Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Pakistan Terror Attack : ખૈબર પખ્તુનખ્વામાં પોલીસ સ્ટેશન પર બોમ્બ આત્મઘાતી હુમલો, 3 પોલીસ કર્મીના મોત

Pakistan Terror Attack : પાકિસ્તાનનો સંવેદનશીલ ગણાતા ખૈબર પખ્તુનખ્વા (Khyber Pakhtunkhwa) પ્રાંતમાં આતંકવાદીઓએ ફરી એકવાર સુરક્ષા દળોને નિશાન બનાવ્યા છે. બન્નુ જિલ્લાના ફતેહખેલ પોલીસ સ્ટેશન પર શનિવારે એક આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ (Suicide Bomb Blast) થયો હતો, જેમાં ત્રણ પોલીસકર્મીઓ શહીદ થયા હોવાના અહેવાલ છે.
pakistan terror attack   ખૈબર પખ્તુનખ્વામાં પોલીસ સ્ટેશન પર બોમ્બ આત્મઘાતી હુમલો  3 પોલીસ કર્મીના મોત
Advertisement
  • Pakistan Terror Attack : પાકિસ્તાનમાં પોલીસ સ્ટેશન પર આત્મઘાતી હુમલો
  • ખૈબર પખ્તુનખ્વાના બન્નુ જિલ્લામાં આતંકી તાંડવ
  • આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં 3 પોલીસકર્મીઓ શહીદ
  • આતંકવાદીઓએ વિસ્ફોટકો ભરેલી ગાડીનો કર્યો ઉપયોગ

Pakistan Terror Attack : પાકિસ્તાનનો સંવેદનશીલ ગણાતા ખૈબર પખ્તુનખ્વા (Khyber Pakhtunkhwa) પ્રાંતમાં આતંકવાદીઓએ ફરી એકવાર સુરક્ષા દળોને નિશાન બનાવ્યા છે. બન્નુ જિલ્લાના ફતેહખેલ પોલીસ સ્ટેશન પર શનિવારે એક આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ (Suicide Bomb Blast) થયો હતો, જેમાં ત્રણ પોલીસકર્મીઓ શહીદ થયા હોવાના અહેવાલ છે.

હુમલાની વિગત

મળતી માહિતી મુજબ, આતંકવાદીઓએ વિસ્ફોટકો ભરેલી ગાડી (Explosives-laden Vehicle) દ્વારા પોલીસ સ્ટેશનને ઉડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સુરક્ષા દળોએ સમયસૂચકતા વાપરી આ ગાડી તેના લક્ષ્ય સુધી પહોંચે તે પહેલાં જ તેને નિષ્ફળ બનાવી દીધી હતી. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે નજીકના નાગરિકોના મકાનોની છતો ધરાશાયી થઈ ગઈ હતી અને વ્યાપક નુકસાન થયું હતું.

Advertisement

ભારે ગોળીબાર અને ઘેરાબંધી

ઉલ્લેખનીય છે કે વિસ્ફોટ બાદ તરત જ ડઝનબંધ હથિયારધારી આતંકવાદીઓએ (Terrorists) પોલીસ સ્ટેશનને ચારે બાજુથી ઘેરી લીધું હતું. આતંકવાદીઓ અને પોલીસ વચ્ચે લાંબા સમય સુધી સામસામે ગોળીબાર (Gunfight) ચાલ્યો હતો. આ અથડામણમાં 3 જવાનોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે અનેક લોકો લોહીલુહાણ થયા છે.

Advertisement

મુખ્યમંત્રીએ કરી નિંદા

ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી મુહમ્મદ સોહેલ આફ્રિદીએ આ કાયરતાપૂર્ણ હુમલાની કડક શબ્દોમાં નિંદા (Condemnation) કરી છે. તેમણે જણાવ્યું કે આતંકવાદ સામેની લડાઈ માત્ર આ પ્રાંતની નથી પણ સમગ્ર દેશની છે. તેમણે ઈજાગ્રસ્તને તાત્કાલિક શ્રેષ્ઠ તબીબી સારવાર (Medical Treatment) આપવા આદેશ આપ્યા છે અને શહીદોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

આ પણ વાંચો: West Bengal માં નવી સરકારનો ઉદય, શપથ વિધિમાં ગુજરાતના CM ભૂપેન્દ્રભાઈ પટેલ રહ્યા ઉપસ્થિત

Tags :
Advertisement

.

×