Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

EU Pakistan Jihadi Groups: યૂરોપ માટે પાકિસ્તાની જેહાદી જૂથો ખતરો, ફિનલેન્ડની સેનાની ચેતવણી

ફિનલેન્ડ મિલિટ્રી રિવ્યૂ 2026ના અહેવાલ મુજબ, પાકિસ્તાન સ્થિત ઇસ્લામિક જેહાદી નેટવર્ક હવે યુરોપ માટે સ્થાયી ખતરો બની ગયું છે. લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા સંગઠનો માત્ર ભારત જ નહીં, પણ હવે યુરોપમાં પણ સાયબર ક્રાઈમ અને હાઈબ્રિડ વોરફેર દ્વારા અસ્થિરતા ફેલાવી રહ્યા છે. પશ્ચિમી ગુપ્તચર એજન્સીઓએ આ આતંકી ગઠજોડ સામે લાલબત્તી ધરી છે
eu pakistan jihadi groups  યૂરોપ માટે પાકિસ્તાની જેહાદી જૂથો ખતરો  ફિનલેન્ડની સેનાની ચેતવણી
Advertisement

. પાકિસ્તાની જેહાદી આતંકી જૂથો ખતરો
. ફિનલેન્ડની સેનાની મોટી ચેતવણી
. યૂરોપને ખતરો હોવાનો ફિનિશ મિલિટ્રી રિવ્યૂ

EU Pakistan Jihadi Groups: પાકિસ્તાન આખી દુનિયા માટે ખતરો બની ચુક્યું છે. પાકિસ્તાનનો રાજ્ય પ્રાયોજિત આતંકવાદ હવે યૂરોપિયન દેશો સુધી ફેલાઈ ચુક્યો છે. તેની પુષ્ટિ 2026 ફિનલેન્ડ મિલિટ્રી રિવ્યૂમાં કરવામાં આવી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાન ખાતેનું ઈસ્લામિક જેહાદી નેટવર્ક યૂરોપ માટે સતત એક સ્થાયી વિકસિત થઈ રહેલો ખતરો બની ગયું છે.

Advertisement

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આના પહેલા ભારતને ખતરો હતો, પરંતુ હવે આની પહોંચ આખી દુનિયા સુધી થઈ ચુકી છે. હવે મોટી આંતરરાષ્ટ્રીય સિસ્ટમમાં સામેલ છે. આ ક્લાસિફાઈડ ફિનિશ મિલિટ્રી રિવ્યૂએ પશ્ચિમી ગુપ્તચર એજન્સીઓની નિંદર ઉડાડી દીધી છે.

Advertisement

આ પણ વાંચો: લશ્કરે તૈયબાની PM મોદીને ધમકી, ગજવા-એ-હિંદ માટે પાકિસ્તાની સેના તૈયાર હોવાની શેખી મારી!

યૂરોપ માટે ખતરો બન્યું પાકિસ્તાન

એક ન્યૂઝ ચેનલના અહેવાલ મુજબ, ફિનિશ આકલન રિપોર્ટ, યૂનાઈટેડ કિંગ્ડમ અને ફ્રાંસના સાર્વજનિકપણે પાકિસ્તાની મૂળના આતંકી નેટવર્કોના દક્ષિણ એશિયા અને યૂરોપ બંનેને પ્રભાવિત કરનારા આતંકી ગઠજોડમાં સામેલ હોવાના દાવા બાદ આવી છે.

ગત કેટલાક વર્ષોમાં જર્મની અને નેધરલેન્ડ સહીત ઘણાં યૂરોપિયન દેશોએ સત્તાવાર નિવેદનો, ગુપ્તચર આકલન અને અદાલતી કાર્યવાહીમાં લશ્કરે તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા પાકિસ્તાની આતંકી જૂથો સાથે જોડાયેલી સુરક્ષા ચિંતાઓ બાબતે વારંવાર ઉલ્લેખ કર્યો છે.

આ પણ વાંચો: ભારતીય સેનાધ્યક્ષની મોટી ચેતવણી: પાકિસ્તાનમાં 8 આતંકી કેમ્પ સક્રિય, હરકતનો મળશે જવાબ

ઈસ્લામિક જેહાદનો ખતરો વધ્યો

ફિનલેન્ડની સેનાના ઈન્ટેલિજન્સ રિવ્યૂમાં કહેવામાં આવ્યું છે કે ઈસ્લામિક જેહાદ ઘટી નથી. પરંતુ તેણે ખુદને સ્થિતિ મુજબ ઢાળી લીધી છે. આ રિપોર્ટમાં કટ્ટરપંથી ઈસ્લામિક જૂથોને માત્ર આતંકી સંગઠન તરીકે જ નહીં, પરંતુ હાઈબ્રિડ યુદ્ધ સંરચનાઓના અભિન્ન ઘટકો તરીકે ગણાવવામાં આવી છે. ફિનલેન્ડની ગુપ્તચર એજન્સીઓનું કહેવું છે કે આ નેટવર્ક સાઈબર ક્રાઈમ, પ્રોક્સી હિંસા, અસ્વીકાર્ય અસામાજિક કાર્ય અને રાજકીય હેરફેર જેવી ગેરકાયદેસર ગતિવિધિઓમાં સામેલ છે.

પાકિસ્તાની ઈસ્લામિક જેહાદનું ભારત નિશાન

આ રિપોર્ટાં પાકિસ્તાનની આ ખતરનાક જેહાદી આતંકી નેટવર્કની ઈકોસિસ્ટમના હબ તરીકે ઓળખ કરવામાં આવી છે. રિપોર્ટમાં તર્ક આપવામાં આવ્યો છે કે ખતરો માત્ર નાનીમોટા આતંકી હુમલા સુધી મર્યાદીત નથી, પરંતુ તે વૈશ્વિક અસ્થિરતાનું કારણ પણ બની શકે છે.

પાકિસ્તાનમાં જન્મેલા અને ફાલતા-ફૂલતા આતંકી સંગઠનોનું ભલે પ્રાથમિક લક્ષ્ય ભારત હોય, પરંતુ તેનાથી યૂરોપ અને બાકી દુનિયા પણ અછૂતી નથી. ફિનિશ ઈન્ટેલિજન્સનું આકલન છે કે આ આતંકી જૂથોનો ઉપયોગ પાકિસ્તાની હેન્ડલર્સ ભારત વિરુદ્ધ પોતાના ઉદેશ્યોને પૂર્ણ કરવા માટે કરે છે.

આ પણ વાંચો: Gujarat ATSને મળી વધુ એક મોટી સફળતા, આતંકી ષડયંત્રમાં સામેલ એક વ્યક્તિની ધરપકડ

Tags :
Advertisement

.

×