Pakistan : ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાન પાકિસ્તાનની મુલાકાતે, વડાપ્રધાન શાહબાઝ સાથે કરી બેઠક
- ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાન પાકિસ્તાનની મુલાકાતે
- ઈરાનના રાષ્ટ્રપતિએ PM Nawaz Sharif સાથે મહત્વની બેઠક પણ કરી
- ઈરાનના રાષ્ટ્રપતિ બન્યા પછી પેઝેશ્કિયાનની આ પાકિસ્તાનની પહેલી સત્તાવાર મુલાકાત છે
Pakistan : ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન (Masoud Pazeshkian) 2 દિવસની સત્તાવાર મુલાકાતે પાકિસ્તાન પહોંચ્યા છે. પેઝેશ્કિયાન પાકિસ્તાનના વડાપ્રધાનના આમંત્રણ પર આ પ્રવાસ પર આવ્યા છે. ઈરાનના રાષ્ટ્રપતિએ વડાપ્રધાન શાહબાઝ શરીફ (Masoud Pazeshkian) સાથે મહત્વની બેઠક પણ કરી છે. ઈરાનના રાષ્ટ્રપતિ બન્યા પછી પેઝેશ્કિયાનની આ પાકિસ્તાનની પહેલી સત્તાવાર મુલાકાત છે.
વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે સૂચક મુલાકાત
ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન (Masoud Pazeshkian) બે દિવસની સત્તાવાર મુલાકાતે પાકિસ્તાનમાં છે. લાહોરના અલ્લામા ઈકબાલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પાકિસ્તાન મુસ્લિમ લીગ-એન (પીએમએલ-એન) ના નેતા નવાઝ શરીફ (Nawaz Sharif) અને પંજાબ પ્રાંતના મુખ્ય પ્રધાન મરિયમ નવાઝ (Maryam Nawaz) એ એરપોર્ટ પર તેમનું વ્યક્તિગત સ્વાગત કર્યુ હતું. તેમણે પાકિસ્તાનના રાષ્ટ્રીય કવિ અલ્લામા ઈકબાલના મકબરા પર શ્રદ્ધાંજલિ આપી અને ઈસ્લામાબાદમાં વડાપ્રધાન શાહબાઝ શરીફને મળ્યા. આ મુલાકાતને સૂચક માનવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે થયા ગુપ્ત વાયુ રક્ષા કરાર? ભારતને મળી ગુપ્ત માહિતી
પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરશે
ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન રાષ્ટ્રપતિ બન્યા પછી આ તેમની પાકિસ્તાનની પહેલી મુલાકાત છે. પેઝેશ્કિયાન પાકિસ્તાનના વડાપ્રધાનના આમંત્રણ પર આ પ્રવાસ પર આવ્યા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાનની સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ આવ્યું છે, જેમાં ઈરાનના વિદેશ પ્રધાન સૈયદ અબ્બાસ અરાઘચી, વરિષ્ઠ મંત્રીઓ અને અન્ય ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થાય છે. ઈરાની રાષ્ટ્રપતિ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીને મળશે અને વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરશે. આ મુલાકાતનો હેતુ બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા અને પ્રાદેશિક સહયોગને પ્રોત્સાહન આપવાનો છે.
આ પણ વાંચોઃ Earthquake : રશિયામાં ફરી આવ્યો 6ની તીવ્રતાનો મોટો ભૂકંપ, કામચટકા દ્વીપ પર નોંધાયું કેન્દ્રબિંદુ