Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Pakistan Afghanistan Conflict: અફઘાનિસ્તાનનો ઇસ્લામાબાદ પર ડ્રોન હુમલો, પાકિસ્તાનના 40 સૈનિકોના મોત!

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેનો સરહદી વિવાદ હવે ભયાનક યુદ્ધમાં ફેરવાયો છે. એક તરફ બાજૌરમાં ભયાનક દ્રશ્યો જોવા મળ્યા હતા , તો બીજી તરફ ઈસ્લામાબાદ જેવા સુરક્ષિત શહેરોમાં પણ વિસ્ફોટોનો ગુંજ સંભળાયો છે. અફઘાન સંરક્ષણ મંત્રાલયના ચોંકાવનારા દાવા અને સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચીસોના વીડિયો પાછળનું સત્ય શું છે? આ આકસ્મિક હુમલાઓએ બંને દેશોના ભવિષ્ય પર પ્રશ્નાર્થચિન્હ મૂકી દીધું છે.
pakistan afghanistan conflict  અફઘાનિસ્તાનનો ઇસ્લામાબાદ પર ડ્રોન હુમલો  પાકિસ્તાનના 40 સૈનિકોના મોત
Advertisement
  • ઈસ્લામાબાદ પર અફઘાનિસ્તાનનો  ડ્રોન હુમલો (Pakistan Afghanistan Conflict)
  • બાજૌર જિલ્લામાં TTP ના હુમલામાં 40 સૈનિકોના મોત
  • પાકિસ્તાની લશ્કરી મથકો અને છાવણીઓ આગમાં લપેટાઈ
  • અફઘાન શહેરો પર પાકિસ્તાની એરસ્ટ્રાઈકનો લેવાયો બદલો

પાકિસ્તાન (Pakistan) અને અફઘાનિસ્તાન (Afghanistan) વચ્ચેના સંબંધો હવે લોહિયાળ સંઘર્ષમાં ફેરવાયા છે. શુક્રવારે રાત્રે બંને દેશો વચ્ચે થયેલા ભીષણ હુમલાઓએ દક્ષિણ એશિયાના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. અફઘાન તાલિબાન (Afghan Taliban) અને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) દ્વારા કરવામાં આવેલા શ્રેણીબદ્ધ હુમલાઓમાં પાકિસ્તાનને ભારે જાન-માલનું નુકસાન થયું હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે.

Pakistan Afghanistan Conflict: બાજૌર જિલ્લામાં લશ્કરી છાવણી પર મોટો હુમલો

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા (Khyber Pakhtunkhwa) પ્રાંતમાં આવેલા બાજૌર જિલ્લામાં TTP ના લડવૈયાઓએ અચાનક હુમલો કર્યો હતો. આ હુમલામાં આશરે 40 પાકિસ્તાની સૈનિકો (Pakistan Army) માર્યા ગયા હોવાની આશંકા છે. અફઘાન તાલિબાને આ હુમલાની જવાબદારી સ્વીકારતા દાવો કર્યો છે કે તેમણે અનેક સૈનિકોને જીવતા પકડ્યા છે અને અનેક સરહદી ચોકીઓ પર કબજો જમાવી લીધો છે.

Advertisement

Advertisement

ઈસ્લામાબાદ પર આત્મઘાતી ડ્રોન હુમલો

સૌથી ચોંકાવનારી ઘટના પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં (Islamabad) બની છે. અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ઇનાયતુલ્લાહ ખ્વારઝમી (Enayatullah Khwarazmi) એ પુષ્ટિ કરી છે કે પાકિસ્તાની વાયુસેના દ્વારા પક્તિયા (Paktia) માં કરવામાં આવેલા હવાઈ હુમલાના જવાબમાં તેમણે ઈસ્લામાબાદ પર આત્મઘાતી ડ્રોન દ્વારા વળતો પ્રહાર કર્યો છે. આ હુમલામાં ફૈઝાબાદ (Faizabad) નજીકની લશ્કરી છાવણી અને નૌશેરા (Nowshera) ના લશ્કરી મુખ્યાલયને નિશાન બનાવવામાં આવ્યા હતા.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ઈસ્લામાબાદના સંવેદનશીલ વિસ્તારોમાં વિસ્ફોટ અને આગની જ્વાળાઓ સ્પષ્ટ જોઈ શકાય છે. પાકિસ્તાને તાજેતરમાં કાબુલ (Kabul) અને કંદહાર (Kandahar) જેવા અફઘાન શહેરો પર બોમ્બમારો કર્યો હતો, જેના પ્રતિશોધ રૂપે અફઘાનિસ્તાને આ 'ખુલ્લું યુદ્ધ' (Open War) જાહેર કર્યું હોય તેમ જણાય છે.

આ પણ વાંચો: Bolivian Plane Crash : બોલિવિયામાં એરફોર્સ હર્ક્યુલસનું વિમાન રસ્તા પર ક્રેશ, 15 લોકોના મોત

Tags :
Advertisement

.

×