Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

મુસ્લિમ દેશોના સંગઠને ફરી પાર કરી મર્યાદા, OICની જમ્મુ-કાશ્મીરમાં જનમત સંગ્રહની માંગ!

મુસ્લિમ દેશોના સંગઠન OIC એ જમ્મુ-કાશ્મીરમાં જનમત સંગ્રહ (રેફરેન્ડમ) અને કલમ-370 ને ફરીથી લાગુ કરવાની માંગ કરી છે. 57 દેશોના આ સંગઠને સંયુક્ત રાષ્ટ્રના જૂના પ્રસ્તાવોનો હવાલો આપી ભારતના આંતરિક મામલામાં હસ્તક્ષેપ કર્યો છે. ભારત સરકારે અગાઉ પણ સ્પષ્ટ કર્યું છે કે OIC ને કાશ્મીર મુદ્દે બોલવાનો કોઈ કાયદાકીય અધિકાર નથી.
મુસ્લિમ દેશોના સંગઠને ફરી પાર કરી મર્યાદા  oicની જમ્મુ કાશ્મીરમાં જનમત સંગ્રહની માંગ
Advertisement

. OICની જમ્મુ-કાશ્મીરમાં કલમ-370 ફરી લાગુ કરવા માંગ
. OICનો માગણી દ્વારા ભારતના આંતરિક મામલામાં હસ્તક્ષેપ
. OIC 57 મુસ્લિમ દેશો કે મુસ્લિમ બહુમતીવાળા દેશોનું સંગઠન

નવી દિલ્હી: મુસ્લિમ દેશોના સૌથી મોટા સંગઠન ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન એટલે કે OICએ જમ્મુ-કાશ્મીરનું નામ લઈને ફરી એકવાર પોતાની હદો પાર કરી છે. ઓઆઈસીએ પોતાના તાજેતરના નિવેદનમાં કાશ્મીરમાં જનમતની માગણી કરતા કહ્યુ છે કે તે કાશ્મીરના લોકોના આત્મનિર્ણયના અધિકારોનું સમર્થન કરે છે.

Advertisement

આ દરમિયાન ઓઆઈસીએ કાશ્મીરમાં કલમ-370 ફરીથી લાગુ કરવાની માગણી પણ કરી. મહત્વપૂર્ણ છે કે ભારત ઘણીવાર સ્પષ્ટ કરી ચુક્યું છે કે સંગઠનને ભારતના આંતરિક મામલામાં બોલવાનો કોઈ કાયદાકીય અધિકાર નથી અને ન તો ઓઆઈસીની આવી નિવેદનબાજીને સ્વીકાર કરવામાં આવશે.

Advertisement

જમ્મુ-કાશ્મીરમાં રેફરેન્ડમનું કર્યું સમર્થન!

ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન 57 દેશોનું એક આંતરરાષ્ટ્રીય સંગઠન છે, જે મુસ્લિમ જગતનો સામૂહિક અવાજ હોવાનો દાવો કરે છે. ઓઆઈસીએ 8 જાન્યુઆરી, 2026ના રોજ સોશયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાના નિવેદનને શેયર કરીને લખ્યું કે ઓઆઈસી, 5 જાન્યુઆરી, 1949ના યૂનાઈટેડ નેશન્સના પ્રસ્તાવની વર્ષગાંઠ પર એક સ્વતંત્ર અને નિષ્પક્ષ રેફરેન્ડમ દ્વારા, જમ્મુ અને કાશ્મીરના લોકોના આત્મનિર્ણયના અધિકારને સમર્થન આપે છે.

કલમ-370 ફરીથી લાગુ કરવા માગણી!

ઓઆઈસીના નિવેદનમાં કાશ્મીરમાં જનમત સંગ્રહની માગણી કરતા કહેવામાં આવ્યું છે કે જનરલ સેક્રેટરિયેટ 5 જાન્યુઆરી, 1949ના ભારત અને પાકિસ્તાન પર સંયુક્ત રાષ્ટ્રની દેખરેખમાં એક સ્વતંત્ર અને નિષ્પક્ષ જનમત સંગ્રહના માધ્યમથી આત્મનિર્ણયના અધિકારની પુષ્ટિ કરવામાં આવી હતી. તેમાં આગળ કહેવામાં આવ્યું છે કે જનરલ સેક્રેટરિયેટ જમ્મુ-કાશ્મીરના લોકો સાથે પોતાની પુરી એકજૂટતા દર્શાવે છે અને આંતરરાષ્ટ્રીય સ્તર પર જમ્મુ-કાશ્મીરની રાજ્ય રુપમાં માન્યતાનું સમ્માન કરવા અને 5 ઓગસ્ટ, 2019 અને તેના પછી ઉઠાવવામાં આવેલા એકતરફી પગલાઓને પાછાં ખેંચવાની અપીલ કરે છે.

નિવેદનમાં સંયુક્ત રાષ્ટ્રને પણ એક અપીલ કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જનરલ સેક્રેટરિયેટે આંતરરાષ્ટ્રીય સમુદાય, ખાસ કરીને સંયુક્ત રાષ્ટ્રની જવાબદારી પર ભરોસો વ્યક્ત કર્યો છે કે તે જમ્મુ-કાશ્મીર સાથે જાડાયેલા પ્રસ્તાવોને લાગુ કરે અને યુએનએસસી સાથે સંબંધિત પ્રસ્તાવો મુજબ જમ્મુ-કાશ્મીર વિવાદનો ઉકેલ લાવે.

આ પણ વાંચો:પાકિસ્તાન-અમેરિકાની ઘનિષ્ઠતા કાશ્મીર માટે ખતરનાક! ભારત માટે યુદ્ધના એંધાણ?

Tags :
Advertisement

.

×