PakistanArmy: આખરે પાકિસ્તાની સેના આગળ બલોચ આર્મીનું સરેન્ડર...BLAના 33 લડાકુઓ ઠાર
- અંતે જાફર એક્સપ્રેસ રેસ્ક્યૂ ઓપરેશન પૂર્ણ
- હુમલો કરનારા 33 આતંકવાદીઓ ઠાર
- અકસ્માતમાં 21 મુસાફરોના મોત
PakistanArmy: પાકિસ્તાનના ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) ના ડિરેકટર જનરલ અહેમદ શરીફ ચૌધરીએ જણાવ્યું હતું કે પાકિસ્તાન સેનાએ વાયુસેના,ફ્રન્ટિયર કોર્પ્સ (FC) અને સ્પેશિયલ સર્વિસ ગ્રુપ (SSG) સાથે મળીને બોલાનમાં ટ્રેન પર હુમલો કરનારા 33 આતંકવાદીઓને (terrorist attack)બચાવ કામગીરીમાં ઠાર માર્યા હતા અને તમામ બંધકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. જોકે, આ અકસ્માતમાં 21 મુસાફરોના મોત થયા હતા.
33 આતંકવાદીઓને ઠાર માર્યા
દરમિયાન પાકિસ્તાન રેડિયોના અહેવાલ મુજબ સેનાએ બચાવ કામગીરી(rescue) હાથ ધરીને 190 લોકોને બચાવ્યા, 37 મુસાફરો ઘાયલ થયા અને 57 મુસાફરોને બચાવી લેવામાં આવ્યા અને ક્વેટા લઈ જવામાં આવ્યા. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર ISPRના ડાયરેક્ટર જનરલ અહેમદ શરીફ ચૌધરીએ જણાવ્યું હતું કે બચાવ કામગીરીના પરિણામે પાક સેના(PakistanArmy)એ 33 આતંકવાદીઓને ઠાર માર્યા છે અને તબક્કાવાર રીતે તમામ બંધકોને સુરક્ષિત રીતે મુક્ત કરાવ્યા છે. તેમણે એક આતંકવાદીઓએ 11 માર્ચે બપોરે 1 વાગ્યે ટ્રેન પાટા પરથી ઉતારી દીધી હતી અને મુસાફરોને બંધક બનાવ્યા હતા. સુરક્ષા દળોએ ઝડપી બચાવ કામગીરી હાથ ધરી અને તમામ બંધકોને સુરક્ષિત મુક્ત કરાવવાની ખાતરી કરી. જોકે, આ અકસ્માતમાં 21 મુસાફરો અને 4 સૈનિકોના મોત થયા છે.
Spoke with Chief Minister Sarfaraz Bugti who briefed me on the latest developments in the heinous terrorist attack on Jaffar Express. The entire nation is deeply shocked by this dastardly act and saddened by the loss of innocent lives—such cowardly acts will not shake Pakistan’s…
— Shehbaz Sharif (@CMShehbaz) March 12, 2025
આ પણ વાંચો -Pakistan Train Hijack: પાકિસ્તાનમાં શા માટે ટ્રેન હાઈજેક થયું? BLAએ એક ઓડિયો આવ્યો સામે
440 મુસાફરો ઉપસ્થિત
આ ઉપરાંત પાકિસ્તાની રેલ્વે અધિકારીઓએ જણાવ્યું કે જયારે ટ્રેન પર હુમલો થયો હતો. તે સમયે ટ્રેનમાં 440 મુસાફરો હતા. મુશ્કેલ ભૂપ્રદેશ અને આતંકવાદીઓ દ્વારા બંધકોનો માનવ ઢાલ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હોવા છતાં સુરક્ષા દળોએ સુવ્યવસ્થિત બચાવ કામગીરી હાથ ધરીને મોટી સંખ્યામાં મુસાફરોને બચાવ્યા.
આ પણ વાંચો -BLA Army Video: પહાડોની વચ્ચે ગન પોઇન્ટ પર બંધકો, બલોચ આર્મીનો Video
ટનલ નંબર 8 વિસ્ફોટથી ઉડાવી
હાઇજેક થયેલી જાફર એક્સપ્રેસ 11 માર્ચના રોજ સવારે 9 વાગ્યે પાકિસ્તાનના ક્વેટાથી પેશાવર જવા રવાના થઈ હતી. આ ટ્રેન બપોરે 1.30 વાગ્યે સિબ્બી પહોંચવાની હતી. પરંતુ હુમલો બોલાનના મશફાક ટનલમાં થયો હતો. ટ્રેન જ્યાંથી પસાર થઈ રહી હતી તે જગ્યા ડુંગરાળ વિસ્તાર છે. અહીં 17 ટનલ છે, જેના કારણે ટ્રેનની ગતિ ધીમી કરવી પડી હતી, જેનો ફાયદો ઉઠાવીને BLA એ મશફાકમાં ટનલ નંબર-8 ને ઉડાવી દીધી. આ કારણે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ અને તેનું અપહરણ કરવામાં આવ્યું.