PM Modi ની આર્જેન્ટિના મુલાકાતની ફળશ્રુતિઓ
- PM Modi એ આર્જેન્ટિના રાષ્ટ્રપતિ જાવિયર મિલેઈ સાથે દ્વિપક્ષીય બેઠક કરી
- દ્વિપક્ષીય બેઠકમાં વેપાર, રોકાણ, ઊર્જા, કૃષિ અને મહત્વપૂર્ણ ખનીજ ક્ષેત્રો વિષયક ચર્ચાઓ થઈ
- PM Modi એ આર્જેન્ટિનાના રાષ્ટ્રીય નાયકને પુષ્પાંજલિ અર્પણ કરી હતી
Buenos Aires : વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે આર્જેન્ટિના પહોંચ્યા હતા. જ્યાં તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદી (PM Modi) એ આર્જેન્ટિના રાષ્ટ્રપતિ જાવિયર મિલેઈ (Javier Milley) સાથે વ્યાપક ચર્ચા પણ કરી હતી. જેમાં મહત્વપૂર્ણ ખનીજ, વેપાર અને રોકાણ અને ઊર્જા સહિત વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ વધારવા પર વિશદ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
દ્વિપક્ષીય બેઠકની ફળશ્રુતિ
શનિવારે વડાપ્રધાન મોદીએ આર્જેન્ટિના રાષ્ટ્રપતિ જાવિયર મિલેઈ (Javier Milley) સાથે જે દ્વિપક્ષીય બેઠક કરી તેમાં મુખ્યત્વે વેપાર, રોકાણ, ઊર્જા, કૃષિ અને મહત્વપૂર્ણ ખનીજ સહિત અનેક મુખ્ય ક્ષેત્રોમાં ભારત-આર્જેન્ટિનાના દ્વિપક્ષીય સંબંધોને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યુ હતું. બંને પક્ષો વેપાર, સંરક્ષણ, મહત્વપૂર્ણ ખનીજ, તેલ અને ગેસ, પરમાણુ ઉર્જા, કૃષિ, સાંસ્કૃતિક અને ટેકનોલોજી જેવા અનેક મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ કરી રહ્યા છે. જેને વધુ મજબૂત બનાવશે.
ગ્રીન એનર્જી ટ્રાન્સફોર્મેશન
ભારત અને આર્જેન્ટિના વચ્ચે ખનિજ સંસાધન ક્ષેત્રમાં ખાસ કરીને લિથિયમમાં નોંધપાત્ર સમજૂતિઓ થયેલ છે. જે ભારતના ગ્રીન એનર્જી ટ્રાન્સફોર્મેશન માટે મહત્વનું પરિબળ છે. ઓગસ્ટ 2022 માં ખનિજ સંસાધનોના ક્ષેત્રમાં સહયોગ અંગે એક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ MoU અંતર્ગત સંયુક્ત કાર્યકારી જૂથની પ્રથમ બેઠક જાન્યુઆરીમાં યોજાઈ હતી. ભારત અને આર્જેન્ટિના વચ્ચે દ્વિપક્ષીય વેપારમાં ગતિ આવી છે. ભારત 2021 અને 2022 માં આર્જેન્ટિનાનો ચોથો સૌથી મોટો વેપારી ભાગીદાર હતો.
प्रधानमंत्री नरेंद्र मोदी ने ट्वीट किया, "अर्जेंटीना के राष्ट्रपति जेवियर माइली के साथ शानदार बैठक हुई। हम भारत-अर्जेंटीना राजनयिक संबंधों के 75 वर्ष पूरे होने और अपने संबंधों को रणनीतिक साझेदारी तक बढ़ाने के 5 वर्ष पूरे होने का जश्न मना रहे हैं। हमने अपने द्विपक्षीय संबंधों में… pic.twitter.com/tK9Ed7YzJA
— ANI_HindiNews (@AHindinews) July 5, 2025
આર્જેન્ટિનાના રાષ્ટ્રીય નાયકને પુષ્પાંજલિ
વડાપ્રધાન મોદીએ પોતાની આર્જેન્ટિનાની મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લીધો હતો. આ સિવાય તેમણે આર્જેન્ટિનાના રાષ્ટ્રીય નાયક જનરલ જોસ ડી સાન માર્ટિન (Jose de San Martin) ના સ્મારક પર પુષ્પાંજલિ અર્પી હતી. ઉલ્લેખનીય છે કે, જનરલ જોસ ડી સાન માર્ટિને આર્જેન્ટિના, ચિલી અને પેરુ જેવા દક્ષિણ અમેરિકાના દેશોને સ્વાતંત્રતા અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
આ પણ વાંચોઃ Gujarati Top News : આજે 6 જુલાઇ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?