Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પાકિસ્તાનના નવા CDF અસીમ મુનીરે ભારત વિરુદ્ધ કેમ ઓક્યું ઝેર? જાણો કારણ

પાકિસ્તાનના નવા CDF અસીમ મુનીરે ભારત અને અફઘાનિસ્તાન બંને વિરુદ્ધ આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે કહ્યું કે ભારતે કરેલા ઓપરેશન સિંદૂર'નો જવાબ વધુ કડક હશે. અફઘાનિસ્તાનને TTP કે પાકિસ્તાનમાંથી એકની પસંદગી કરવા અલ્ટીમેટમ આપ્યું. અસીમ મુનીર પાકિસ્તાનના ઇતિહાસના બીજા ફિલ્ડ માર્શલ બન્યા છે. તેમનું આ નિવેદન પદ સંભાળ્યા બાદ ત્રણેય સેનાના સ્વાગત સમારોહમાં આવ્યું હતું.
પાકિસ્તાનના નવા cdf અસીમ મુનીરે ભારત વિરુદ્ધ કેમ ઓક્યું ઝેર  જાણો કારણ
Advertisement
  • નવા CDF અસીમ મુનીરે પદ સંભાળ્યા બાદ આક્રમક નિવેદન આપ્યું (Pakistan asim Munir threat)
  • ભારતને ચેતવણી:'ઓપરેશન સિંદૂર'ના બદલામાં કડક પ્રતિક્રિયા અપાશે
  • અફઘાનિસ્તાનને અલ્ટીમેટમ: પાકિસ્તાન કે TTP માંથી એકને પસંદ કરો
  • અસીમ મુનીર પાકિસ્તાનના બીજા ફિલ્ડ માર્શલ પણ બન્યા છે
  • ભારતે પહેલગામ હુમલાના બદલામાં 9 આતંકી ઠેકાણાં નષ્ટ કર્યા હતા

Pakistan asim Munir threat : પાકિસ્તાનના ચીફ ઓફ ડિફેન્સ ફોર્સિસ (CDF) બન્યા બાદ અસીમ મુનીરે આક્રમક વલણ અપનાવ્યું છે. પાકિસ્તાની સેનાના હેડક્વાર્ટર GHQ માં આયોજિત સ્વાગત સમારોહને સંબોધતા તેમણે ભારત અને અફઘાનિસ્તાન બંનેને ધમકી આપી હતી.

તેમણે ભારતને ચેતવણી આપતા કહ્યું કે "ભારત કોઈ ગેરસમજમાં ન રહે, દરેક કાર્યવાહીનો જડબાતોડ જવાબ આપવામાં આવશે." જ્યારે અફઘાનિસ્તાનને સ્પષ્ટ કહ્યું કે તે "હવે પાકિસ્તાન અથવા TTP (તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન)માંથી કોઈ એકની પસંદગી કરી લે, નહીંતર પરિણામ ભોગવવા તૈયાર રહે."

Advertisement

જણાવી દઈએ કે ભારતના ઓપરેશન સિંદૂર બાદ અસીમ મુનીરને ફિલ્ડ માર્શલ બનાવવામાં આવ્યા હતા અને તેઓ પાકિસ્તાનના ઇતિહાસના બીજા ફિલ્ડ માર્શલ છે. હાલમાં જ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ પાકિસ્તાન આર્મી, એરફોર્સ અને નેવી બિલ 2025 ને મંજૂરી આપી, જેના હેઠળ CDF પદનું ગઠન થયું. અસીમ મુનીરને CDF બનાવવામાં આવ્યા છે, જેની સાથે તેઓ સેના પ્રમુખની જવાબદારી પણ નિભાવશે.

Advertisement

આ પદગ્રહણ બાદ ત્રણેય સેનાઓએ મળીને તેમના સન્માનમાં આ સ્વાગત સમારોહ યોજ્યો હતો, જેમાં એર ચીફ માર્શલ ઝહીર અહેમદ બાબર સિદ્ધુ અને નૌસેના પ્રમુખ એડમિરલ નવીન અશરફ પણ હાજર હતા.

ભારતના 'ઓપરેશન સિંદૂર'થી પાકિસ્તાન ફફડ્યું  (Pakistan asim Munir threat)

એપ્રિલ 2025 માં પહેલગામ આતંકી હુમલા માટે પાકિસ્તાનને સીધું જવાબદાર ઠેરવવામાં આવ્યું હતું. આ હુમલામાં 26 લોકોની હત્યાનો બદલો લેવા માટે ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું, જે આજે પણ ચાલુ છે.

ઓપરેશન સિંદૂર હેઠળ સેના અને વાયુસેનાએ મળીને પાકિસ્તાનમાં પ્રવેશ કર્યો અને 9 આતંકી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. ત્યારબાદ વિશ્વભરમાં પ્રતિનિધિમંડળ મોકલીને પાકિસ્તાનને બેનકાબ કરવામાં આવ્યું. આનાથી ગુસ્સે ભરાયેલા પાકિસ્તાને હવે ધમકી આપી છે કે જો ભારતે ભવિષ્યમાં કોઈપણ પ્રકારની આક્રમક કાર્યવાહી કરી, તો પાકિસ્તાનની પ્રતિક્રિયા પહેલા કરતાં વધુ આકરી હશે.

અફઘાનિસ્તાનને કડક સંદેશ

એક તરફ પાકિસ્તાનના સંબંધો ભારત સાથે ખરાબ છે, તો બીજી તરફ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) ના કારણે અફઘાનિસ્તાન સાથે પણ વિવાદ ચાલી રહ્યો છે.

ઓક્ટોબર મહિનામાં પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં એર સ્ટ્રાઈક કરી હતી. TTP ના ઠેકાણાં નષ્ટ કરીને તેમના એક ચીફને ઠાર મારવાનો દાવો કરવામાં આવ્યો હતો. અફઘાનિસ્તાને તેને પોતાની સાર્વભૌમત્વ પરનો હુમલો ગણાવીને જવાબી કાર્યવાહી કરી, જેના કારણે બંને દેશોના સંબંધો વણસી ગયા.

આથી, અસીમ મુનીરે અફઘાનિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે તેણે નિર્ણય કરવો પડશે કે પાકિસ્તાન કે TTP માંથી કોને પોતાના માનવા છે, નહીં તો પાકિસ્તાન તેમને સબક શીખવશે.

આ પણ વાંચો : Trump Tariffs: ભારતીય ચોખા પર ટેરિફના ટ્રમ્પના સંકેત, ચોખાના ડમ્પિંગની ખેડૂતોએ કરી ફરિયાદ

Tags :
Advertisement

.

×