Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

પાકિસ્તાની એરલાઇન્સના માલિક બન્યા મૂળ જૂનાગઢના વતની, 4300 કરોડની લગાવી બોલી

પાકિસ્તાને તેની સરકારી એરલાઇન્સ (PIA) નું ખાનગીકરણ કરી તેને જૂનાગઢના ગુજરાતી મૂળના બિઝનેસમેન આરિફ હબીબને ₹4300 કરોડમાં વેચી દીધી છે. ઇસ્લામાબાદમાં યોજાયેલી ખુલ્લી હરાજીમાં આરિફ હબીબ સૌથી વધુ બોલી લગાવનાર વિજેતા બન્યા હતા. તેમનો પરિવાર 1947માં જૂનાગઢના બાંટવા ગામથી સ્થળાંતર કરી કરાચી સ્થાયી થયો હતો. છેલ્લા બે દાયકામાં પાકિસ્તાનનું આ સૌથી મોટું ખાનગીકરણ છે, જેમાં એક ગુજરાતી પરિવારે બાજી મારી છે.
પાકિસ્તાની એરલાઇન્સના માલિક બન્યા મૂળ જૂનાગઢના વતની  4300 કરોડની લગાવી બોલી
Advertisement
  • Pakistan International Airlines આરિફ હબીબે ₹4300 કરોડમાં ખરીદી
  • આરિફનું મૂળ વતન ગુજરાતના જૂનાગઢનું બાંટવા ગામ છે
  • પાકિસ્તાનમાં 20 વર્ષનું આ સૌથી મોટું ખાનગીકરણ છે
  • હરાજીમાં લકી સિમેન્ટ અને એરબ્લૂને પછાડી મેળવી જીત
  • 1947માં ભારત છોડીને કરાચી સ્થાયી થયો હતો આરિફનો પરિવાર

Pakistan International Airlines : પાકિસ્તાન સરકારે મંગળવાર, 23 ડિસેમ્બરના રોજ પોતાની રાષ્ટ્રીય વિમાન સેવા 'પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ' (PIA) નું ખાનગીકરણ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે. ઇસ્લામાબાદમાં યોજાયેલી ખુલ્લી હરાજીમાં દિગ્ગજ બિઝનેસમેન આરિફ હબીબે 135 બિલિયન પાકિસ્તાની રૂપિયા (આશરે 4300 કરોડ ભારતીય રૂપિયા) ની સફળ બોલી લગાવીને આ એરલાઇન્સ ખરીદી લીધી છે. છેલ્લા બે દાયકામાં પાકિસ્તાનનું આ સૌથી મોટું ખાનગીકરણ માનવામાં આવે છે.

 આરિફ હબીબનું ગુજરાત કનેક્શન

સૌથી ચોંકાવનારી અને રસપ્રદ વાત એ છે કે PIA ખરીદનાર આરિફ હબીબનું મૂળ ગુજરાત સાથે જોડાયેલું છે. તેમનો પરિવાર મૂળ ગુજરાતના જૂનાગઢ જિલ્લાના બાંટવા ગામનો વતની હતો. 1947માં ભાગલા વખતે તેમનો પરિવાર જૂનાગઢમાં ચાનો મોટો વ્યવસાય અને મિલકતો છોડીને કરાચી સ્થાયી થયો હતો. આરિફ હબીબનો જન્મ કરાચીમાં થયો હતો, પરંતુ તેમના મૂળ આજે પણ સૌરાષ્ટ્રની ધરતી સાથે જોડાયેલા છે.

Advertisement

Pakistan International Airlines ની કેવી રીતે થઈ હરાજી?

PIA ને ખરીદવા માટે ત્રણ મુખ્ય દાવેદારો મેદાનમાં હતા: લકી સિમેન્ટ, એરબ્લૂ અને આરિફ હબીબ ગ્રુપ. પારદર્શક રીતે યોજાયેલી આ હરાજીમાં આરિફ હબીબે સૌથી વધુ 115 અબજ (બાદમાં સુધારેલી બોલી સાથે 135 અબજ) પાકિસ્તાની રૂપિયાની ઓફર કરી હતી. તેમની સામે લકી સિમેન્ટે 105.5 અબજ અને એરબ્લૂએ માત્ર 26.5 અબજ રૂપિયાની બોલી લગાવી હતી.

Advertisement

Pakistan International Airlines ખરીદનાર કોણ છે આરિફ હબીબ?

આરિફ હબીબ પાકિસ્તાનના અત્યંત સફળ ઉદ્યોગસાહસિક અને આરિફ હબીબ ગ્રુપના સ્થાપક છે. તેમણે 1970માં કરાચી સ્ટોક એક્સચેન્જમાં સ્ટોકબ્રોકર તરીકે કરિયર શરૂ કર્યું હતું. આજે તેમનું સામ્રાજ્ય ફાઇનાન્શિયલ સર્વિસિસ, રિયલ એસ્ટેટ, સિમેન્ટ, ફર્ટિલાઇઝર અને એનર્જી સેક્ટરમાં ફેલાયેલું છે. તેમની કુલ સંપત્તિ આશરે 500 મિલિયન ડોલર હોવાનું મનાય છે. વેપાર ઉપરાંત સામાજિક સેવા માટે તેમને પાકિસ્તાનનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર 'સિતારા-એ-ઈમ્તિયાઝ' પણ મળ્યો છે.

 પાકિસ્તાન માટે મોટો નિર્ણય

આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાન માટે આ ખાનગીકરણ ખૂબ મહત્વનું છે. ખોટમાં ચાલતી સરકારી કંપનીઓને વેચીને દેશની તિજોરી ભરવાની વ્યૂહરચના હેઠળ આ પગલું લેવામાં આવ્યું છે. આરિફ હબીબની રોકાણ કરવાની જૂની પદ્ધતિ રહી છે કે તેઓ સરકારી કંપનીઓના ખાનગીકરણ વખતે તેમાં હિસ્સો ખરીદે છે અને તેને નફાકારક બનાવે છે.

આ પણ વાંચો : Turkiye Plane Crash: ટેકઓફના થોડા સમય પછી વિમાન થયું ક્રેશ,લિબિયાના સેનાપ્રમુખ સહિત 7 ના મોત

Tags :
Advertisement

.

×