Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Pakistan LPG Crisis : પાકિસ્તાનમાં ગેસના ભાવ ભડકે બળ્યા, સિલિન્ડરના 7,000 રૂપિયા થતાં લોકો ભૂખે મરવા મજબૂર

ઈરાન સાથેની સરહદો સીલ થતાં પાકિસ્તાનમાં ગેસની ભીષણ અછત સર્જાઈ છે. દૈનિક 7,000 મેટ્રિક ટન આયાત અટકતાં 12 કિલોના સિલિન્ડરનો ભાવ 56 ટકા વધીને 7,000 રૂપિયા થયો છે. લાહોરના હજારો રિક્ષાચાલકોની કમાણી ઘટી જતાં પરિવારો ભોજનમાં કાપ મૂકવા મજબૂર બન્યા છે. મોંઘવારી દર 9.6 ટકા અને વ્યાજદર 12 ટકા થતાં આર્થિક સ્થિતિ વણસી છે.
pakistan lpg crisis   પાકિસ્તાનમાં ગેસના ભાવ ભડકે બળ્યા  સિલિન્ડરના 7 000 રૂપિયા થતાં લોકો ભૂખે મરવા મજબૂર
Advertisement

Pakistan LPG Crisis : આર્થિક સંકટ અને દેવાના ડુંગર નીચે દબાયેલા પાડોશી દેશની મુશ્કેલીઓનો કોઈ અંત દેખાઈ રહ્યો નથી. પશ્ચિમી સરહદ પરથી ગેસની સપ્લાય અચાનક અટકી જતાં સમગ્ર દેશમાં ઈંધણના ભાવ આસમાને પહોંચી ગયા છે. રાંધણગેસ અને વાહન વ્યવહાર માટે વપરાતા ગેસની અછત એટલી હદે વકરી છે કે સામાન્ય પરિવારો અને ખાસ કરીને શ્રમિક વર્ગના લોકો માટે બે ટંકનું ભોજન મેળવવું પણ દુષ્કર બની ગયું છે. દેશના ઐતિહાસિક શહેર લાહોરમાં સ્થિતિ સૌથી વધુ ચિંતાજનક બની છે, જ્યાં સાર્વજનિક પરિવહન પર નિર્ભર રહેતા લાખો નાગરિકો અને હજારો નાના વાહનચાલકો આ સંકટના કારણે આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે.

Tags :
Advertisement

.

×