Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Operation Sindoor: US ડિફેન્સ એક્સપર્ટે જણાવ્યું-72 કલાકમાં ભારતે પાકિસ્તાનને કેવી રીતે ચટાડી ધૂળ?

Operation Sindoor India Pakistan Conflict : અમેરિકન ડિફેન્સ એક્સપર્ટ જૉન સ્પેન્સરે 'ઓપરેશન સિંદૂર'ની પ્રથમ વર્ષગાંઠ પર ભારતની રણનીતિક જીતની પ્રશંસા કરી છે. તેમના મતે, ભારતે માત્ર 72 કલાકમાં પાકિસ્તાની એર ડિફેન્સને ધ્વસ્ત કરી હવાઈ શ્રેષ્ઠતા મેળવી હતી. S-400 સિસ્ટમ અને સ્વદેશી ટેકનોલોજીના ઉપયોગથી ભારતે પાકિસ્તાનના હુમલા નિષ્ફળ બનાવ્યા અને તેને યુદ્ધવિરામ માટે મજબૂર કર્યું
operation sindoor  us ડિફેન્સ એક્સપર્ટે જણાવ્યું 72 કલાકમાં ભારતે પાકિસ્તાનને કેવી રીતે ચટાડી ધૂળ
Advertisement

. ભારતે લાઈટરિંગ મુનિશન અને S-400 સિસ્ટમ દ્વારા પાકિસ્તાનની રડાર અને મિસાઈલ ક્ષમતાને નિષ્ક્રિય કરી દીધી
. સ્વદેશી IACCCS અને આકાશતીર પ્રણાલીએ પાકિસ્તાનના ડ્રોન અને મિસાઈલ હુમલાઓને મજબૂત રીતે રોક્યા
. શરૂઆતી પ્રચાર છતાં, પાકિસ્તાન ભારતની એકીકૃત સૈન્ય વ્યૂહરચના સામે લાંબો સમય ટકી શક્યું નહીં

Operation Sindoor India Pakistan Conflict : અમેરિકાના ડિફેન્સ એક્સપર્ટ (US defense expert) જૉન સ્પેંસરે (John Spencer) કહ્યુ છે કે ઓપરેશન સિંદૂર (Operation Sindoor) માં 72 કલાકમાં ભારતે હવાઈ શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી લીધી. પાકિસ્તાન (Pakistan) એર ઓપરેશન કરવામાં નબળું થઈ ગયું. સટીક હુમલાઓએ પાકિસ્તાન (Pakistan) ની હવાઈ સુરક્ષાને બરબાદ કરી દીધી.

Advertisement

અમેરિકાના સૈન્ય વિશેષજ્ઞ જૉન સ્પેન્સરે ઓપરેશન સિંદૂરની પહેલી વર્ષગાંઠે કહ્યુ છે કે ભારતે આ સંઘર્ષમાં રણનીતિક રીતે મોટી જીત પ્રાપ્ત કરી હતી. તેમણે કહ્યુ કે 10મી મેની સવાર સુધીમાં ભારતે હવાઈ ક્ષેત્રમાં સંપૂર્ણ શ્રેષ્ઠતા બનાવી લીધી હતી. જ્યારે પાકિસ્તાન પોતાના હવાઈ ઓપરેશનને ચાલુ રાખવામાં નબળું થઈ ચુક્યું હતું.

Advertisement

આ પરિણામ કોઈ એક હુમલા અથવા નાનકડી લડાઈનું પરિણામ ન હતું. પરંતુ ઘણાં દિવસો સુધી ચાલેલી સાવધાનીપૂર્વકની યોજના અને દુશ્મનની એર ડિફેન્સ સિસ્ટમને નષ્ટ કરવાની મુહિમનું પરિણામ હતું. મે-2025માં ભારતે 6-7 મેની રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના આતંકી ઠેકાણાઓ પર હુમલા કર્યા.

