Pakistan : 'પૂરનું પાણી આશીર્વાદ છે, તેને ડોલમાં ભરી લો...' પાકિસ્તાનના મંત્રીનું લોકોને અદ્ભુત જ્ઞાન
Pakistan : પાકિસ્તાન (Pakistan) માં હાલ ભયંકર પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે. ભારતને અડીને આવેલા પંજાબ અને સિંધ પ્રાંતમાં નદીઓ ગાંડીતૂર બની છે. જેના કારણે ગામડાઓ ડૂબી ગયા છે. આથી, વહીવટીતંત્ર લોકોને પૂરની અસરથી બહાર કાઢવા ધંધે લાગી ગયું છે. આ વચ્ચે, પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફનું એક અનોખું નિવેદન વાયરલ થઈ રહ્યું છે. તેઓ પૂરગ્રસ્તોને એવું વિચિત્ર જ્ઞાન આપી રહ્યા છે, જે સાંભળીને તમને હસવું તો આવશે જ, સાથે સાથે ગુસ્સો પણ આવશે.
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં તારાજી (Pakistan)
મળતી માહિતી અનુસાર પાકિસ્તાનના નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટે કહ્યું કે, દક્ષિણ એશિયામાં ભારે વરસાદના કારણે, રાવી, ચિનાબ અને સતલજ નદીઓના પાણીનું સ્તર ખૂબ વધી ગયું છે. ખેતરો, ગામડાઓ, શહેરો, બધું જ ડૂબી ગયું છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં અત્યાર સુધીમાં બે લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ લઈ જવામાં આવ્યા છે. સ્થાનિક લોકોએ ત્યાં પૂરની આટલી ભયાનકતા પહેલા ક્યારેય જોઈ નથી.
આ પણ વાંચો -SCO Summit : મોદી-પુતિન સાથે હસતાં હસતાં આગળ વધ્યા,શાહબાઝ શરીફ જોતા રહ્યા,જુઓ વીડિયો.
પૂર પીડિતોની મજાક ઉડાવતું નિવેદન (Pakistan)
આટલી વિકટ પરિસ્થિતિમાં પણ, પાકિસ્તાનમાં સત્તા પર રહેલા નેતાઓ આવા વિચિત્ર નિવેદનો આપી રહ્યા છે, જે ખૂબ જ હાસ્યાસ્પદની સાથે પૂર પીડિતોની મજાક પણ માનવામાં આવી છે. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન સાથે ફોન પર પૂર જેવી સ્થિતિ વિશે વાત કરતા જોવા મળે છે. આમાં, પાકિસ્તાની સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફ પૂરને 'આશીર્વાદ' તરીકે જોવાની વાત કરતા સાંભળી શકાય છે.
આ પણ વાંચો -SCO summit: PM મોદીની પુતિન- જિનપિંગ સાથે મુલાકાત બાદ ભડક્યું અમેરિકા
પાણી ભરી દેવું જોઈએ.
આ ઓડિયોમાં ખ્વાજા આસિફ પાકિસ્તાની નાગરિકોને તેમના ઘરોમાં પૂરનું પાણી સંગ્રહિત કરવાની વિનંતી કરતા સાંભળી શકાય છે. તેમણે કહ્યું કે, જે લોકો રસ્તો રોકીને બેઠા હતા, તેઓએ હવે તેમના ઘરોમાં પૂરનું પાણી ટબ, ડોલ અથવા ઘરમાં અન્ય પણ ઘણી વસ્તુઓ છે, જેમાં બધું પાણી ભરી દેવું જોઈએ.તેમણે કહ્યું કે, આપણે આ પાણીને આશીર્વાદ તરીકે લેવું જોઈએ. ફક્ત ઘરમાં સંગ્રહ કરવાથી કંઈ થશે નહીં. આ પાણીનો સંગ્રહ કરવા માટે મોટા બંધ હોવા જોઈએ, જેને બનાવવામાં સાત-આઠ વર્ષ લાગે તો, તે પણ બનવા જોઈએ.
આ પણ વાંચો -India-America Controversy : અમેરિકામાં બ્રાહ્મણ’ શબ્દને લઈને વિવાદ, કોંગ્રેસના નેતાએ કર્યું સમર્થન
પંજાબ પ્રાંત સંપૂર્ણપણે ડૂબી ગયો
એક તરફ, પાકિસ્તાનનો પંજાબ પ્રાંત સંપૂર્ણપણે ડૂબી ગયો છે. લાખો લોકો પૂરની ઝપેટમાં છે. બીજી તરફ, દેશના સંરક્ષણ પ્રધાનનું આવું વાહિયાત નિવેદન ત્યાંના પૂરગ્રસ્ત લોકોની મજાક ઉડાવવા જેવું લાગે છે. હાલ, ખ્વાજા આસિફના આ નિવેદનની ખૂબ ચર્ચા થઈ રહી છે.