Pakistan Independence Day : સ્વતંત્રતા દિવસની ઉજવણી માતમમાં ફેરવાઈ, કરાચીમાં ગોળીબાર થતા 3ના મોત
- પાકિસ્તાન સ્વતંત્રતા દિવસે કરાચીમાં ગોળીબાર, 3નાં મોત
- ઉજવણીમાં શોક : કરાચીમાં ગોળીબારથી 60થી વધુ ઘાયલ
- કરાચીમાં 8 વર્ષની બાળકી સહિત 3નાં મોત
- પાકિસ્તાનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન ગોળીબાર
- દર વર્ષે ઉજવણી વખતે ગોળીબારની ઘટનાઓ ચિંતાજનક
Pakistan Independence Day : પાકિસ્તાનમાં આજે 14 ઑગસ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન કરાચી શહેરમાં દુઃખદ અને ચોંકાવનારી ઘટનાઓ બની. જ્યા ઉજવણીના માહોલ વચ્ચે અચાનક ગોળીબાર થયો અને તેમા 3 લોકોનાં મોત થઇ ગયા, જેમાં એક 8 વર્ષની બાળકી અને એક વૃદ્ધ નાગરિકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, 60થી વધુ લોકો ઘાયલ થયા છે.
શહેરભરમાં ગોળીબારની ઘટનાઓ
પાકિસ્તાન સ્વતંત્રતા દિવસ (Pakistan Independence Day) ની ઉજવણી દરમિયાન કરાચીના અનેક વિસ્તારોમાં ગોળીબારની ઘટનાઓ નોંધાઈ. અઝીઝાબાદ વિસ્તારમાં એક નાની બાળકી ગોળીબારનો શિકાર બની, જ્યારે કોરંગીમાં સ્ટીફન નામના વ્યક્તિનું મૃત્યુ થયું. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ ઘટનાઓમાં ઓછામાં ઓછા 64 લોકો ઘાયલ થયા છે. પોલીસ અને વહીવટી તંત્રએ આવી ગોળીબારને બેદરકારીભર્યું અને જીવલેણ ગણાવી, લોકોને સલામત રીતે ઉજવણી કરવાની અપીલ કરી છે.
અસરગ્રસ્ત વિસ્તારો
પોલીસના જણાવ્યા અનુસાર, કરાચીના લિયાકતાબાદ, કોરંગી, લ્યારી, મહમૂદાબાદ, અખ્તર કોલોની, કેમરી, જેક્સન, બલદિયા, ઓરંગી ટાઉન અને પાપોશ નગરમાં ગોળીબાર થયો. સાથે જ શરીફાબાદ, નઝામાબાદ, સુરજની ટાઉન, ઝમાન ટાઉન અને લાંધી વિસ્તારોમાં પણ આવી ઘટનાઓ બની.
અગાઉ પણ Pakistan Independence Day માં બનતી આવી ઘટનાઓ
આ પહેલીવાર નથી કે પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ દરમિયાન ગોળીબાર થયો છે. વર્ષ 2024માં પણ આવી જ ઘટના બની હતી, જેમાં એક બાળકનું મોત થયું હતું અને 95થી વધુ લોકો ઘાયલ થયા હતા. આવી ઘટનાઓ દર વર્ષે ઉજવણીના સમયે થતી હોવાને કારણે ચિંતાનો વિષય બની ગઈ છે.
પોલીસની કાર્યવાહી અને કારણો
પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે અને હવાઈ ગોળીબારમાં સામેલ લોકોને કડક સજા આપવાનો વાયદો કર્યો છે. એક અહેવાલ અનુસાર, પોલીસ અધિકારીઓએ આ પ્રકારની ઘટનાઓ માટે અનેક કારણો ગણાવ્યા છે, જેમ કે વ્યક્તિગત દુશ્મનાવટ, મતભેદો, અને લૂંટના પ્રયાસનો પ્રતિકાર. જાન્યુઆરી 2024માં પણ કરાચીમાં ગોળીબારની ઘટનાઓમાં 42 લોકોનાં મોત થયા હતા અને 233 લોકો ઘાયલ થયા હતા.
આ પણ વાંચો : Independence Day નિમિત્તે શૌર્ય, સેવા ચંદ્રકો ગુજરાતના 27 જવાન સહિત 1090 લોકોને એનાયત કરાશે