Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pakistan: બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેનાના વાહનમાં ભયાનક વિસ્ફોટ,6 જવાનોના મોત

પાકિસ્તાની સેનાના ટ્રક પર IED બ્લાસ્ટ,6સૈનિકોના મોત. આર્મી ચીફ અસીમ મુનીર ચોંકી ગયા,આત્મવિશ્વાસ તૂટી ગયો ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર પણ તણાવ Balochistan Blast: બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેનાની (Pak Army Attacked in Balochistan)વાહનમાં ભયાનક IED વિસ્ફોટ (BLA IED Attack)કરવામાં...
pakistan  બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેનાના વાહનમાં ભયાનક વિસ્ફોટ 6 જવાનોના મોત
Advertisement
  • પાકિસ્તાની સેનાના ટ્રક પર IED બ્લાસ્ટ,6સૈનિકોના મોત.
  • આર્મી ચીફ અસીમ મુનીર ચોંકી ગયા,આત્મવિશ્વાસ તૂટી ગયો
  • ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર પણ તણાવ

Balochistan Blast: બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેનાની (Pak Army Attacked in Balochistan)વાહનમાં ભયાનક IED વિસ્ફોટ (BLA IED Attack)કરવામાં આવ્યો છે, જેમાં સેનાના એક અધિકારી સહિત 6 જવાનોના (6 Pak Soldier killed)મોત અને પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. સેનાના વાહને અમીર પોસ્ટ અને અલી ખાન બેઝ વચ્ચે ઉડાવી દેવાયું છે. ઘટનાની જાણ થતા સેનાની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને ઈજાગ્રસ્તોને તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પાકિસ્તાની સેનાનું વાહન IED બ્લાસ્ટથી ઉડાવાયું

મળતી માહિતી અનુસાર બલૂચિસ્તાનના ગેશ્તરી વિસ્તાર સ્થિત અમીર પોસ્ટ અને અલી ખાન બેઝ વચ્ચેથી પાકિસ્તાની સેનાનું વાહન પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન બલૂચ વિદ્રોહીઓએ વાહન પર અચાનક હુમલો કરી IED બ્લાસ્ટથી ઉડાવી દીધું છે.આ ઘટનામાં સેનાના સ્પેશિયલ ઓપરેશન્સ કમાન્ડ (SOC)ના તારિક ઈમરાન સહિત છ સૈનિકો માર્યા ગયા અને પાંચ અન્ય ઈજાગ્રસ્ત થયા છે. માર્યા ગયેલા સૈનિકોમાં તારિક ઈમરાન, નાઈક આસિફ, સુબેદાર ફારૂક,નાઈક મશકૂર,સિપાહી વાજિદ અને સિપાહી કાશિફનો સમાવેશ થાય છે.બલૂચિસ્તાનમાં વધતી અશાંતિ અને બલૂચ લિબરેશન આર્મી (BLA) જેવા જૂથો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે.

Advertisement

આ પણ   વકંચો -BOAT ACCIDENT : અમેરિકાના સૈન ડિએગોમાં બોટ પલટી, 3 ના મોત, 9 લાપતા

Advertisement

અગાઉ IED બ્લાસ્ટમાં 10 જવાનોના થયા હતા મોત

ઉલ્લેખનીય છે કે, બલૂચિસ્તાનના કેટ્ટા સ્થિત માર્ગટ વિસ્તારમાં 26 એપ્રિલે પાકિસ્તાની સેનાના વાહન પર હુમલો થયો હતો, જેમાં 10 સૈનિકોના મોત થયા હતા. આ હુમલાની જવાબદારી બીએલએએ લીધી હતી અને તેણે દાવો કર્યો હતો કે, ‘આ હુમલો રિમોટ-કંટ્રોલ ઈમ્પ્રોવાઈજ્ડ એક્સપ્લોસિવ ડિવાઈસ (IED) દ્વારા કરાયો હતો, જેમાં સેનાનું વાહન સંપૂર્ણ નાથ પામ્યું હતું.’

Tags :
Advertisement

.

×