ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Pakistan ની થઈ ફજેતી, અમેરિકાએ રાજદૂતને ઘુસવા પણ ન દીધા, એરપોર્ટ પરથી જ કર્યા ડિપોર્ટ

અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા બાદથી ડોનાલ્ડ ટ્રમ્પે ઈમિગ્રેશન નિયમોને લઈને ખૂબ જ કડક વલણ અપનાવ્યું છે.
11:47 AM Mar 11, 2025 IST | MIHIR PARMAR
અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા બાદથી ડોનાલ્ડ ટ્રમ્પે ઈમિગ્રેશન નિયમોને લઈને ખૂબ જ કડક વલણ અપનાવ્યું છે.
K.K Ahsan Wagan

USA News:  અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા બાદથી ડોનાલ્ડ ટ્રમ્પે ઈમિગ્રેશન નિયમોને લઈને ખૂબ જ કડક વલણ અપનાવ્યું છે. દરમિયાન, તુર્કમેનિસ્તાનમાં પાકિસ્તાનના રાજદૂતને અમેરિકામાં પ્રવેશની મંજૂરી આપવામાં આવી ન હતી અને તેમને પાછા મોકલી દેવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, વિદેશ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ પુષ્ટિ કરી છે કે તુર્કમેનિસ્તાનમાં પાકિસ્તાનના રાજદૂત કે.કે. અહેસાન વાગનને અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવ્યા છે. ઇમિગ્રેશન સંબંધિત વાંધાઓને કારણે, યુએસ અધિકારીઓએ તેમને દેશ છોડવાનું કહ્યું, ત્યારબાદ તેમને પાછા મોકલી દેવામાં આવ્યા.

પાકિસ્તાન સરકાર તેમને પાછા બોલાવી શકે છે

રાજદૂત કે.કે. એહસાન વાગન પાસે માન્ય યુએસ વિઝા અને બધા જરૂરી દસ્તાવેજો હતા અને તે લોસ એન્જલસની વ્યક્તિગત મુલાકાતે ગયા હોવાના અહેવાલ છે. પરંતુ અમેરિકન ઈમિગ્રેશન અધિકારીઓએ તેમને એરપોર્ટ પર જ રોક્યા અને ત્યારપછી તેમને ડિપોર્ટ કરવામાં આવ્યા.

આ પણ વાંચો :  PM મોદીનું મોરેશિયસમાં ઉષ્માભર્યું સ્વાગત, રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં ભાગ લેશે

જો કે અમેરિકન પ્રશાસનના આ પગલા બાદ હવે રાજદ્વારી પ્રોટોકોલને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. આ ઘટનાને ગંભીરતાથી લેતા, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે પાકિસ્તાન સરકાર ટૂંક સમયમાં રાજદૂત વાગનને ઇસ્લામાબાદ પરત બોલાવી શકે છે.

વિદેશ મંત્રાલયે તપાસનો આદેશ આપ્યો

આ ઘટના અંગે વિદેશ મંત્રી ઈશાક ડાર અને વિદેશ સચિવ અમીના બલોચને જાણ કરવામાં આવી છે. વિદેશ મંત્રાલયે લોસ એન્જલસમાં પાકિસ્તાની વાણિજ્ય દૂતાવાસને આ મામલાની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે.

તુર્કમેનિસ્તાનમાં પાકિસ્તાનના રાજદૂત કે.કે. અહેસાન વાગન લાંબા સમયથી પાકિસ્તાન વિદેશ સેવા સાથે સંકળાયેલા છે. તેમની કારકિર્દી દરમિયાન તેમણે કાઠમંડુમાં પાકિસ્તાની દૂતાવાસમાં સેકન્ડ સેક્રેટરી તરીકે સેવા આપી છે. આ સિવાય તેઓ લોસ એન્જલસમાં પાકિસ્તાની વાણિજ્ય દૂતાવાસમાં ડેપ્યુટી કોન્સલ જનરલ, મસ્કતમાં પાકિસ્તાનના રાજદૂત અને નાઈજરમાં પાકિસ્તાની એમ્બેસીમાં પણ કામ કરી ચૂક્યા છે.

આ પણ વાંચો :  ટ્રમ્પની ટેરિફ નીતિઓએ ઉભું કર્યું આર્થિક સંકટ! અમેરિકા સહિત વિશ્વ પર...

Tags :
DiplomaticProtocolDiplomaticRelationsForeignPolicyGujaratFirstImmigrationRulesKKVaganDeportedMihirParmarPakistaniAmbassadorDeportedPakistaniDiplomacyPakistaniEmbassyPakistanInTheUSPakistansDiplomattrumpimmigrationpolicyUSDeportationUSPakistanRelationsUSVisaIssues
Next Article