Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Pakistan-Afghan War: 5 વર્ષમાં યુદ્ધભૂમિમાં કેવી રીતે પહોંચી ગયા પાકિસ્તાન - અફઘાનિસ્તાન?

Pakistan-Afghan War: દાયકાઓથી અફઘાનિસ્તાન પર પોતાનું વર્ચસ્વ જમાવી રાખવા માટે પાકિસ્તાન હાથ-પગ મારતું રહ્યું છે. પરંતુ તાલિબાનની ભારત સાથે વધી રહેલી દોસ્તી પાકિસ્તાનના અફઘાનિસ્તાન પરના તેના એકાધિકારને ખતમ કરી રહી છે. જેમ-જેમ અફઘાનિસ્તાન પોતાની ભાગીદારીઓ વધારી રહ્યું છે, તેમ તેમ તેના પરથી પાકિસ્તાનનું દબાણ ઘટી રહ્યું છે.
pakistan afghan war  5 વર્ષમાં યુદ્ધભૂમિમાં કેવી રીતે પહોંચી ગયા પાકિસ્તાન   અફઘાનિસ્તાન
Advertisement

. Pakistan એ ઉછેરેલા આતંકી જૂથો હવે તેના માટે જ ભસ્માસુર સાબિત થઈ રહ્યા છે
. ટ્રમ્પના બગરામ એરબેઝ પ્રત્યેના રસને કારણે પાકિસ્તાન મધ્યસ્થી બનીને ફરી અમેરિકાની નજીક જવાની કોશિશમાં છે
. Afghanistan હવે ભારત સાથે વિકાસ અને માનવીય મદદ માટે ભાગીદારી વધારી રહ્યું છે

Pakistan-Afghan War: ઓગસ્ટ, 2021માં જ્યારે તાલિબાને (Taliban) કાબુલ પર કબજો કર્યો હતો, ત્યારે પાકિસ્તાન (Pakistan) માં જશ્ન મનાવાયો હતો. ઈસ્લામાબાદ (Islamabad) ને લાગ્યું હતું કે તેણે અફઘાનિસ્તાન (Afghanistan) માં તેની પસંદગીની સરકાર બનાવીને માસ્ટર સ્ટ્રોક માર્યો છે.

Advertisement

પરંતુ 2026 સુધીમાં તસ્વીર પુરી રીતે બદલાઈ ગઈ છે. આજે બંને દેશોની સેનાઓ ડૂરંડ લાઈન પર એકબીજાની સામે બોમ્બ-ગોળા વરસાવી રહી છે અને સ્થિતિ યુદ્ધના આરે પહોંચી ચુકી છે. આખરે આવું કેમ થયું કે પાકિસ્તાનનું એક વખતનું રણનીતિક મિત્ર તેના માટે આટલું ખરાબ સ્વપ્ન બની ચુક્યું છે? તો આના મુખ્ય ત્રણ કારણો છે.

Advertisement

TTP ના હુમલા અને પાકિસ્તાનની બેધારી નીતિ

સૌથી મોટો વિવાવદ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) ને લઈને છે. પાકિસ્તાનનો આરોપ છે કે TTP ના આતંકીઓ અફઘાનિસ્તાન (Afghanistan) ની જમીનનો ઉપયોગ કરીને પાકિસ્તાન (Pakistan) માં હુમલા કરી રહ્યા છે અને તેમણે તાલિબાનનું સંરક્ષણ પણ મેળવ્યું છે.

જે આતંકી ઈકોસિસ્ટમ (Eco- System) ને પાકિસ્તાન વર્ષોથી પાળી-પોષી રહ્યું છે, તે હવે તેના જ સુરક્ષાદળોને ભારે પડી રહી છે. ત્યારે ફીલ્ડ માર્શલ અસીમ મુનીર (Asim Munir) ના નેતૃત્વમાં પાકિસ્તાને અફઘાનિસ્તાનની અંદર એરસ્ટ્રાઈક (Air Strike) અને ક્રોસ બોર્ડર ઓપરેશન તેજ કરી દીધા છે. તેનાથી અફઘાનિસ્તાનના શાસક તાલિબાન નારાજ છે. તાલિબાન (Taliban) નું કહેવું છે કે પાકિસ્તાન (Pakistan) પોતાની નિષ્ફળતાઓનું ઠીકરું તેમના પર ફોડીને તેમના સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરી રહ્યું છે.

આ પણ વાંચો: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે War શરૂ! તાલિબાને પાકિસ્તાની વાયુસેનાના જેટને તોડી પાડ્યાં

Bagram એરબેઝ અને America સાથે ડીલની શંકા

અફઘાનિસ્તાનના બગરામ એરબેઝ (Bagram Air Base) ને લઈને પણ રહસ્યમયી તણાવ બનેલો છે. સોશયલ મીડિયા અને કૂટનીતિક વર્તુળોમાં ચર્ચાઓ છે કે પાકિસ્તાન ફરીથી અમેરિકાની નજીક જવાની કોશિશમાં લાગેલું છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા પણ કહી ચુક્યા છે કે અમેરિકાએ બગરામ (Bagram) એરબેઝ છોડવો જોઈતો ન હતો.

હવે એવી અટકળો લાગી રહી છે કે પાકિસ્તાન ખુદને એક બ્રોકર તરીકે રજૂ કરી રહ્યું છે, જેથી અમેરિકાને તે ફરીથી બગરામ એરબેઝ સુધી પહોંચ અપાવી શકે. જો આવું થાય છે, તો તાલિબાન તેને પોતાની આઝાદી માટે સૌથી મોટો ખતરો માને છે. કાબુલને શંકા છે કે પાકિસ્તાન પોતાની ખોવાયેલી રણનીતિક ધારને પાછી મેળવવા માટે અફઘાનિસ્તાનમાં અસ્થિરતા ફેલાવી રહ્યું છે.

Kabul માં ભારતનો પ્રભાવ વધી રહ્યો છે

પાકિસ્તાન માટે સૌથી મોટી કડવી સચ્ચાઈ એ છે કે તાલિબાન હવે ભારતની સાથે હાથ મિલાવી રહ્યા છે. તાલિબાનને માનવીય મદદ, મૂળભૂત માળખું, અને કૂટનીતિ માટે નવી દિલ્હી સાથે સક્રિયપણેજોડાવાનું શરૂ કર્યું છે.

દાયકાઓથી પાકિસ્તાને કોશિશ કરી છે કે કાબુલ પર તેનો અને માત્ર તેનો જ પ્રભાવ બનેલો રહે અને ભારત ત્યાંથી દૂર રહે.

પરંતુ તાલિબાનની ભારત (India) સાથે વધી રહેલી મિત્રતાએ પાકિસ્તાનના આ એકાધિકારને સમાપ્ત કરી દીધો છે. જેમ જેમ અફઘાનિસ્તાન પોતાની ભાગીદારીઓ વધારી રહ્યું છે, તેમ તમ પાકિસ્તાનનું તેના પરનું દબાણ પણ ઘટી રહ્યું છે.

આ પણ વાંચો: PAK-Afghanistan War: પાકિસ્તાન–અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધ, સરહદ પર ભીષણ સંઘર્ષ, રશિયાએ કરી શાંતિની આપીલ

Tags :
Advertisement

.

×