પાકિસ્તાનનું ગૌરવ ગણાતા Noor Khan Airbase ની હાલત ખંડેર, અફઘાની સેનાએ કર્યો મિશાઈલથી અટેક
- Noor Khan Airbase પર અફઘાનિસ્તાનનો પ્રહાર, પાકિસ્તાન પાયમાલ!
- પાકિસ્તાનના સૌથી મહત્વના એરબેઝ પર અફઘાની સેનાનો સચોટ હવાઈ હુમલો
- રાવલપિંડીમાં મોડી રાત્રે ભીષણ વિસ્ફોટોથી એરબેઝની ઈમારતો ધરાશાયી
- મે 2025માં ભારતના હુમલા બાદ સમારકામ થાય તે પહેલા જ ફરી તબાહી
- અફઘાન રક્ષા મંત્રાલયે હુમલાની જવાબદારી સ્વીકારી બદલો લીધાનો કર્યો દાવો
Noor Khan Airbase : પાકિસ્તાન સૈન્ય માટે અત્યારે બેવડા મોરચે મુસીબત ઉભી થઈ છે. પાકિસ્તાન એરફોર્સ [Pakistan Air Force] નું ગૌરવ અને સૌથી મહત્વપૂર્ણ ગણાતા નૂર ખાન એરબેઝ [Noor Khan Airbase] ની હાલત અત્યારે ખંડેર જેવી બની ગઈ છે. મે 2025 માં ભારતના 'ઓપરેશન સિંદૂર' [Operation Sindoor] માં જર્જરિત થયેલા આ એરબેઝ પર હવે 2 માર્ચ 2026ો ની મોડી રાત્રે અફઘાનિસ્તાને ભીષણ હવાઈ હુમલો કરીને પાકિસ્તાનની કમર તોડી નાખી છે.
Noor Khan Airbase હુમલાની ગંભીરતા અને રણનીતિ
રાત્રિના અંધકારમાં અફઘાન એરફોર્સ [Afghan Air Force] ના વિમાનોએ રાવલપિંડી શહેરની સરહદ પર આવેલા આ વ્યૂહાત્મક એરબેઝ પર એક પછી એક સચોટ મિસાઈલ પ્રહાર કર્યા હતા. અફઘાન રક્ષા મંત્રાલયે આ હુમલાની જવાબદારી સ્વીકારતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, આ કાર્યવાહી પાકિસ્તાન દ્વારા તાજેતરમાં અફઘાન સરહદ પર કરવામાં આવેલા હવાઈ હુમલાનો જડબાતોડ જવાબ છે. એરબેઝ પર થયેલા વિસ્ફોટો એટલા પ્રચંડ હતા કે આખું રાવલપિંડી શહેર ધણધણી ઉઠ્યું હતું અને સ્થાનિક લોકોએ રાત્રિભર વિસ્ફોટોના અવાજ સાંભળ્યા હતા.
World’s unluckiest airbase is Noor Khan Airbase.
India hit it during Operation Sindoor.
Now #Afghanistan hits it too💔
The only crime of this airbase is that it is located in Pakistan and relies on the Chinese HQ-9 air defense system😅#IsraelIranConflict #IranWar #Tehran #News pic.twitter.com/465vdO8lUU— Anup Singh, BSF (Retd) (@anup_singh6) March 2, 2026
દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ
નોંધનીય છે કે, ગત વર્ષે મે મહિનામાં ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ નૂર ખાન એરબેઝને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. પાકિસ્તાની સેના છેલ્લા ઘણા મહિનાઓથી દિવસ-રાત મહેનત કરીને આ બેઝનું સમારકામ [Repair and Reconstruction] કરી રહી હતી. સોશિયલ મીડિયા પર લોકો મજાક ઉડાવી રહ્યા છે કે ભારતની સ્ટ્રાઈક બાદ હજુ તો એરબેઝનું સિમેન્ટ પણ સુકાયું નહોતું, ત્યાં અફઘાની પાયલોટોએ ફરીથી રનવે ખોદી નાખ્યો છે.
નુકસાનનો અંદાજ
નૂર ખાન એરબેઝ પાકિસ્તાની સેનાનું મુખ્ય કમાન્ડ સેન્ટર છે, જ્યાં ફાઈટર જેટ્સ [Fighter Jets], ટ્રાન્સપોર્ટ પ્લેન અને મોટા પાયે ગોળા-બારૂદના ગોદામો આવેલા છે. આ હુમલામાં એરબેઝના અનેક ટેકનિકલ હિસ્સાઓ અને હેંગર્સ સંપૂર્ણપણે નાશ પામ્યા છે. પાકિસ્તાન સરકાર અત્યારે નુકસાનના આંકડા છુપાવવા મથી રહી છે, પરંતુ વાયરલ થયેલા સેટેલાઈટ વીડિયોમાં એરબેઝ પર લાગેલી આગ અને ધુમાડાના ગોટેગોટા સાક્ષી પૂરી રહ્યા છે કે પાકિસ્તાનની સૈન્ય શક્તિને મોટો ફટકો પડ્યો છે.
આ પણ વાંચો : Israel બન્યું Middle-Eat નું બૉસ? હમાસ, હિઝબુલ્લાહથી માંડી Ali Khamenei માટીમાં મળ્યા


