Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Terror Attack : પાકિસ્તાન પર ગાળિયો કસવા ડોઝિયર તૈયાર, ભારત દુનિયા સામે લાવશે હકીકત

Pahalgam Terror Attack : મોટા આતંકવાદી હુમલાઓમાં પાકિસ્તાનની ધરતી પર ઉછરી રહેલા આતંકવાદી સંગઠનોની ભૂમિકા અંગે સૌ કોઇ જાણે છે.
terror attack   પાકિસ્તાન પર ગાળિયો કસવા ડોઝિયર તૈયાર  ભારત દુનિયા સામે લાવશે હકીકત
Advertisement
  • ભારતે પાકિસ્તાનને ઉઘાડા પાડવા માટે કોઇ કસર નથી છોડી
  • ડોઝિયર થકી વિશ્વમાં પાકિસ્તાનની કરતુત ખુલ્લી પાડશે ભારત
  • પાકિસ્તાનમાં ઉછેરાતા આતંકવાદને નેસ્તનાબુદ કરવા ભાતર મેદાને

Pahalgam Terror Attack : પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતે પાકિસ્તાનને વિશ્વમાં કુટનૈતિક રીતે અલગ પાડવા માટે આતંકવાદ વિરૂદ્ધના મહત્વના પુરાવાઓ સાથેનું એક ડોઝિયર (DOSSIER AGAINST PAKISTAN) તૈયાર કર્યું છે. તેમાં જણાવાયું છે કે, કેવી રીતે વિશ્વના દરેક આતંકવાદી હુમલા પાકિસ્તાન સાથે જોડાયેલા છે, અને કેવી રીતે પાકિસ્તાન તેની ધરતી પર આતંકવાદી સંગઠનોને આશ્રય અને રક્ષણ પૂરું પાડી રહ્યું છે. પહલગામ હુમલામાં પાકિસ્તાનની સંડોવણી કોઇનાથી છુપી નથી. આ ઘટના બાદ ભારત પાકિસ્તાનને કડકમાં કડક પાઠ ભણાવવા માટે તત્પર છે.

પાકિસ્તાનની સંડોવણી વિશે જાણ કરવામાં આવી

સૂત્રોનું કહેવું છે કે, અગાઉ ભારતે ઘણી વખત પાકિસ્તાને આતંકવાદી હુમલાઓમાં સંડોવણીના પુરાવા આપ્યા છે. પાડોશી દેશ પાકિસ્તાન આતંકવાદીઓને પ્રાયોજિત કરવા અને આશ્રય આપવાનો લાંબો કલંકિત ઇતિહાસ ધરાવે છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના અન્ય દેશોમાં પણ મોટા આતંકવાદી હુમલાઓમાં પાકિસ્તાનની ધરતી પર ઉછરી રહેલા આતંકવાદી સંગઠનોની ભૂમિકા અંગે સૌ કોઇ જાણે છે. પહલગામ આતંકી ઘટનામાં પણ તમામને પાકિસ્તાનની સંડોવણી વિશે જાણ કરવામાં આવી રહી છે. આ વાતને પાકિસ્તાન પણ આડકતરૂં સમર્થન આપી ચૂક્યું છે.

Advertisement

પાકિસ્તાન એટલે આતંકનું આશ્રયસ્થાન

આ ડોઝિયરમાં ભારત સહિત વિશ્વભરમાં થયેલા આતંકવાદી હુમલાઓમાં પાકિસ્તાનમાં ઉછેરાયેલા આતંકવાદી સંગઠનોની ભૂમિકા વિશે વિગતવાર માહિતી રજુ કરવામાં આવી છે. તેમાં પાકિસ્તાનના એબોટાબાદમાં આતંકવાદી સંગઠન અલ કાયદાના વડા ઓસામા બિન લાદેનના લાંબા સમય સુધી છુપાયેલો રહ્યો હોવાનો, મોસ્કો અને લંડનમાં થયેલા આતંકવાદી હુમલાઓમાં આતંકી સંગઠનોની ભૂમિકાનો સંપૂર્ણ ઉલ્લેખ છે.

Advertisement

પાકિસ્તાની નેતાઓનું કબૂલાતનામું

આ ડોઝિયરમાં પહલગામ હુમલા અને તે પહેલાંની ઘટનાઓ અંગે પાકિસ્તાની નેતાઓ દ્વારા કરાયેલી કબૂલાતને પણ ઉમેરવામાં આવી છે. જેમાં પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ દ્વારા મુંબઈ હુમલામાં પાકિસ્તાની સેનાની ભૂમિકાની કબૂલાત અને પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ દ્વારા કારગિલ યુદ્ધમાં પાકિસ્તાની સેનાની ભૂમિકાની કબૂલાતનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.

પાકિસ્તાનને યુદ્ધવિરામ ઉલ્લંઘન અંગે ચેતવણી

પાકિસ્તાની સેના એલઓસી અને આંતરરાષ્ટ્રીય સરહદ પર સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહી છે. સુત્રોનું કહેવું છે કે, ભારત અને પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ વચ્ચે હોટલાઇન પર વાતચીત થઇ હતી. જેમાં ભારતે પાકિસ્તાની સેના દ્વારા ઉશ્કેરણી વિના કરવામાં આવતા ગોળીબારનો સખત વિરોધ હતો કર્યો અને વળતા પરિણામો ભોગવવાની ચેતવણી આપી.

આ પણ વાંચો --- Terror Attack બાદથી પાકિસ્તાનની અવળચંડાઇ જારી, જડબાતોડ જવાબ આપતી ભારતીય સેના

Tags :
Advertisement

.

×