ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Pahalgam Terror Attack : અમેરિકન ઉપપ્રમુખ જેડી વેન્સે યુદ્ધ ન ભડકે તે રીતે જવાબ આપવા જણાવ્યું

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકીઓએ અંધાધૂંધ ગોળીબાર કરીને 26 પ્રવાસીઓને નિર્મમ હત્યા કરી હતી. આ ઘટના અંગે અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સ (JD Vance) એ કહ્યું કે, 'ભારતે Pahalgam Terror Attack નો જવાબ એવી રીતે આપવો જોઈએ કે તેનાથી યુદ્ધ ન ભડકે.'
05:37 PM May 02, 2025 IST | Hardik Prajapati
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકીઓએ અંધાધૂંધ ગોળીબાર કરીને 26 પ્રવાસીઓને નિર્મમ હત્યા કરી હતી. આ ઘટના અંગે અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સ (JD Vance) એ કહ્યું કે, 'ભારતે Pahalgam Terror Attack નો જવાબ એવી રીતે આપવો જોઈએ કે તેનાથી યુદ્ધ ન ભડકે.'
JD Vance Gujarat First

Pahalgam Terror Attack: 22મી એપ્રિલે થયેલા અમાનવીય અને હીચકારા હુમલામાં આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કરીને 26 પ્રવાસીઓને નિર્મમ હત્યા કરી હતી. આ હુમલા બાદ પાકિસ્તાન (Pakistan) પર ચોમેરથી ફિટકાર વરસી રહી છે જ્યારે સમગ્ર વિશ્વ ભારત (India) ની સાથે છે. અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સે Pahalgam Terror Attack નો જવાબ ચોક્કસ આપવો જ જોઈએ તેમ જણાવતા કહ્યું કે, ભારતે યુદ્ધ ન ભડકે તે રીતે જવાબ આપવો જોઈએ.

ભારતને સહયોગ કરશે પાકિસ્તાન

એક પ્રેસ કોન્ફરન્સમાં Pahalgam Terror Attack પર પ્રતિક્રિયા આપતા અમેરિકન ઉપપ્રમુખ જેડી વેન્સ (JD Vance) એ કહ્યું કે, અમને આશા છે કે ભારત આ આતંકી હુમલાનો જવાબ એવી રીતે આપશે કે તેનાથી વ્યાપક પ્રાદેશિક યુદ્ધ ન થાય. અમને એવી પણ આશા છે કે પાકિસ્તાન જો તે કોઈપણ રીતે જવાબદાર હોય, તો આતંકીઓને પકડવામાં અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં ભારતને સહયોગ કરશે.

આ પણ વાંચોઃ Pahalgam Terror Attack: પહલગામ પર મુસ્લિમ રાષ્ટ્રના પ્રમુખનું મોટું નિવેદન

હુમલા સમયે JD Vance ભારતમાં ઉપસ્થિત હતા

Pahalgam Terror Attack બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમા પર છે. આ અમાનવીય અને હીચકારો હુમલો થયો ત્યારે યોગાનુયોગ અમેરિક ઉપપ્રમુક જેડી વેન્સ સપરિવાર ભારતની મુલાકાતે હતા. ઉલ્લેખનીય છે કે વેન્સની 4 દિવસીય મુલાકાત દરમિયાન 22મી એપ્રિલે આ ગોઝારી ઘટના ઘટી. વેન્સ ઉપરાંત અમેરિકન વિદેશમંત્રી માર્કો રુબિયો (Marco Rubio) એ પણ પાકિસ્તાની અધિકારીઓ ભારતને તપાસમાં સહયોગ આપશે અને તણાવ ઘટાડશે તેમ જણાવી ચૂક્યા છે.

આ પણ વાંચોઃ    ચીનમાં હવે જોવા મળી US ટેરિફની અસર! 16 મિલિયન નોકરીઓ જોખમમાં

Tags :
april 22 attackGujarat FirstGUJARAT FIRST NEWSIndia Pakistan TensionsJammu and KashmirJD Vancepahalgam terror attackpakistan terrorismTerrorist Attack on TouristsUS reactionus vice president
Next Article