Pakistani Actresses Troll : પાકનો ઝંડો હાથમાં, મોઢે ભારતનું ‘ઐ વતન’ ગીત! વીડિયો જોઈને લોકો ચોંક્યા
Pakistani Actresses Troll : પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ (Independence Day) પર પાકિસ્તાની અભિનેત્રીઓનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પાકિસ્તાનનો રાષ્ટ્રીય ધ્વજ લહેરાવતી પાંચ અભિનેત્રીઓ ભારતીય ફિલ્મ ‘રાજી’ના દેશભક્તિ ગીત ‘ઐ વતન’ પર ઉજવણી કરતી જોવા મળી હતી. આ વીડિયો સામે આવ્યા બાદ પાકિસ્તાની ઇન્ફ્લુએન્સરે સવાલ ઉઠાવ્યા છે અને અભિનેત્રીઓને ગીતની પસંદગી અંગે સાવચેતી રાખવાની સલાહ આપી છે.
Advertisement
Pakistani Actresses Troll : પાકિસ્તાનમાં દર વર્ષે 14 ઓગસ્ટે યૌમ-એ-આઝાદી (Yom-e-Azadi) એટલે કે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. દેશભરમાં લોકો ઉત્સાહપૂર્વક આ દિવસ મનાવે છે અને પાકિસ્તાની સેલિબ્રિટીઝ (Celebrities) પણ ઉજવણીમાં સામેલ થાય છે. જોકે, આ વખતે કેટલીક પાકિસ્તાની અભિનેત્રીઓ (Pakistani Actresses)નો એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થયો છે, જેના કારણે તેઓ ભારે ટ્રોલિંગ (Trolling)નો સામનો કરી રહી છે.

