Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pakistan Airport Fire : પાક. સેનાના પ્લેન લેન્ડીંગ સમયે એરપોર્ટ પર ભીષણ આગ

Pakistan Airport Fire : અલ્લામા ઇકબાલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સેનાના વિમાનના લેન્ડિંગ સમયે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે.
pakistan airport fire   પાક  સેનાના પ્લેન લેન્ડીંગ સમયે એરપોર્ટ પર ભીષણ આગ
Advertisement

Pakistan Airport Fire : પાકિસ્તાનમાં એક સાંધે ત્યાં તેર તુટે તેવી સ્થિતી છે. જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા (PAHALGAM TERROR ATTACK) બાદ પાકિસ્તાન અને ભારત વચ્ચેના સંબંધોમાં તણાવ છે. ત્યારે આજે લાહોરમાં સેનાના વિમાનના લેન્ડિંગ સમયે એરપોર્ટ પર ભીષણ આગની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે હડકંપ મચી જવા પામ્યો છે. તાજેતરમાં પાકિસ્તાની સેના દ્વારા એરપોર્ટનો કબ્જો લઇ લેવામાં આવ્યો છે. એકાએક લાગેલી આગને પગલે તરહ તરહના સવાલોએ સ્થાન લીધું છે.

સેના દ્વારા લાહોરના એરપોર્ટ પર કબ્જો કરવામાં આવ્યો

જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભર્યા સંબંધો છે. આતંકી ઘટના બાદ ભારતે વ્યુહાત્મક નિર્ણયો લેતા પાકિસ્તાન લાચારી તરફ ધકેલાઇ રહ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ દરમિયાન પાકિસ્તાની સેના દ્વારા લાહોરના એરપોર્ટ પર કબ્જો કરવામાં આવ્યો છે. તાજેતરમાં અલ્લામા ઇકબાલ ઇન્ટરનેશનલ એરપોર્ટ (Allama Iqbal International Airport FIRE) પર સેનાના વિમાનના લેન્ડિંગ સમયે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે.

Advertisement

હજ માટે જતી ફ્લાઇટનું શિડ્યુલ ખોરવાયું

સેનાએ કબ્જો મેળવેલા એરપોર્ટ અચાનક આગ લાગવાને પહલે તરહ તરહના સવાલોએ લોકચર્ચામાં સ્થાન લીધું છે. જોત જોતામાં એરપોર્ટ ધૂમાળાના ગોટેગોટામાં સમાઇ ગયું હતું. તેમાં હાજર મુસાફરોએ ફરજીયાત નાક ઢાંકીને ફરવું પુડે તેવી સ્થિતી હતી. આ આગની ઘટનામાં હજ માટે જતી ફ્લાઇટનું શિડ્યુલ પણ ખોરવાયું હોવાનું સ્થાનિક સુત્રોનું જણાવવું છે.

Advertisement

આ પણ વાંચો --- Pahalgam Terror Attack : લાચાર પાકિસ્તાનની હલકી માનસિકતા છતી થઇ

Tags :
Advertisement

.

×