ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

પાકિસ્તાનના પત્રકાર Najam Seti ની ગીદડ ઘમકી, ભારત પર આ 3 કારણોથી પરમાણુ હુમલો કરીશું,ઓપરેશન સિંદુરથી પાકિસ્તાન ભયભીત

પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકાર અને પાકિસ્તાન PM શાહબાઝ શરીફના સહેયોગીમાંના એક એવા Najam Seti એ ગીદડ ધમકી આપી છે, અને ભારત પર હુમલો કરવાના ત્રણ કારણો આપ્યા છે.
07:35 PM Aug 23, 2025 IST | Mustak Malek
પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકાર અને પાકિસ્તાન PM શાહબાઝ શરીફના સહેયોગીમાંના એક એવા Najam Seti એ ગીદડ ધમકી આપી છે, અને ભારત પર હુમલો કરવાના ત્રણ કારણો આપ્યા છે.
Najam Seti

ભારતે ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનના એનેક આર્મી બેઝ અને આતંકવાદી ઠેકાણા નેસ્તનાબૂદ કર્યા હતા, ઓપરેશન સિંદૂરમાં કારમો પરાજય થયો હોવા છંતા પણ પાકિસ્તાન સુધરવાનું નામ નથી લેતો. ફરી એકવાર પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકાર અને પાકિસ્તાન PM શાહબાઝ શરીફના સહેયોગીમાંના એક એવા નજમ સેઠીએ ગીદડ ધમકી આપી છે, અને ભારત પર હુમલો કરવાના ત્રણ કારણો આપ્યા છે. તેમણે કહ્યું કે પાકિસ્તાને દિવાળી માટે પરમાણુ હથિયાર રાખ્યા નથી.

પાકિસ્તાનના પત્રકાર Najam Seti સહિત પાકિસ્તાને સતાવે છે ભારતનો ભય

નોંધનીય છે કે ભારતીય સેનાનો ડર પાકિસ્તાનને સતત સતાવી રહ્યો છે, સાથે ભારત સિંધુ નદી પાણી રોકી ને ડેમ બનાવી દેશે તેવી  દહેશત પાકિસ્તાનીઓ પર હાવી થઇ ગઇ છે. જેના લીધે ડરના માર્યા પાકિસ્તાનના પત્રકાર નજમ શેઠીએ કહ્યું કે જો ભારત સિંજુ જળ સંધિ રદ કરે અને પાકિસ્તાનને પાણી મળતું બંધ થાય, અને ભારતીય નૌસેના કરાચીને અવરોધ પેદા કરે છે, અને  ભારતીય સેના પાકિસ્તાનના પ્રવેશે છે  તો ભારત પરમાણુ હુમલો કરી દેવામાં આવશે. પત્રકાર નજમ શેઠીએ આ વાત એક ઇન્ટરવ્યુમાં કહી હતી,જો બંધ બનાવીને પાણી રોકવામાં આવશે તો ભારત પર 10 મિસાઇલ છોડીને હુમલો કરીશું, પાકિસ્તાન પાસે ઘણીબધી મિસાઇલ છે.

Najam Seti સહિત પાકિસ્તાનીઓને  ભારતીય સેના પાકિસ્તાનમાં ઘૂસી જવાનો ડર

તેમણે વધુમાં કહ્યું કે પાકિસ્તાન પરમાણુ હુમલો કરવાનું વિચારી શકે તેના ત્રણ મહત્વના કારણો છે. પહેલું, ભારતીય નૌકાદળ કરાચીને અવરોધે છે અને માલસામાનની અવરજવર અટકાવે છે. બીજું, ભારતીય સેના પાકિસ્તાનના કરાચી અને લાહોરને પહોંચે છે , પાકિસ્તાનને તોડવાની યોજના બનાવે છે. અને ત્રીજું કારણ આપતા તેમણે કહ્યું કે જો પાકિસ્તાનને પૂરો પાડવામાં આવતો પાણી રોકવાનો પ્રયાસ કરવામાં આવે છે, તો અમે આપણી જાતને બચાવવા માટે પરમાણુ હુમલો કરીશું. અમે દિવાળી માટે પરમાણુ શસ્ત્રો રાખ્યા નથી.

Najam Seti પાકિસ્તાન PM શાહબાઝ શરીફના ખાસ છે 

ઉલ્લેખનીય છે કે પહેલગામ હુમલા પછી ભારતે સિંધુ જળ સંધિ રદ કરી દીધી છે, જેના કારણે પાકિસ્તાન પાણીની તરસમાં છે. પાકિસ્તાનની મોટી વસ્તી ભારત પાસેથી મળતા પાણી પર નિર્ભર છે, જેના કારણે તેણે ઘણી વખત ભારતને અપીલ કરી છે. જોકે, ભારતે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદનો અંત નહીં લાવે ત્યાં સુધી આ સંધિ રદ રહેશે. ભારતે મે મહિનામાં ઓપરેશન હેઠળ પાકિસ્તાન પર અનેક હવાઈ હુમલા કર્યા હતા. સિંદૂર, જેમાં પીઓકે અને પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કરીને 100 થી વધુ આતંકવાદીઓને મારી નાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત, પાકિસ્તાનના ઘણા એરબેઝ પણ નાશ પામ્યા હતા. હુમલામાં હાર્યા બાદ પાકિસ્તાન ગુસ્સે છે અને તેનું ટોચનું નેતૃત્વ ભારતને સતત ધમકી આપી રહ્યું છે.

આ પણ વાંચો:     India Post Department એ લીધો મોટો નિર્ણય, અમેરિકામાં મોકલાતા પાર્સલની અવરજવરની સેવા 29 ઓગસ્ટથી બંધ કરાશે

Tags :
indianarmyinduswatertreatyNajamSethiNuclearThreatOperation SindoorPakistanThreatspm narendramodiShehbazSharif
Next Article