Pakistan: આને કહેવાય પાકિસ્તાન! હાર્યા તો આર્મી ચીફને બનાવ્યા ફિલ્ડ માર્શલ
- હારતા પાકિસ્તાનનો વધુ એક હાસ્યાસ્પદ ચહેરો!
- પાક. સેના પ્રમુખ આસીમ મુનીરને અપાયું પ્રમોશન
- શહેબાઝ શરીફ સરકારની કેબિનેટે આપી મંજૂરી
- પાકિસ્તાનના ફીલ્ડ માર્શલનો આપ્યો હોદ્દો
- પાકિસ્તાનના ઈતિહાસમાં માત્ર બીજો ફીલ્ડ માર્શલ
- અગાઉ અયુબ ખાનને મળી હતી ફીલ્ડ માર્શલની ઉપાધિ
Pakistan: પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ(Pakistan Army Chief) સૈયદ અસીમ મુનીરને પ્રમોશન (Asim Munir Promoted)આપવામાં આવ્યું છે. ઓપરેશન સિંદૂરમાં કારમી હાર છતાં, તેમને ફિલ્ડ માર્શલ બનાવવામાં આવ્યા છે. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફની અધ્યક્ષતામાં મળેલી ફેડરલ કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકમાં વડાપ્રધાન શાહબાઝ શરીફે ભારત-પાકિસ્તાનની વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી.
મુનીરને ફિલ્ડ માર્શલ બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી
પાકિસ્તાન કેબિનેટે જનરલ અસીમ મુનીરને ફિલ્ડ માર્શલ બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. ભારત તરફથી અપમાનનો સામનો કરવા છતાં, આર્મી ચીફને બઢતી આપી. જેથી તેઓ દુનિયામાં એવો પ્રચાર ફેલાવી શકે કે પાકિસ્તાને આ યુદ્ધ જીતી લીધું છે.
આ પણ વાંચો -covid-19 : WHO એ ઐતિહાસિક મહામારી કરાર અપનાવ્યો,124 દેશનું સમર્થન
ગેરમાર્ગે દોરતી પાકિસ્તાની જનતા
ભારત સામે હારનો સામનો કર્યા બાદ પણ પાકિસ્તાનમાં ઉજવણીનો માહોલ છે. ત્યાંની શાહબાઝ સરકાર જીતનો દાવો કરીને ખોટી માહિતીના આધારે જનતાને સંપૂર્ણપણે ગેરમાર્ગે દોરી રહી છે. ઓપરેશન સિંદૂર હેઠળ, ભારતીય સેનાએ ઘણા પાકિસ્તાની લશ્કરી ઠેકાણાઓને નુકસાન પહોંચાડ્યું અને આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કર્યો. જોકે, આના બદલામાં પાકિસ્તાને તેના આર્મી ચીફ અસીમ મુનીરને બઢતી આપી. પાકિસ્તાનની કેબિનેટે મંગળવારે આ નિર્ણય લીધો છે. જનરલ અસીમ મુનીર દેશના ઇતિહાસમાં બીજા ફિલ્ડ માર્શલ બન્યા છે, આ પહેલા અયુબ ખાને 1959-1967 દરમિયાન આ પદ સંભાળ્યું હતું.
આ પણ વાંચો -Putin-Trump વચ્ચે 2 કલાક ફોન પર વાતચીત થઈ, રશિયા-યુક્રેન વચ્ચે થઈ શકે છે સીઝફાયર
પાકિસ્તાન સતત પ્રચાર યુદ્ધ ચલાવી રહ્યું છે
શાહબાઝ સરકારે આ નિર્ણય એટલા માટે લીધો છે જેથી તે દુનિયાને સંદેશ આપી શકે કે આર્મી ચીફ મુનીરે પાકિસ્તાનને જીત અપાવી છે. એટલા માટે તેમને બઢતી આપવામાં આવી છે. પણ સત્ય તેનાથી વિપરીત છે. કારણ કે ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને જ્યાં ઇચ્છ્યું ત્યાં હુમલો કર્યો અને ટેરરિસ્તાન કંઈ કરી શક્યું નહીં. અસીમ મુનીર 2022થી પાકિસ્તાનના આર્મી ચીફ તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ પાકિસ્તાનના 11મા આર્મી ચીફ છે.આર્મી ચીફ બનતા પહેલા, તેઓ GHQ માં ક્વાર્ટરમાસ્ટર જનરલ તરીકે પોસ્ટેડ હતા.