Turkey સૈન્યાધ્યક્ષને મળ્યા પાકિસ્તાની ફીલ્ડ માર્શલ Munir, ખાડીમાં તણાવ વચ્ચે કોઈ યોજના?
. પાકિસ્તાની સૈન્યાધ્યક્ષ અસીમ મુનીર અને તુર્કીના જનરલ સેલ્કુક વચ્ચે રાવલપિંડીમાં પ્રાદેશિક સુરક્ષા મુદ્દે મહત્વની બેઠક યોજાઈ.
. મધ્યપૂર્વમાં વધતા તણાવ વચ્ચે બંને દેશોએ સંરક્ષણ સહયોગ વધારવા અને સંયુક્ત સૈન્ય અભ્યાસ પર ભાર મૂક્યો.
. તુર્કી પાકિસ્તાનમાં ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવા અને સબમરીન આધુનિકીકરણમાં મદદ કરી રહ્યું છે.
Turkey Pakistan Relation: પાકિસ્તાનના ફીલ્ડ માર્શલ અસીમ મુનીરે શુક્રવારે તુર્કીના મિલિટ્રી જનરલ સ્ટાફ જનરલ સેલ્કુક બાયરાકટારોગ્લૂ સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત એવા સમયે થઈ છે, જ્યારે મધ્યપૂર્વમાં ફરી એકવાર ભડકાની સ્થિતિ છે.
ઈરાન પર અમેરિકાના હુમલાનો ખતરો છે અને સાઉદી અરેબિયા- યુએઈના સંબંધમાં ઘણો તણાવ જોવા મળી રહ્યો છે.
અરબ ન્યૂઝ પ્રમાણે, આ મુલાકાત દરમિયાન સંરક્ષણ સહયોગને વધુ ગાઢ કરવા અને મિડલ-ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને પ્રાદેશિક સુરક્ષા ચિંતાઓને લઈને વાત થઈ છે. આ મુલાકાત એવા સમયે થઈ છે, જ્યારે સાઉદી અરેબિયા અને પાકિસ્તાનના સૈન્ય ગઠબંધનમાં તુર્કીના સામેલ થવાની વાત કહેવાઈ રહી છે.
તુર્કીએ જો કે આ સમયે ગઠબંધનમાં સામેલ નહીં થવાના સંકેત આપ્યા છે, પરંતુ જિયો પોલિટિક્સમાં કંઈપણ શક્ય છે. તુર્કીના વિદેશ મંત્રી હાકાન ફિદાને થોડા દિવસો પહેલા કહ્યુ હતુ કે તુર્કી, ગત સપ્ટેમ્બરમાં પાકિસ્તાન અને સાઉદી વચ્ચે બનાવવામાં આવેલા સૈન્ય ગઠબંધનમાં સામેલ થવા માટે વાતચીત કરી રહ્યા છે.
પાકિસ્તાની સેનાની મીડિયા વિંગ ઈન્ટર સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે તુર્કીના જનરલે રાવલપિંડીમાં જનરલ હેડક્વાર્ટરમાં પાકિસ્તાના સૈન્ય દળોના પ્રમુખ સાથે મુલાકાત કરી છે.
આ પણ વાંચો: ઈસ્લામિક નાટોનો ખતરો: પાકિસ્તાન, સાઉદી અને તુર્કીનું સૈન્ય ગઠબંધન ભારત માટે પડકાર
તુર્કી અને પાકિસ્તાની સૈન્ય પ્રમુખોની મુલાકાત
પાકિસ્તાનની સેના તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ બેઠક દરમિયાન બંને દેશોની વચ્ચે પરસ્પર હિત, પ્રાદેશિક પડકારો, દ્વિપક્ષીય સંરક્ષણ અને સૈન્ય સહયોગને લઈને વાત કરવામાં આવી છે. આઈએસપીઆરનું કહેવું છે કે બંને પક્ષોએ પાકિસ્તાન-તુર્કી સંબંધોની પ્રવર્તમાન દિશા પર સંતોષ વ્યક્ત કર્યો છે કે જ્યારે મજબૂત સમન્વય બનાવી રાખવા અને સંરક્ષણ સહયોગ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. નિવેદન મુજબ, મુનીરે તુર્કી દળોના સમર્થનનું સ્વાગત કર્યું અને મિલિટ્રી-ટુ-મિલિટ્રી કોન્ટેક્ટને મજબૂત કરવા માટે પાકિસ્તાનની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી છે.
રિપોર્ટ મુજબ, આ મુલાકાત દરમિયાન પાકિસ્તાન અને તુર્કીએ સૈન્ય સંબંધોને વધારવાનો નિર્ણય કર્યો છે. જેમાં સંયુક્ત સૈન્ય અભ્યાસ કરવા પર ભાર મૂક્યો છે. પાકિસ્તાન અને તુર્કી ઈસ્લામની ડોરથી બંધાયેલા છે અને વૈચારિક સ્તર પર ડિપ્લોમેટિક સ્તર પર અને સૈન્ય સ્તર પર બંને વચ્ચે ગાઢ સંબંધ છે.
તુર્કી, પાકિસ્તાનની અંદર એરસ્પેસ અને ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ યૂનિટ બનાવવાની કોશિશ કરી રહ્યા છે. આના માટે તુર્કીના હાઈલેવલ ડેલિગેશને ગત થોડાક દિવસો પહેલા પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. આનો ઉદેશ્ય પાકિસ્તાનમાં કો-પ્રોડક્શનની સંભાવનાઓની ચકાસણી કરવાનો હતો. આ સિવાય ગત વર્ષ ઓગસ્ટમાં બંને દેશોની નૌસેનાઓએ સમુદ્રી તાલમેલને મજબૂત કરવા માટે દ્વિપક્ષીય એમ્ફીબિયસ અભ્યાસ કર્યો હતો.
આ પણ વાંચો: પાકિસ્તાનના યાર અર્દોગનનું કપાશે નાક: સેનાએ ઓપરેશન સિંદૂરમાં ઢેર તુર્કી ડ્રોનનો દેખાડયો પુરાવો
પાકિસ્તાનની મદદ કરી રહ્યું છે તુર્કી
તુર્કીની ડિફેન્સ કંપનીઓ પાકિસ્તાનની અગોસ્ટા-90બી ક્લાસ સબમરીનોને આધુનિક બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી ચુકી છે. તુર્કીએ સતત પાકિસ્તાનને ડ્રોન સહીતના એડવાન્સ્ડ મિલિટ્રી હાર્ડવેયર સપ્લાઈ કર્યા છે.
ભારતના ઓપરેશન સિંદૂર વખતે પણ તુર્કીએ પાકિસ્તાનને ડ્રોન સહીત એડવાન્સ હથિયારોની સપ્લાઈ કરી હતી. આ સિવાય બંને દેશ નિયમિતપણે જોઈન્ટ મિલિટ્રી ડ્રિલ પણ કરે છે. તેમનો સૌથી તાજેતરનો યુદ્ધાભ્યાસ ફેબ્રુઆરી, 2025માં અતાતુર્ક-XIII માં સ્પેશયલ ફોર્સિસ યૂનિટ્સને એકસાથે લાવવા માટે કરવામાં આવ્યું હતું, જેથી ફીલ્ડમાં પ્રભાવી ઢંગથી કામ કરવાની તેમની ક્ષમતાને સારી બાવવા માટે યુદ્ધ ટ્રેનિંગ આપી શકાય.
આ પણ વાંચો: અમેરિકા સામેની ભૂ-રાજનીતિક બગાવત હશે 'Islamic NATO', ભારત સામે પડકારો વધારશે


