Nigeria Floods: ભયંકર પૂરને કારણે 88 લોકોના મોત, બંધ તૂટ્યા બાદ પરિસ્થિતિ વણસી
- નાઇજીરીયાના નાઇજર ભયંકર પૂર
- વરસાદ અને ડેમ તૂટવાથી ગંભીર પૂર
- રને કારણે ઓછામાં ઓછા 88 લોકો જીવ ગુમાવ્યો
Nigeria Floods : ગુરુવારે નાઇજીરીયાના નાઇજર રાજ્યના (Nigeria government)મોકવા નામના બજાર નગરમાં ભીષણ પૂરને કારણે ઓછામાં ઓછા 88 લોકોના મોત થયા છે. નાઇજર રાજ્યની રાજધાની મિન્નામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસના વડા હુસૈની ઇસાએ આ માહિતી આપી હતી.
મુશળધાર વરસાદ
ઇસાએ શુક્રવારે જણાવ્યું હતું કે રાહત અને બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે અને મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. અગાઉના અહેવાલોમાં મૃત્યુઆંક 20 હોવાનું જણાવાયું હતું. તેમણે કહ્યું, "આંકડો વધી રહ્યો છે. પરંતુ અત્યાર સુધીમાં 88 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. આ પૂર ઘણા કલાકો સુધી સતત મુશળધાર વરસાદને કારણે થયું હતું સ્થાનિક રહેવાસીઓ અને સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, નજીકના શહેરમાં સ્થિત એક ડેમ તૂટવાને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી.
Flood in Nigeria: Heavy rains caused severe flood in Mokwa, Niger State, submerging over 50 homes, 21 people confirmed dead, with many still missing & rescue efforts are ongoing.#heavyrain Mapitsi #ItsGivingNeat Heavy K #NigeriaFloods @T_Ogunwumi @PeakNewspaper @RenderNature pic.twitter.com/OyTxWd5UxK
— Africa Affair Journal (@AffairAfrica) May 30, 2025
આ પણ વાંચો -વિઝા સસ્પેન્શન મામલે શું ટ્રમ્પ વહીવટીતંત્રએ લીધો U-Turn?
આજીવિકાને ગંભીર અસર
મોકવા એક મુખ્ય વેપાર કેન્દ્ર છે, જ્યાં દેશના દક્ષિણ ભાગના વેપારીઓ અને ઉત્તર ભાગના ખેડૂતો ભેગા થાય છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં, આવી જ ઘટના બની હતી જ્યારે નાઇજીરીયાના ઉત્તરપૂર્વીય મિદુગુરી ક્ષેત્રમાં ભારે વરસાદ અને ડેમ તૂટવાથી ગંભીર પૂર આવ્યું હતું. તે સમયે ઓછામાં ઓછા 30 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને લાખો લોકો બેઘર થઈ ગયા હતા.બોકો હરામ બળવાને કારણે આ પ્રદેશ પહેલાથી જ માનવતાવાદી કટોકટીનો સામનો કરી રહ્યો હતો.નાઇજીરીયા ઘણીવાર મોસમી પૂરનો સામનો કરે છે, ખાસ કરીને નાઇજર અને બેનુ નદીઓના કિનારે આવેલા વિસ્તારોમાં. આ પૂર સ્થાનિક સમુદાયોના જીવન અને આજીવિકાને ગંભીર અસર કરે છે.
આ પણ વાંચો -South Korean નેવીનું પેટ્રોલિંગ એરક્રાફ્ટ ક્રેશ, ચાર લોકો સવાર હતા, સામે આવ્યો Video
નાઇજીરીયામાં પૂરનો
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આવી જ એક ઘટના પ્રકાશમાં આવી હતી જ્યારે ઉત્તરપૂર્વીય નાઇજીરીયાના માદુગુરીમાં ભારે વરસાદ અને ડેમ તૂટવાથી 30 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને લાખો લોકો બેઘર બન્યા હતા. તે ઘટનાએ પહેલાથી જ ચાલી રહેલા 'બોકો હરામ' સંકટને વધુ વકરી હતી.નાઇજીરીયામાં વરસાદની ઋતુમાં વારંવાર પૂર આવે છે, ખાસ કરીને નાઇજર અને બેનુ નદીના કિનારે આવેલા વિસ્તારોમાં. સરકાર દ્વારા રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે, પરંતુ સ્થાનિક લોકોને હજુ પણ મદદની સખત જરૂર છે.