Pakistan : TTP સાથેની અથડામણમાં મેજર મોઈઝ શાહ ઠાર, જાણો વિંગ કમાન્ડર અભિનંદન સાથેનું કનેકશન
- પાકિસ્તાની સેના અને TTP વચ્ચેની અથડામણમાં મેજર Moiz Abbas Shah મૃત્યુ પામ્યો
- મેજર મોઈઝ અબ્બાસ શાહે ભારતીય વિંગ કમાન્ડર અભિનંદનને બાલાકોટમાં પકડ્યા હતા
- પાકિસ્તાની સેનાની લશ્કરી કાર્યવાહીમાં 11 TTP સભ્યો માર્યા ગયા
Pakistan : TTP સાથેની અથડામણમાં પાકિસ્તાની સેનાના મેજર મોઈઝ અબ્બાસ શાહ (Moiz Abbas Shah) અને લાન્સ નાઈક જિબ્રાન ઠાર મરાયા છે. જો કે આ મૃતકો પૈકી મેજર મોઈઝ શાહનું ભારતીય વિંગ કમાન્ડર અભિનંદન સાથે છે ખાસ કનેકશન છે. વર્ષ 2019માં ભારતે બાલાકોટ એરસ્ટ્રાઈક કરી હતી ત્યારે વિંગ કમાન્ડર અભિનંદનને પાકિસ્તાની સેનાએ પકડી લીધા હતા. આ ઘટનામાં પાકિસ્તાન મેજર મોઈઝ અબ્બાસ શાહે મુખ્ય ભૂમિકા ભજવી હતી.
તહેરિક-એ-તાલિબાન-પાકિસ્તાન સાથે અથડામણ
દક્ષિણ વઝીરિસ્તાનના સરગોધામાં ટીટીપી (તહેરિક-એ-તાલિબાન-પાકિસ્તાન-TTP) ના હુમલામાં મેજર મોઈઝ અબ્બાસ શાહ નામનો એક અધિકારી માર્યો ગયો છે. મેજર મોઈઝ અબ્બાસ શાહ એ જ અધિકારી છે જેમણે 2019માં બાલાકોટ હુમલા દરમિયાન ભારતના વાયુસેનાના અધિકારી વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને પકડ્યા હતા.
આ પણ વાંચોઃ Gaganyan Mission Axiom4 : ભારત ઇતિહાસ રચવાની નજીક, શુભાંશુ શુક્લા આજે અવકાશમાં જશે
TTP ના 11 સભ્યો મૃત્યુ પામ્યા
પાકિસ્તાની સેનાના જણાવ્યા અનુસાર, ટીટીપી હુમલામાં મેજર મોઈઝ અબ્બાસ શાહ અને લાન્સ નાઈક જિબ્રાન માર્યા ગયા છે. પાકિસ્તાન સેનાનો દાવો છે કે, આ એન્કાઉન્ટરમાં TTP ના 11 સભ્યો મૃત્યુ પામ્યા છે. પાકિસ્તાની સેનાની મીડિયા વિંગે જણાવ્યું હતું કે, ખૈબર પખ્તુનખ્વા (Khyber Pakhtunkhwa) ના દક્ષિણ વઝીરિસ્તાન જિલ્લામાં ગુપ્ત માહિતી આધારિત કાર્યવાહી દરમિયાન 2 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા. જેમાં મેજર મોઈઝ અબ્બાસ શાહ અને લાન્સ નાઈક જિબ્રાનનો સમાવેશ થાય છે.
ISPR દ્વારા બાલાકોટનો ઉલ્લેખ ન કરાયો
પાકિસ્તાની સેનાની મીડિયા વિંગ ઈન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) ના એક નિવેદન અનુસાર, 24 જૂન 2025 ના રોજ, સુરક્ષા દળોએ દક્ષિણ વઝીરિસ્તાન જિલ્લાના સરગોધા વિસ્તારમાં એક લશ્કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ હુમલામાં મેજર મોઈઝ અબ્બાસ શાહ અને લાન્સ નાઈક જિબ્રાન માર્યા ગયા છે. ISPR એ કહ્યું કે, મેજર મોઈઝ પાકિસ્તાની આતંકવાદીઓ સામે અનેક કાર્યવાહીમાં તેમના બહાદુર કાર્યો માટે જાણીતા હતા. જો કે ISPR એ બાલાકોટ હુમલાનો ઉલ્લેખ કર્યો નથી.
આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીરના આ દ્રશ્યો તમને ચોંકાવી દેશે, જુઓ તવી નદીમાં SDRFની ટીમનું દિલધડક રેસ્ક્યૂ