Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

પાકિસ્તાનમાં ઐતિહાસિક ઓળખની વાપસી, લાહોરનું 'ઇસ્લામપુરા' હવે ઓળખાશે 'કૃષ્ણ નગર'થી

લાહોરમાં સ્થળોના નામ બદલવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં અનેક વિસ્તારોને તેમના મૂળ હિન્દુ, શીખ અને જૈન નામોથી ફરી ઓળખ આપવામાં આવી રહી છે. પંજાબ સરકારના આ પગલાનો હેતુ શહેરના ઐતિહાસિક વારસા અને સાંસ્કૃતિક ઓળખને પુનર્જીવિત કરવાનો છે, જે ભાગલા પછી બદલાઈ ગઈ હતી.
પાકિસ્તાનમાં ઐતિહાસિક ઓળખની વાપસી  લાહોરનું  ઇસ્લામપુરા  હવે ઓળખાશે  કૃષ્ણ નગર થી
Advertisement
  • Lahore માં રસ્તાઓને મળ્યા જૂના હિન્દુ નામો
  • પાકિસ્તાનમાં ઐતિહાસિક ઓળખની વાપસી
  • ઇતિહાસ તરફ પાછું વળતું લાહોર
Lahore historical names restored : એક એવો દેશ જેણે હરહંમેશા ભારત સાથે દુશમની રાખવી જ જરૂરી સમજી છે, જેને આતંકવાદીઓનો દેશ પણ કહેવાય છે, જી હા અમે અહીં પાકિસ્તાનની વાત કરી રહ્યા છીએ. આ દેશમાંથી એક એવા સમાચાર સામે આવી રહ્યા છે, જેના પર થોડીવાર માટે તમે ભરોસો  નહીં કરી શકો. એક અહેવાલ મુજબ લાહોરના ઘણા વિસ્તારોના નામ (Names) બદલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ બદલાવમાં ખાસ વાત એ છે કે ઘણા સ્થળોના ઇસ્લામિક નામોને બદલીને તેમને તેમના મૂળ હિન્દુ, શીખ અને જૈન પરંપરાના નામોથી ફરી ઓળખ આપવામાં આવી રહી છે. રસ્તાઓ (Roads), ગલીઓ (Streets) અને ચોક (Squares) સહિતના અનેક સ્થળો આ ફેરફારમાં સામેલ છે.

જૂના નામોથી ફરી ઓળખ

અહેવાલો મુજબ, ભાગલા (Partition) પહેલા જે નામો પ્રચલિત હતા, તે ફરીથી લાવવામાં આવી રહ્યા છે. ઉદાહરણ તરીકે, ‘ઇસ્લામપુરા’ને હવે ‘કૃષ્ણ નગર’ તરીકે ઓળખવામાં આવી રહ્યું છે. ‘બાબરી મસ્જિદ ચોક’નું નામ ‘જૈન મંદિર ચોક’ રાખવામાં આવ્યું છે, જ્યારે ‘સુન્નત નગર’ હવે ‘સંત નગર’ બન્યું છે. તે જ રીતે, ‘મુસ્તફાબાદ’ને ‘ધરમપુરા’ તરીકે ફરી ઓળખ આપવામાં આવી રહી છે. આ બદલાવ શહેરના ઐતિહાસિક વારસાને (Heritage) ફરી જીવંત કરવા માટે કરવામાં આવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Gujarat First (@gujaratfirst)

સરકારનો અભિગમ અને નિર્ણય - Lahore historical names restored

આ પ્રક્રિયા પંજાબ સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રી મરિયમ નવાઝની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠક (Cabinet Meeting)માં આ યોજના મંજૂર કરવામાં આવી હતી. સરકારના અધિકારીઓ મુજબ, આ પગલું લાહોરની પ્રાચીન ઓળખ અને સાંસ્કૃતિક વારસાને (Cultural Identity) પુનર્જીવિત કરવાનો પ્રયાસ છે.

નવા સાઇનબોર્ડ અને તાજેતરના ફેરફારો

છેલ્લા 2 મહિનામાં શહેરના અનેક વિસ્તારોમાં નવા સાઇનબોર્ડ (Signboards) લગાવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 9 સ્થળોએ તેમના મૂળ નામો પાછા મેળવ્યા છે. જેમાં ‘લક્ષ્મી ચોક’, ‘ડેવિસ રોડ’ અને ‘ક્વીન્સ રોડ’ જેવા જાણીતા સ્થળોનો સમાવેશ થાય છે, જેઓ અગાઉ અલગ નામોથી ઓળખાતા હતા.

ભાગલા પછીનો ઇતિહાસ અને અસર

ઉલ્લેખનીય છે કે, 1947માં ભારતથી અલગ થયા બાદ લાહોરમાં મોટા પ્રમાણમાં પરિવર્તન આવ્યા હતા. હિંસા (Violence) અને સ્થળાંતર (Migration)ના કારણે હિન્દુ અને શીખ સમુદાયના લોકો અહીંથી દૂર થયા. ત્યારબાદ શહેરના ઘણા સ્થળોના નામોને ઇસ્લામિક બનાવવામાં આવ્યા હતા. હવે, લગભગ 8 દાયકાઓ પછી, લાહોર ફરી તેના મૂળ નામો તરફ પાછું વળતું જોવા મળી રહ્યું છે. આ પગલું માત્ર નામ બદલવાનો પ્રયાસ નથી, પરંતુ ઐતિહાસિક ઓળખ (Historical Identity) અને સંસ્કૃતિને ફરી જીવંત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પ્રયાસ માનવામાં આવે છે.
Advertisement
Tags :
Advertisement

.

×