ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

PM Modi ની આર્જેન્ટિના મુલાકાતની ફળશ્રુતિઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જાવિયર મિલેઈ (Javier Milley) સાથે મહત્વપૂર્ણ મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ વેપાર, રોકાણ અને ઊર્જા ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ વધારવા માટે નક્કર નિર્ણયો કરશે તેમ જણાવ્યું હતું. વાંચો વિગતવાર
07:44 AM Jul 06, 2025 IST | Hardik Prajapati
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જાવિયર મિલેઈ (Javier Milley) સાથે મહત્વપૂર્ણ મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ વેપાર, રોકાણ અને ઊર્જા ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ વધારવા માટે નક્કર નિર્ણયો કરશે તેમ જણાવ્યું હતું. વાંચો વિગતવાર
PM Modi Argentina Visit 2025 Gujarat First

Buenos Aires : વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે આર્જેન્ટિના પહોંચ્યા હતા. જ્યાં તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદી (PM Modi) એ આર્જેન્ટિના રાષ્ટ્રપતિ જાવિયર મિલેઈ (Javier Milley) સાથે વ્યાપક ચર્ચા પણ કરી હતી. જેમાં મહત્વપૂર્ણ ખનીજ, વેપાર અને રોકાણ અને ઊર્જા સહિત વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ વધારવા પર વિશદ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

દ્વિપક્ષીય બેઠકની ફળશ્રુતિ

શનિવારે વડાપ્રધાન મોદીએ આર્જેન્ટિના રાષ્ટ્રપતિ જાવિયર મિલેઈ (Javier Milley) સાથે જે દ્વિપક્ષીય બેઠક કરી તેમાં મુખ્યત્વે વેપાર, રોકાણ, ઊર્જા, કૃષિ અને મહત્વપૂર્ણ ખનીજ સહિત અનેક મુખ્ય ક્ષેત્રોમાં ભારત-આર્જેન્ટિનાના દ્વિપક્ષીય સંબંધોને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યુ હતું. બંને પક્ષો વેપાર, સંરક્ષણ, મહત્વપૂર્ણ ખનીજ, તેલ અને ગેસ, પરમાણુ ઉર્જા, કૃષિ, સાંસ્કૃતિક અને ટેકનોલોજી જેવા અનેક મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ કરી રહ્યા છે. જેને વધુ મજબૂત બનાવશે.

આ પણ વાંચોઃ  Amit Shah visit Gujarat: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ, જાણો આજના કાર્યક્રમોની વિગત

ગ્રીન એનર્જી ટ્રાન્સફોર્મેશન

ભારત અને આર્જેન્ટિના વચ્ચે ખનિજ સંસાધન ક્ષેત્રમાં ખાસ કરીને લિથિયમમાં નોંધપાત્ર સમજૂતિઓ થયેલ છે. જે ભારતના ગ્રીન એનર્જી ટ્રાન્સફોર્મેશન માટે મહત્વનું પરિબળ છે. ઓગસ્ટ 2022 માં ખનિજ સંસાધનોના ક્ષેત્રમાં સહયોગ અંગે એક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ MoU અંતર્ગત સંયુક્ત કાર્યકારી જૂથની પ્રથમ બેઠક જાન્યુઆરીમાં યોજાઈ હતી. ભારત અને આર્જેન્ટિના વચ્ચે દ્વિપક્ષીય વેપારમાં ગતિ આવી છે. ભારત 2021 અને 2022 માં આર્જેન્ટિનાનો ચોથો સૌથી મોટો વેપારી ભાગીદાર હતો.

આર્જેન્ટિનાના રાષ્ટ્રીય નાયકને પુષ્પાંજલિ

વડાપ્રધાન મોદીએ પોતાની આર્જેન્ટિનાની મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લીધો હતો. આ સિવાય તેમણે આર્જેન્ટિનાના રાષ્ટ્રીય નાયક જનરલ જોસ ડી સાન માર્ટિન (Jose de San Martin) ના સ્મારક પર પુષ્પાંજલિ અર્પી હતી. ઉલ્લેખનીય છે કે, જનરલ જોસ ડી સાન માર્ટિને આર્જેન્ટિના, ચિલી અને પેરુ જેવા દક્ષિણ અમેરિકાના દેશોને સ્વાતંત્રતા અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચોઃ  Gujarati Top News : આજે 6 જુલાઇ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Tags :
Argentina Visit 2025bilateral relationsGreen EnergyGujarat FirstGUJARAT FIRST NEWSInvestment DealsJavier MilleyJose de San MartinLithium CooperationModi Tributepm modiTrade cooperation
Next Article