Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pakistan: પાકિસ્તાની આર્મી ચીફ મુનીરે પોતાના જ PMને મૂર્ખ બનાવ્યા!

પાકિસ્તાનની વધુ એક આંતરરાષ્ટ્રીય બેઈજ્જતી આસીમ મુનીરે પાકિસ્તાન વડાપ્રધાનને ભેટ આપી તસવીર બુનયાન અલ મરસૂસના નામે આપેલી તસવીર પણ ખોટી! 2019માં ચીને કરેલાં યુદ્ધાભ્યાસની તસવીર જ પકડાવી દીધી! તસવીર અંગે પાકિસ્તાનમાં જ ખુદ મુનીર બની ગયો મજાક! ચાઈનીઝ યુદ્ધાભ્યાસની...
pakistan  પાકિસ્તાની આર્મી ચીફ મુનીરે પોતાના જ pmને મૂર્ખ બનાવ્યા
Advertisement
  • પાકિસ્તાનની વધુ એક આંતરરાષ્ટ્રીય બેઈજ્જતી
  • આસીમ મુનીરે પાકિસ્તાન વડાપ્રધાનને ભેટ આપી તસવીર
  • બુનયાન અલ મરસૂસના નામે આપેલી તસવીર પણ ખોટી!
  • 2019માં ચીને કરેલાં યુદ્ધાભ્યાસની તસવીર જ પકડાવી દીધી!
  • તસવીર અંગે પાકિસ્તાનમાં જ ખુદ મુનીર બની ગયો મજાક!
  • ચાઈનીઝ યુદ્ધાભ્યાસની તસવીર બિન્દાસ્ત પધરાવી દીધી!
  • જૂઠ્ઠાણા ફેલાવતાં પાકિસ્તાનની આ છે અસલિયત

Asim Munir: ભારતના ઓપરેશન સિંદૂર (Operación Sindoor)પછી પાકિસ્તાનની બધે ફજેતી થઈ રહી છે. દરેક ભારતીય સેનાના ઓપરેશનની (India Airstrike)પ્રશંસા કરી રહ્યા છે. ભારત સામે જબરદસ્ત હાર પામ્યા પછી પાકિસ્તાન ખોટા પ્રચારમાં વ્યસ્ત છે. તે એવી રીતે વર્તવાનો પ્રયાસ કરે છે, જાણે તેણે કોઈ મોટી જીત મેળવી હોય. પાકિસ્તાને વધુ એક વખત વિજયનો દાવો કરતા તેનું જુઠ્ઠાણું પકડાયું છે. એમાં પાકિસ્તાની પીએમ શાહબાઝને (Asim Munir Gifted Photo to Shahbaz Sharif)પણ શરમથી માથું ઝુકાવવું પડ્યું છે.

શાહબાઝને નકલી ફોટો ભેટ કર્યો

પાકિસ્તાની પીએમ શહબાઝ શરીફને એક હાઈપ્રોફાઈલ ડિનર કાર્યક્રમમાં પેઈન્ટિંગ ભેટ કરવા બદલ પાકિસ્તાની સેના પ્રમુખ ફિલ્ડ માર્શલ અસીમ મુનિરની લોકો મજાક ઉડાવી રહ્યા છે. પાકિસ્તાની સેના પ્રમુખ ફિલ્ડ માર્શલ અસીમ મુનિરની ભેટની લોકો મજાક ઉડાવી રહ્યા છે. ઇસ્લામાબાદ અને દુનિયાભરમાં ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ તેમની મજાક ઉડાવી રહ્યા છે.

Advertisement

PM શરીફને ભેટ આપેલા ફોટોને લોકોએ ઓળખી લીધો

જનરલ મુનીરે PM શરીફને ભેટ આપેલા ફોટોને લોકોએ ઓળખી લીધો છે. તેઓએ તરત જ પોસ્ટ કરવાનું શરૂ કર્યું કે, આ ફોટો ચીનના લશ્કરી કવાયતના ચાર વર્ષ જૂના ફોટા સાથે મળતી ભળતી આવે છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે દાવો કર્યો હતો કે, આ ફોટો ચીની પીપલ્સ લિબરેશન આર્મીના કવાયતના જાહેરમાં ઉપલબ્ધ દ્રશ્યોમાંથી સીધો લેવાયેલો છે. જેને પાકિસ્તાન દ્વારા ઓપરેશન બનયાન-ઉન- મર્સૂસના ફોટાની પ્રામાણિકતા પર સવાલો ઉઠી રહ્યા છે.

Advertisement

આ પણ  વાંચો -મિસ ઇંગ્લેન્ડ Milla Magee નો દાવો - મને 'વેશ્યા' જેવો અનુભવ કરાવવામાં આવ્યો

લોકોએ ઉડાવી મજાક

એક સોશિયલ મીડિયા યુઝરે કહ્યું, "એવું લાગે છે કે પાકિસ્તાની આર્મી ચીફે ભારત સામે પાકિસ્તાની સેનાના હુમલાને દર્શાવવા માટે વડા પ્રધાન શાહબાઝ શરીફને એક જૂનો ચીની લશ્કરી ફોટો ભેટમાં આપ્યો છે. માત્ર વિજયની ખોટી વાતો જ નહીં પરંતુ તેનો નકલી ફોટો પણ આપ્યો છે. શું મજાક કરી છે.

આ પણ  વાંચો -અમેરિકામાં ફરી ગોળીબાર, દક્ષિણ કેરોલિનામાં 11 લોકો ઘાયલ

સોશિયલ મીડિયા યુઝરે શું કહ્યું?

બીજા એક સોશિયલ મીડિયા યુઝરે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, પાકિસ્તાન માટે આ વધુ એક શરમજનક પળ છે. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફને ગુગલ પરથી ડાઉનલોડ કરાયેલા ચાઇનીઝ PHL-03 રોકેટ લોન્ચરનો મોર્ફ કરેલો ફોટો ભેટ કર્યો છે.જણાવી દઈએ કે, મુનીરના પ્રમોશન બાદ તેની આલોચના કરવામાં આવે છે. પરંપરાગત રીતે ફિલ્ડ માર્શલનો હોદ્દો એવા લશ્કરી નેતાઓ માટે અનામત રાખવામાં આવે છે જેઓ તેમના દેશને યુદ્ધમાં નિર્વિવાદ જીત અપાવે છે.

Tags :
Advertisement

.

×