Pakistan PIA Financial Crisis: મિડલ ઇસ્ટ યુદ્વની અસર પાકિસ્તાન પર, હવાઇ મુસાફરી સામાન્ય પ્રજા માટે થશે બંધ!
- જેટ ઇંધણના ભાવમાં રાતોરાત 150 ટકાનો તોતિંગ વધારો ( Pakistan PIA Financial Crisis)
- ₹190 પ્રતિ લિટર મળતું ઇંધણ હવે ₹472 ના સ્તરે પહોંચ્યું
- એરલાઇન ચેરમેન આરિફ હબીબે ઓપરેશન બંધ કરવાની આપી ચેતવણી
પાકિસ્તાનની રાષ્ટ્રીય એરલાઇન (Pakistan International Airlines - PIA) હાલમાં તેના ઈતિહાસના સૌથી ભયાનક નાણાકીય સંકટ (Financial Crisis) માંથી પસાર થઈ રહી છે. પાડોશી દેશની આર્થિક સ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે હવે સરકારી એરલાઇન સંપૂર્ણપણે ઠપ્પ થઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. આ ગંભીર પરિસ્થિતિને કારણે હજારો સામાન્ય મુસાફરો (Passengers) ના આયોજન ખોરવાઈ શકે તેમ છે.
Pakistan PIA Financial Crisis: ઇંધણના ભાવમાં ભડકો
છેલ્લા કેટલાક સપ્તાહમાં એવિએશન ફ્યુઅલ (Aviation Fuel) એટલે કે જેટ ઇંધણના ભાવમાં 150 ટકા જેટલો અકલ્પનીય ઉછાળો જોવા મળ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે, સરકારે આ ભાવવધારો કોઈ પણ સત્તાવાર જાહેરાત વિના જ લાગુ કરી દીધો છે.સરકારી આંકડાઓ મુજબ, 1 માર્ચે જે ઇંધણ (JP-1 Fuel) પ્રતિ લિટર 190 રૂપિયા હતું, તે 21 માર્ચ સુધીમાં વધીને 472 રૂપિયા પર પહોંચી ગયું છે. ફક્ત એક જ દિવસમાં 84 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકવામાં આવતા હવાઈ મુસાફરી હવે સામાન્ય માણસ માટે સ્વપ્ન સમાન બની ગઈ છે.
ચેરમેન આરિફ હબીબની ગંભીર ચેતવણી
આ નાણાકીય કટોકટી વચ્ચે PIA કન્સોર્ટિયમના ચેરમેન આરિફ હબીબે (Arif Habib) ચોંકાવનારી વિગતો શેર કરી છે. તેમણે એક ન્યૂઝ ચેનલ (BOL News) સાથેની વાતચીતમાં સ્પષ્ટ કર્યું કે, જો જેટ ઇંધણના ભાવ આ જ રીતે વધતા રહેશે, તો એરલાઇનનું સંચાલન કરવું અશક્ય બની જશે. તેમણે ચેતવણી આપી છે કે જો આર્થિક મદદ નહીં મળે તો ટૂંક સમયમાં જ PIA ને કાયમી તાળાં મારવાની (Closure) ફરજ પડી શકે છે.
યુએસ-ઈરાન તણાવની માઠી અસર
વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુએસ અને ઈરાન વચ્ચેના તણાવ (US-Iran Conflict) ને કારણે આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. આ યુદ્ધ જેવી સ્થિતિને કારણે તેલના પુરવઠામાં વિક્ષેપ પડ્યો છે, જેની સીધી અસર પાકિસ્તાન જેવા દેશો પર પડી રહી છે.
આ પણ વાંચો: US Air Force AWACS Destroyed: ઈરાને અમેરિકાનું અતિ આધુનિક ₹6,600 કરોડનું E-3 સેન્ટ્રી વિમાન તોડી પાડ્યું