જ્યારે પાકિસ્તાને ભારતના શહેરો અને સૈન્ય ઠેકાણાઓ પર જવાબી હુમલા કર્યા, ત્યારે ભારતે પણ પાકિસ્તાની સૈન્ય ઠેકાણાઓ પર મજબૂત જવાબી કાર્યવાહી કરી હતી. આ ચાર દિવસનો સંઘર્ષ 10મી મેના રોજ પાકિસ્તાનની માંગ પર યુદ્ધવિરામ સાથે સમાપ્ત થયો હતો. આ દરમિયાન ભારતે પાકિસ્તાની એરબેઝ, એર ડિફેન્સ સિસ્ટમ અને ઘણી અન્ય સૈન્ય સુવિધાઓને નિશાન બનાવી હતી.

આ પણ વાંચો : અગ્નિ-6 (Agni-VI ) મિસાઈલ તૈયાર, DRDO પ્રમુખે કહ્યુ- સરકાર કહે એટલે થશે પરીક્ષણ

ભારતની રણનીતિ (India’s Strategy)

અમેરિકાની સેનાના પૂર્વ મેજર જૉન સ્પેન્સરે હવે મેડિસન પોલિસી ફોરમમાં વૉર સ્ટડીઝના ચેયર અને અર્બન વૉરફેર ઈન્સ્ટીટૂય્ટના ડાયરેક્ટર છે. તેમણે એક્સ પર વિસ્તારપૂર્વક જણાવ્યું કે ભારતે કેવી રીતે પાકિસ્તાનની હવાઈ સુરક્ષાને નબળી પાડી. તેમણે કહ્યુ કે 8મી મેના રોજ ભારતે પાકિસ્તાનના હવાઈ સુરક્ષા ઠેકાણાઓ પર હુમલા કર્યા, જેમાં ચૂનિયાં અને પાસરુરમાં અર્લી વોર્નિંગ રડાર અને ઓછામાં ઓછી એક HQ-9 સપાટી પરથી હવામાં પ્રહાર કરનારી મિસાઈલ બેટરી સામેલ હતી. 9મી મેના રોજ પણ વધુ હુમલા કરવામાં આવ્યા.

આ હુમલા મોટાભાગે લાઈટરિંગ મુનિશનથી કરવામાં આવ્યા હતા. તેનો ઉદેશ્ય હતો કે પાકિસ્તાનના રડાર અને મિસાઈલ સિસ્ટમને સતત દબાણમાં રાખવામાં આવે, ચાહે તે પહેલા હુમલાથી બચેલા હોય અથવા નવી જગ્યા પર તેનાત કરવામાં આવ્યા હોય. સ્પેન્સરે લખ્યુ છે કે આ હુમલાઓથી પાકિસ્તાનની જોવાની કોઓર્ડિનેશન કરવાની અને જવાબ આપવાની ક્ષમતા ખરાબ રીતે પ્રભાવિત થઈ. હવાઈ યુદ્ધમાં આ ઘણું મહત્ત્વપૂર્ણ હોય છે, કારણ કે આના પહેલા કે યુદ્ધવિમાન સામસામે આવે, દુશ્મનની ડિફેન્સ પ્રણાલીને જ ધ્વસ્ત થઈ જાય છે.

આ પણ વાંચો : 'વાંદરા'ને દારૂ પાય રહ્યા છે ટ્રમ્પ!: પાકિસ્તાની F-16 ને US બનાવશે શક્તિશાળી

S-400 એ બદલ્યો ખેલ (The S-400 Game Changer)

સ્પેન્સરે વધુ એક મહત્ત્વપૂર્ણ વાત જણાવી. ભારતની S-400 મિસાઈલ સિસ્ટમે એક હાઈ વેલ્યૂ એરબોર્ન પ્લેટફોર્મને લગભગ 300 કિલોમીટર દૂરથી નિશાન બનાવ્યું. તેનાથી પાકિસ્તાની એરફોર્સને એ વિચારવું પડયું કે તે ક્યાં અને કેવી રીતે પોતાના વિમાનોને ઉડાડી શકે છે. આ કારણે પાકિસ્તાની વિમાનોને ઓપરેશન ક્ષેત્ર સુધી મર્યાદીત કરવામાં આવ્યા. તેમના વધારે સાવધાની રાખવી પડી.

