પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં બે આતંકવાદી જૂથ વચ્ચે અથડામણ, 14 Terroristના મોત
- ખૈબર પખ્તુનખ્વામાં બે આતંકવાદી જૂથો વચ્ચે ભીષણ ગોળીબાર (Pakistan Terrorism)
- અથડામણમાં 14 આતંકવાદીઓના મોત, અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત
- સેન્ટ્રલ કુર્રમ જિલ્લામાં સુરક્ષા દળો દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન
- આતંકવાદીઓના અનેક તાલીમ કેન્દ્રો અને ઠેકાણાઓ કરાયા તબા
પાકિસ્તાનના ઉત્તરપશ્ચિમ પ્રાંત ખૈબર પખ્તુનખ્વા (Khyber Pakhtunkhwa) માં આવેલી અફઘાનિસ્તાન સરહદ નજીક હિંસાનો એક નવો અધ્યાય સામે આવ્યો છે. સેન્ટ્રલ કુર્રમ (Central Kurram) જિલ્લામાં બે પ્રતિસ્પર્ધી સશસ્ત્ર આતંકવાદી જૂથો વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં ઓછામાં ઓછા 14 આતંકવાદીઓના મોત થયા હોવાના અહેવાલ છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.
Pakistan Terrorism : અંતરિક જૂથવાદમાં લોહિયાળ અથડામણ
સ્થાનિક પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, મનતો કામરાન કિલા (Manto Kamran Kila) વિસ્તારમાં આ હિંસા ભડકી હતી. અહીં આતંકવાદી કમાન્ડર કાઝીમ (Commander Qazim) અને મુમતાઝ ઇમ્તી (Mumtaz Imti) ની આગેવાની હેઠળના સશસ્ત્ર જૂથો આમને-સામને આવી ગયા હતા. આ આંતરિક ગોળીબારમાં કમાન્ડર મુમતાઝ ઇમ્તી પણ માર્યો ગયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. ઘટના બાદ સ્થાનિકો દ્વારા મૃતદેહોને દફનાવી દેવામાં આવ્યા હતા, જે આ વિસ્તારમાં અત્યંત અરાજકતા હોવાનું સૂચવે છે.
સુરક્ષા દળોનું ઓપરેશન અને તાલીમ કેન્દ્રોનો નાશ
આ વિસ્તારમાં અનેક આતંકવાદી સંગઠનોની હાજરી હોવાના અહેવાલો મળતા જ પાકિસ્તાની સુરક્ષા દળોએ કડક કાર્યવાહી શરૂ કરી છે. સુરક્ષા દળોએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન (Search Operation) હાથ ધરીને અનેક આતંકવાદી તાલીમ કેન્દ્રો (Terror Training Camps) અને તેમના ગુપ્ત ઠેકાણાઓને નિશાન બનાવીને તેનો નાશ કર્યો છે. સત્તાવાર સૂત્રોનો દાવો છે કે, આ આક્રમક ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ સેંકડો આતંકવાદીઓને ઠાર કર્યા છે. હાલ આ આખો વિસ્તાર સુરક્ષા દળોના ઘેરામાં છે અને સ્થિતિ પર બાજ નજર રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો: પાકિસ્તાનમાં Fighter Jet Crash : મિયાનવાલી નજીક મોટી દુર્ઘટના, પાઇલટ્સ સુરક્ષિત


