Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Pakistan Army Camp Attack : ખૈબર પખ્તુનખ્વાના બાજૌર આર્મી કેમ્પ પર આત્મઘાતી હુમલો, 15 સૈનિકના મોત

Pakistan Army Camp Attack :  પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં સુરક્ષા દળો પર ફરી એકવાર મોટો હુમલો થયો છે. બાજૌર વિસ્તારમાં આવેલા પાકિસ્તાની સેનાના એક મહત્વપૂર્ણ કેમ્પને આતંકીઓએ નિશાન બનાવ્યો છે.
pakistan army camp attack   ખૈબર પખ્તુનખ્વાના બાજૌર આર્મી કેમ્પ પર આત્મઘાતી હુમલો  15 સૈનિકના મોત
Advertisement
  • Pakistan Army Camp Attack : બાજૌર વિસ્તારમાં 15 સૈનિકોના કરૂણ મોત
  • TTP ના આતંકીઓ આર્મી કેમ્પમાં ઘૂસી ગયા
  • વિસ્ફોટ બાદ અંધાધૂંધ ગોળીબારથી મચી ચીખિયારી
  • TTP ની 'સ્પેશિયલ ઇસ્તિહાદી ફોર્સ' એ કર્યો હુમલો
  • ઓક્ટોબર 2025 પછીનો સૌથી ભીષણ હુમલો

Pakistan Army Camp Attack : પાકિસ્તાન (Pakistan)ના સંવેદનશીલ પ્રાંત ગણાતા ખૈબર પખ્તુનખ્વા (Khyber Pakhtunkhwa) માં ફરી એકવાર આતંકીઓએ હુમલો કર્યો છે. અફઘાનિસ્તાન સરહદ નજીક આવેલા બાજૌર (Bajaur) વિસ્તારમાં પાકિસ્તાની સેનાના એક મહત્વપૂર્ણ આર્મી કેમ્પ (Army Camp) પર ભીષણ આત્મઘાતી હુમલો (Suicide Attack) થયો છે. આ હુમલામાં ઓછામાં ઓછા 15 પાકિસ્તાની સૈનિકના (Pakistan Army)મોત થયાના અહેવાલ સામે આવી રહ્યાં છે.

આતંકવાદીઓએ આર્મી કેમ્પ કર્યો હુમલો

મળતા અહેવાલો અનુસાર, આ હુમલો અત્યંત વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યો હતો. પહેલા આર્મી કેમ્પના મુખ્ય ગેટ પાસે એક મોટો વિસ્ફોટ (Blast) થયો હતો, જેના કારણે સુરક્ષા વ્યવસ્થા વેરવિખેર થઈ ગઈ હતી. ત્યારબાદ, આધુનિક અને ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓ (Terrorists) કેમ્પની અંદર ઘૂસી ગયા હતા અને અંધાધૂંધ ગોળીબાર (Firing) શરૂ કર્યો હતો. આ હુમલો એટલો ભીષણ હતો કે સૈનિકોને વળતો પ્રહાર કરવાની તક મળે તે પહેલા મોટી જાનહાનિ થઈ હતી.

Advertisement

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Gujarat First (@gujaratfirst)

TTPએ હુમલાની લીધી જવાબદારી

મહત્વનું છે કે આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન [TTP] (Tehreek-e-Taliban Pakistan) એ સ્વીકારી છે. સંગઠને સત્તાવાર નિવેદન જારી કરીને જણાવ્યું છે કે, આ ઓપરેશન તેમની સ્પેશિયલ ઇસ્તિહાદી ફોર્સ [SIF] (Special Istishadi Force) દ્વારા પાર પાડવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબર 2025 પછી આ પ્રથમ ઘટના છે જ્યારે TTP એ સત્તાવાર રીતે આત્મઘાતી હુમલા (Suicide Bombing) ની જવાબદારી સ્વીકારી હોય. આ ઘટના બાદ સમગ્ર પાકિસ્તાન અને સરહદી વિસ્તારોમાં હાઈ એલર્ટ (High Alert) જાહેર કરી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Breaking News : આતંકી Shahzad Bhatti ના નેટવર્ક પર 'સર્જિકલ સ્ટ્રાઈક', દેશભરમાં 500 શંકાસ્પદ લોકો રડાર પર

Tags :
Advertisement

.

×