હવે વેનેઝુએલાનો સંપૂર્ણ અંકુશ અમેરિકાના હાથમાં છે.અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આક્રમક વલણ અપનાવતા સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, "જો જરૂર પડશે તો અમે વેનેઝુએલા પર બીજા અને તેનાથી પણ વધુ ભયાનક સૈન્ય હુમલા માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ." ટ્રમ્પે રવિવારે શ્રેણીબદ્ધ નિવેદનો દ્વારા દુનિયાને સંદેશ આપ્યો છે કે હવે વેનેઝુએલાનો સંપૂર્ણ અંકુશ અમેરિકાના હાથમાં છે અને ત્યાંની કાર્યકારી સરકારને પણ 'મોટી કિંમત' ચૂકવવા તૈયાર રહેવા જણાવ્યું છે. ટ્રમ્પના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે અમેરિકા હવે વેનેઝુએલામાં સત્તા પરિવર્તન અને સુરક્ષા વ્યવસ્થાને પોતાના સીધા નિયંત્રણ હેઠળ લેવા માટે મક્કમ છે, જેના કારણે દક્ષિણ અમેરિકાના રાજકારણમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે.

Advertisement

આ પણ વાંચો: સત્ય સાંઈ બાબાના ચરણોમાં પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ માદુરો ઝુકાવતા હતા શીશ! જાણો તેમની આધ્યાત્મિક કહાણી

Tags :
Advertisement

.

×