સ્પેન્સરે સ્વીકાર્યું કે શરૂઆતના કેટલાક કલાકમાં પાકિસ્તાનને કેટલાક ભારતીય વિમાનોને પાડવામાં સફળતા મળી. આ શરૂઆતની સફળતા પાકિસ્તાન માટે પ્રચારનો સારો મોકો બની, પરંતુ સ્પેન્સરે કહ્યુ કે નાની-મોટી સફળતા આખા અભિયાનની જીત નક્કી કરતી નથી.

પાકિસ્તાને બાદમાં સેંકડો ડ્રોન, CM-400 એકેજી મિસાઈલો, ફતેહ અને હત્ફ રોકેટ છોડયા, પરંતુ ભારતની એકીકૃત એરડિફેન્સ સિસ્ટમે તેને રોકી લીધા. ભારતે પોતાની સ્વદેશી આઈએસીસીસીએસ (Integrated Air Command, Control and Communication System) અને આકાશતીર (Akash Teer) પ્રણાલીનો ઉપયોગ કર્યો. જેણે પાકિસ્તાની હુમલા નિષ્ફળ બનાવી દીધા.

આ પણ વાંચો : ભારતના Great Nicobar પ્રોજેક્ટની જાસૂસી, બંગાળની ખાડીમાં ચીનનું જહાજ!

આધુનિક યુદ્ધ આખું સિસ્ટમ લડે છે

જૉન સ્પેન્સરે ભારપૂર્વક કહ્યુ કે આધુનિક યુદ્ધમાં માત્ર યુદ્ધવિમાન એકબીજા સાથે લડતા નથી. તેમાં એન્ટી-એરક્રાફ્ટ ગન, ઈલેક્ટ્રોનિક ગન, ઈલેટ્રોનિક વોરફેયર, કમાન્ડ નેટવર્ક અને એકીકૃત સિસ્ટમ બહુ મોટી ભૂમિકા નિભાવે છે. ભારતની પાસે મોટા પ્રમાણમાં ઊંડાણ અને સારું એકીકરણ હતું. આ કારણથી ભારત શરૂઆતના આંચકા સહન કરી શક્યું અને પછી પોતાના ઓપરેશનલ ટેમ્પોને પાકિસ્તાન પર થોપી દીધો.

બીજી તરફ પાકિસ્તાન મુખ્યત્વે ચીન પાસેથી મળેલા હથિયારો પર નિર્ભર હતું. શરૂઆતમાં તેણે કેટલીક સફળતા મેળવી. પરંતુ જ્યારે ભારતે પાકિસ્તાનની મહત્ત્વપૂર્ણ નોડ્સ નષ્ટ કરી દીધી, તો પાકિસ્તાન લડવા લાયક બચ્યું નહીં.

આ પણ વાંચો : તુર્કીના નવા ઘાતક ડ્રોન મિઝરાક (MIZRAK) થી ખળભળાટ, GPS વગર પણ મચાવશે તબાહી

ભારતની રણનીતિક જીત

ઓપરેશન સિંદૂરમાં ભારતે દેખાડયું કે સારી યોજના, સ્વદેશી તકનીક અને મજબૂત એકીકરણથી નાની-મોટી પ્રારંભિક અસફળતાઓને પલટીને પણ મોટી જીત પ્રાપ્ત કરી શકાય છે. સ્પેન્સર જેવા આંતરરાષ્ટ્રીય વિશેષજ્ઞોનું કહેવું છે કે ભારતે હવાઈ શ્રેષ્ઠતા પ્રાપ્ત કરીને પાકિસ્તાનને ઓપરેશન કરવાના લાયક પણ છોડયું ન હતું. આ સંઘર્ષ દર્શાવે છે કે ભવિષ્યના યુદ્ધોમાં સિસ્ટમની મજબૂતાઈ અને નિરંતર દબાણ કેટલા નિર્ણાયક સાબિત થાય છે.

આ પણ વાંચો : Operation Sindoor ની વરસી પર ભારતનો ધડાકો: અગ્નિ-IV મિસાઈલના ટેસ્ટની તૈયારી!

Tags :
Advertisement

.

×