PAK-Afghanistan War: પાકિસ્તાન–અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધ, સરહદ પર ભીષણ સંઘર્ષ, રશિયાએ કરી શાંતિની આપીલ
- PAK-Afghanistan War: પાકિસ્તાન–અફઘાનિસ્તાન યુદ્ધ શરૂ
- પાકિસ્તાન–અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધ, સરહદ પર ભીષણ બોમ્બમારો
- પાકિસ્તાનનો કાબુલ–કંદહાર પર હુમલો, તાલિબાનનો વળતો પ્રહાર
- 133 તાલિબાન લડવૈયાઓના મોતઃ પાકિસ્તાનનો દાવો
- તાલિબાનનો પ્રતિકાર, પાકિસ્તાની સૈનિકોના મોતનો દાવો
- તોરખામ બોર્ડર પર ભારે ગોળીબાર, નાગરિકો ઘાયલ
- ફાઇટર જેટ તોડી પાડવાના દાવાથી યુદ્ધ વધુ ઉગ્ર
- રશિયાની શાંતિની અપીલ, ઈરાન મધ્યસ્થી કરવા તૈયાર
- રમઝાનમાં યુદ્ધ, ઈરાને સંવાદનો રસ્તો સૂચવ્યો
- કાબુલ પર બોમ્બમારો, સરહદ પર ગોળીબાર
- યુદ્ધની આગ! આમને-સામને પાકિસ્તાન-અફઘાનિસ્તાન
PAK-Afghanistan War: દક્ષિણ એશિયા (South Asia) માં તણાવ વધુ ઊંડો બન્યો છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન (Pakistan and Afghanistan) વચ્ચે તાલિબાન હુમલા બાદ હવે ખુલ્લા યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. પાકિસ્તાને “ઓપરેશન ગઝબ-ઉલ-હક” (“Operation Ghazb-ul-Haq”) હેઠળ કાબુલ અને કંદહાર પર હવાઈ હુમલા કર્યા હોવાનો દાવો કર્યો છે. પાકિસ્તાનના જણાવ્યા મુજબ, આ કાર્યવાહી દરમિયાન 133 તાલિબાન સૈનિકો માર્યા ગયા અને 200થી વધુ ઘાયલ થયા છે.
PAK-Afghanistan War: બંને પક્ષોના વિરુદ્ધ દાવા
પાકિસ્તાનના માહિતી પ્રધાન અતાઉલ્લાહ તરાર (Ataullah Tarar) ના જણાવ્યા પ્રમાણે, આ ઓપરેશનમાં અનેક તાલિબાન ઠેકાણાઓ નષ્ટ કરવામાં આવ્યા છે. બીજી તરફ, તાલિબાન સરકારે દાવો કર્યો છે કે તેના માત્ર 8 સૈનિકોના મોત થયા છે, જ્યારે પાકિસ્તાનના 55 સૈનિકો માર્યા ગયા છે અને બે લશ્કરી થાણા સહિત 19 ચોકીઓ પર કબજો મેળવ્યો છે. જોકે, પાકિસ્તાને ફક્ત બે સૈનિકોના મોતની જ પુષ્ટિ કરી છે.
PAK-Afghanistan War: તોરખામ સરહદ પર ભીષણ ગોળીબાર
બંને દેશોને જોડતી તોરખામ સરહદ પર શુક્રવાર સવારથી ભારે ગોળીબાર અને તોપમારો ચાલી રહ્યો છે. AFPના અહેવાલ મુજબ, અફઘાન બાજુથી શરૂ થયેલા ગોળીબાર (Shooting) બાદ પરિસ્થિતિ વધુ વણસી છે. ઓમરી કેમ્પ પર પણ હુમલો થયો હોવાના અહેવાલ છે, જેમાં મહિલાઓ અને બાળકો સહિત નાગરિકો ઘાયલ થયા છે.
આ પણ વાંચો--- America: ચીનને તાલીમ આપીને દેશ સાથે વિશ્વાસઘાત, ભૂતપૂર્વ US વાયુસેનાના પાઇલટની ધરપકડ
PAK-Afghanistan War: આંતરરાષ્ટ્રીય સમુદાયની ચિંતા
વધતા સંઘર્ષ વચ્ચે રશિયાએ બંને દેશોને તાત્કાલિક હુમલાઓ બંધ કરવાની અપીલ કરી છે અને રાજદ્વારી માર્ગે (Diplomatic route) ઉકેલ લાવવા વિનંતી કરી છે. સાથે જ, ઈરાને (Iran) ઈસ્લામાબાદ (Islamabad) અને કાબુલ (Kabul) વચ્ચે વાતચીત માટે મધ્યસ્થી કરવાની ઓફર કરી છે. ઈરાનના વિદેશ પ્રધાન સૈયદ અબ્બાસ અરાઘચી (Iranian Foreign Minister Seyyed Abbas Araghchi) એ રમઝાનના પવિત્ર મહિને (The holy month of Ramadan) સંયમ અને સંવાદ પર ભાર મૂક્યો છે.
PAK-Afghanistan War: ફાઇટર જેટ અને હવાઈ હુમલાના દાવા
અફઘાન મીડિયા ટોલો ન્યૂઝે(Afghan Media Tolo News) એક પાકિસ્તાની ફાઇટર જેટ તોડી પાડવાનો દાવો કર્યો છે, જોકે પાકિસ્તાન તરફથી તેની પુષ્ટિ થઈ નથી. અલ જઝીરાના અહેવાલ મુજબ, પાકિસ્તાને વલી ખાન, શાવલ અને બાજૌર ક્ષેત્રોમાં તાલિબાન ચોકીઓ પર હુમલા કર્યા હોવાની યાદી પણ જાહેર કરી છે.
હાલ પરિસ્થિતિ અત્યંત તણાવપૂર્ણ છે. બંને દેશો એકબીજા પર ગંભીર આરોપો લગાવી રહ્યા છે અને સૈન્ય કાર્યવાહી ચાલુ છે. જો રાજદ્વારી પ્રયાસો સફળ ન થાય, તો આ સંઘર્ષ સમગ્ર પ્રદેશની સુરક્ષા માટે મોટો ખતરો બની શકે છે.
આ પણ વાંચો--- Us-India Trade : ટ્રમ્પે અચાનક પોતાના મંત્રીને નવી દિલ્હી કેમ મોકલ્યા? પિયુષ ગોયલ સાથે કરી મુલાકાત


