US-ઈરાન વચ્ચે સીઝફાયરથી મિસાઈલો શાંત થઈ, Pakistan શેરબજારમાં રોકેટ તેજી
- Pakistan શેરબજારમાં 14191 અંકની ઐતિહાસિક તેજી
- અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ થતા માર્કેટમાં બૂમ
- KSE 100 ઇન્ડેક્સમાં 8% થી વધુ ઉછાળો આવતા ટ્રેડિંગ રોકાયું
- 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' ખુલવાની આશાએ રોકાણકારોમાં ભારે ઉત્સાહ
- પાકિસ્તાની બજારના ઇતિહાસની આ સૌથી મોટી ઇન્ટ્રાડે તેજી
- ભારતનું માર્કેટ કેપ પાકિસ્તાનના કુલ બજાર કરતા અનેકગણું મોટું
Pakistan Stock Market Rally: પશ્ચિમ એશિયામાં લાંબા સમયથી ચાલી રહેલા તણાવ બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ (US-Iran Ceasefire) ની જાહેરાતે સમગ્ર વિશ્વના શેરબજારોમાં નવી ઉર્જા ભરી દીધી છે. જોકે, આ વૈશ્વિક તેજીમાં સૌથી મોટો ચમત્કાર પાકિસ્તાની શેરબજારમાં જોવા મળ્યો છે. પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જના (PSX) બેન્ચમાર્ક ઇન્ડેક્સ KSE-100 એ બુધવારે 14,191 અંકનો ઐતિહાસિક ઉછાળો નોંધાવ્યો હતો, જે ઇતિહાસની સૌથી મોટી ઇન્ટ્રાડે તેજીમાંથી એક છે.
Pakistan બજારમાં સર્કિટ લાગી અને ટ્રેડિંગ રોકવું પડ્યું
યુદ્ધવિરામની જાહેરાત બાદ પાકિસ્તાની રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. બજાર ખૂલતાની સાથે જ KSE-100 ઇન્ડેક્સમાં 8% થી વધુની તેજી જોવા મળી હતી. બજારમાં એટલી તીવ્ર તેજી આવી કે એક્સચેન્જના નિયમો મુજબ અત્યંત વલેટિલિટીને અંકુશમાં લેવા માટે ટ્રેડિંગને થોડા સમય માટે સત્તાવાર રીતે સ્થગિત (Trading Halt) કરવું પડ્યું હતું. આ તેજી પાછળનું મુખ્ય કારણ 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (Strait of Hormuz) ફરીથી ખોલવા અંગેની ઈરાનની સંમતિ માનવામાં આવે છે, જે વૈશ્વિક તેલ પુરવઠા માટે જીવનરેખા સમાન છે.
ભારતીય બજાર સામે પાકિસ્તાન ઘણું પાછળ
પાકિસ્તાની બજારમાં ભલે ટકાવારીની દ્રષ્ટિએ મોટી તેજી જોવા મળી હોય, પરંતુ ભારતીય શેરબજાર (Indian Stock Market) ની સરખામણીએ તે ઘણું નાનું છે. પાકિસ્તાની માર્કેટનું કુલ માર્કેટ કેપ આશરે ₹4 થી ₹6 લાખ કરોડ છે, જ્યારે ભારતનું માર્કેટ કેપ ₹500 લાખ કરોડને પાર કરી ગયું છે. રસપ્રદ વાત એ છે કે, બુધવારે ભારતીય રોકાણકારોની સંપત્તિમાં થયેલો ₹17 લાખ કરોડનો વધારો એ પાકિસ્તાની બજારના કુલ કદ કરતાં પણ ચાર ગણો વધારે છે. પાકિસ્તાની ઇન્ડેક્સમાં તેજી છતાં, તે વર્ષના ગ્રાફમાં હજુ પણ નકારાત્મક ઝોનમાં જોવા મળી રહ્યો છે.
શરૂઆતના ભારે ઘટાડા પછી તીવ્ર રિકવરી
પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે પાકિસ્તાની બજારમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. તાજેતરની તેજીને તે ઘટાડામાંથી રિકવરી તરીકે જોવામાં આવી રહી છે, કારણ કે રોકાણકારોએ ઝડપથી પોઝિશન બનાવવાનું શરૂ કર્યું છે. આ વર્ષે અત્યાર સુધીના તેના પ્રદર્શન પર નજર કરીએ તો, KSE 100 5% નીચે છે. વધુમાં, છેલ્લા ત્રણ મહિનામાં, ઇન્ડેક્સ લગભગ 12% નીચે છે.
આ પણ વાંચો : નારાયણ સાંઈના છુટાછેડા, પત્ની 8 વર્ષથી લડતી હતી કાનૂની લડાઈ, આખરે આવ્યો અંત


