41 દેશોના નાગરિકોની અમેરિકામાં No Entry, ટ્રમ્પ લાવી રહ્યા છે નવો આદેશ
- નાલ્ડ ટ્રમ્પની ફરી એકવાર દેશમાં ટ્રાવેલ બેન લગાવવાની તૈયારી
- અમેરિકા 41 દેશો પર ટ્રાવેલ બેન લાદી શકે છે
- ટ્રમ્પ પ્રશાસન આ નવા ટ્રાવેલ બેનને મંજૂરી આપશે
Trump's new order : અમેરિકાના રાષ્ટ્રપતિની ગાદી સંભાળ્યા બાદથી ડોનાલ્ડ ટ્રમ્પ સતત ઘણા મોટા નિર્ણયો લઈ રહ્યા છે. હવે ટ્રમ્પ ટૂંક સમયમાં એક-બે નહીં પરંતુ 41 દેશોને આંચકો આપવાના છે. ટ્રમ્પ ટૂંક સમયમાં ઘણા દેશોમાં નવા ટ્રાવેલ પ્રતિબંધ લાદવાની તૈયારી કરી રહ્યા છે. આ યાદીમાં 41 દેશોના નામ સામેલ છે.
પ્રથમ યાદી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પ ટૂંક સમયમાં એક નવો આદેશ પસાર કરવા જઈ રહ્યા છે, જે અંતર્ગત પાકિસ્તાન સહિત 41 દેશો પર ટ્રાવેલ પ્રતિબંધ લગાવવામાં આવશે. આ સંદર્ભમાં, 10 દેશોની પ્રથમ યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં અફઘાનિસ્તાન, ઈરાન, સીરિયા, ક્યુબા અને ઉત્તર કોરિયા જેવા ઘણા દેશોનો સમાવેશ થાય છે. આ દેશોના વિઝા સંપૂર્ણપણે સસ્પેન્ડ કરવામાં આવશે.
બીજી યાદી
જો અહેવાલોનું માનીએ તો બીજી યાદીમાં એવા 5 દેશોના નામ સામેલ હશે જેમના વિઝા આંશિક રીતે સસ્પેન્ડ કરવામાં આવશે. આ લિસ્ટમાં ઈરીટ્રિયા, હૈતી, લાઓસ, મ્યાનમાર અને સાઉથ સુદાનના નામ જોવા મળશે. આનાથી ટૂરિસ્ટ અને સ્ટુડન્ટ વિઝા તેમજ ઈમિગ્રન્ટ વિઝાને અસર થઈ શકે છે.
આ પણ વાંચો : લો બોલો, હવે પાકિસ્તાનની ફ્લાઈટનું ટાયર હવામાં જ થઇ ગયું ચોરી!
ત્રીજી યાદી
અમેરિકામાં ટ્રાવેલ પ્રતિબંધની ત્રીજી યાદીમાં પાકિસ્તાન અને ભૂતાન સહિત 26 દેશોનો સમાવેશ કરવામાં આવશે. આ દેશોના નાગરિકો માટે વિઝા પર પણ આંશિક પ્રતિબંધ મૂકવામાં આવશે. જો આ દેશોની સરકારો 60 દિવસની અંદર બધી વિઝા ખામીઓ દૂર નહીં કરે, તો વિઝા સસ્પેન્ડ કરવામાં આવશે.
ટ્રમ્પ વહીવટીતંત્ર પાસેથી મંજૂરી લેવી પડશે
પ્રાપ્ત માહિતી અનુસાર, વિદેશ મંત્રી માર્કો રુબિયો સહિત સમગ્ર ટ્રમ્પ પ્રશાસન આ નવા ટ્રાવેલ પ્રતિબંધને મંજૂરી આપશે, ત્યારબાદ તેને અમેરિકામાં લાગુ કરી શકાશે. આપને જણાવી દઈએ કે આ પહેલા પણ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના પ્રથમ કાર્યકાળ દરમિયાન 7 મુસ્લિમ દેશો પર ટ્રાવેલ પ્રતિબંધ લગાવી દીધો હતો.
આ પણ વાંચો : પાકિસ્તાનના દાવા વચ્ચે BLA આતંકીઓએ ભર્યુ ભયાનક પગલું! 214 સૈનિક બંધકોને મારી નાખ્યા